About

               વહાલા મિત્રો! થોડા દિવસો પહેલાં ફેસબુકમાં લોકાર્પણ કરેલ સત્સંગ એપ્સને બહુ મોટો પ્રતિસાદ મળ્યો છે. આ સત્સંગ એપ્સમાં નિયમિત એક જ્ઞાનવર્ધક પ્રશ્ન આવે અને તેનો ઉત્તર વિકલ્પમાં આપવાનો હોય અને બે પવિત્ર સંતોના મુખે સાંભળેલા અને સુંદર ભાષામાં લખાયેલાં સૂત્રો આવે છે. યુરોપ, ઓષ્ટ્રેલીયા અને આફ્રિકામાં આ Satsang Apps નો બહોળો ઉપયોગ હોવાને કારણે એક સૂત્ર નિયમિત ઈંગલિસમાં મોકલાવામાં આવે છે. ભારતમાં ઉતરપ્રદેશ, રાજ્યસ્થાન અને મહારાષ્ટ્ર સહિત હિન્દીભાષીનું વર્તુળ હોવાને કારણે એક સૂત્ર હિન્દીમાં મોકલવામાં આવે છે.

          આ Satsang Apps પણ એક Facebook ના વિભાગમાં આવતી હોવા છતાં એપ્સ સ્ટોર અને પ્લે સ્ટોર જેવું કામ આપનાર હોવાથી Facebook આ સત્સંગ માટે બહુ સાર્થક પુરવાર થયું છે. થોડા દિવસોમાં આ Satsang Apps  ના વર્તુળમાં હજારોની સંખ્યામાં મિત્રો જાડાયા અને નિયમિત લાઈક કરતા હોવાથી એમનો હૃદયનો પ્રતિભાવ પણ બહુ સારો મળતો રહ્યો છે.

        આજે આ Satsang Apps માં જઈએ છીએ ત્યારે પચીસ હજાર નહીં પરંતુ ૩૮,૦૦૦. હજારથી વધારે સભ્યો જાઈએ છીએ અને એ સર્વે મિત્રો આ Satsang Apps નો રોજ ઉપયોગ કરે, ત્યારે કહેવાનું મન થાય કે અનેક ધર્મપ્રેમી યુવાનોને ધર્મનો સંદેશ કે રાષ્ટ્રહિતનો સંદેશ આપવો હોય, તો એ બહુ સરસ ઉપાય છે. અમે આ Satsang Apps ના માધ્યમથી દરેક ધર્મપ્રેમી વર્ગને જીવનમાં પ્રેરણા અને અંતરમાં બળ આપનાર સ્વામિનારાયણ ભગવાન અને ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માના જીવન ઉપદેશમાંથી ચુંટેલાં સૂત્રો મોકલાવીએ છીએ. વળી નિયમિત ગુજરાતી ભાષામાં બે સૂત્રોનો બહુ સારો પ્રતિસાદ મળતો રહ્યો છે. અમે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી આ સત્સંગ એપ્સથી મોટા સંતોના આશિર્વાદથી બહુ ગૌરવ લઈ શકીએ છીએ.

        સામાન્ય જીવન વ્યવહારમાં બળ આપનાર અને સમયે સમયે પ્રેરણા આપનાર સૂત્રો મળી રહે તો યુવાનને ઘણું બધું મળી રહે છે. કયારેક કડવા અનુભવમાં અટવાયેલો યુવાન અચાનક સત્સંગ એપ્સમાં જાય અને સૂત્ર વાંચવામાં આવે તો જેમ અર્જુનને ભગવાનને આપેલ ગીતાના ઉપદેશથી નવું ચેતન મળી ગયું એમ થોડું બળ અવશ્ય મળી રહે છે.
આ શુભ હેતુથી તૈયાર કરેલ આ Satsang Apps ખરેખર દરેક યુવાનો માટે બહુ જ મહત્વની છે. અમને ગૌરવ છે કે આ સત્સંગ એપ્સને આટલો બહોળો સમુદાય ઉપયોગ કરે છે. હજુ અમારો લક્ષ્ય છે કે આ Satsang Apps માં આયુર્વેદની રીતો બતાવનાર પંક્તીઓ અને મોટા સિદ્ધ સંતોની પંક્તીઓ મુકવાની તેમજ  સમય સમય પર ઉજવાતા આપણી પરંપરાના મોટો ઉત્સવોની જાણકારી મળે અને તેની વિગતવાર માહિતી સાથે મળે, એવી પંક્તિઓ, ફોટાઓ અને વીડીયો મળી રહે, એવું લક્ષ્ય હાથ ધર્યું છે.

      આપણા સંપ્રદાયના આચાર્ય મહારાજ અને આપણા કચ્છ ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી પુ.ધર્મનંદનદાસજી, સ.સ્વામી પ્રેમપ્રકાશદાસજી, સ.પાર્ષદ જાદવજી ભગત, સ. પુરાણી સ્વામી કેશવપ્રસાદદાસજી, સ.સ્વામી સનાતનદાસજી સહિત વડીલ સંતોના આશિર્વાદથી આ સત્સંગ એપ્સને ખરેખર બહુ જ મોટી સફળતા સાંપળી છે.

       સત્સંગ એપ્સનું આવું મોટું સંગઠન કે જેમા ૩૮,૦૦૦. હજારથી વધારે સભ્યો હોય એવું બીજે કદાચ કયાંય જાવા નહીં મળે. જે કાંઈ સમય સમય પર સમાચાર કે સત્સંગનાં પુષ્પો આપવાં હોય તે તરત આપી શકાય છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવન દરમ્યાન આપેલ ઉપદેશ અને સમકાલિન સંતોએ આપેલ જીવન જીવવાની અણમોલ સુક્તિઓ દુનિયાની દરેક વ્યક્તિને આપીને દરેકને નવી ચેતના આપવાનો અમે ધ્યેય રાખ્યો છે અને અમને વિશ્વાસ છે કે આપણા ભુજ સ્વામિનારાયણ મંદિરના મોટા સંતોના આશિર્વાદથી અને અમારા દાદા ગુરુ કે જે સિદ્ધ મહાયોગી હતા, એવા નંદકિશોરદાસ સ્વામી જેવા સંતોના આશિર્વાદથી હજારો લોકોને અણમોલ જીવન જીવવાની રીતભાત જાણવા અને માણવા મળશે.


।। સ.શાસ્ત્રી સૂર્યપ્રકાશ આચાર્ય- કચ્છ।। શ્રી સ્વામિનારાયણ મંદિર