હિંદુ ધર્મનું પવિત્ર યાત્રા સ્થળ લગભગ ભારતની પવિત્ર નદીના કિનારે સ્થિત છે. કેદારનાથ મંદિર ૩૫૯૩ મીટરની ઉંચાઈ પર બનેલ એક ભવ્ય અને વિશાળ મંદિર છે. સુવર્ણયુગમાં શાસન કરનાર રાજા કેદારના નામ પરથી આ સ્થળનું નામ કેદારનાથ પાડવામાં આવ્યું. છે. ઉત્તર ભારતમાં સ્થિત કેદારનાથ મંદિર હિન્દુઓનું પવિત્ર ધામ છે. 12 જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ કેદારનાથ હિમાલય પર્વતની ચોટી પર સ્થિત સ્વયંભૂ જ્યોર્તિર્લીંગ છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક ન હોવાથી ત્યાં પગપાળા, ઘોડા પર સવાર થઇ અથવા પાલખી દ્વારા જવું પડે છે.
કેદારનાથ મહાદેવ દિવાળી પછી ૬ મહિના સુધી નિંદ્રા ગ્રહણ કરે છે. તેથી ઉતર ભારતનાં મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને વર્ષના છ મહિના ત્યાં બરફ છવાયેલો રહે છે. ઉતરના ભાગમાં ચોરાબારી ગ્લેશીયર આવેલું છે. ૬ મહિના પછી એપ્રિલ અથવા મે મહિનામાં મંદિર ખોલવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે –ત્યાં મંદિરના દરવાજા બંધ હોવા છતાં રોજ શિવની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને જયારે મંદિરના દ્વાર ખોલવામાં આવે ત્યારે મંદિરની સફાઈ કરી હોય તેટલી સ્વચ્છતા મંદિરમાં હોય છે.એવું કહેવાય છે કે આ મંદિરનું બાંધકામ પાંડવવંશના જનમેજય રાજા દ્વારા કરવામાં આવ્યું છે.