કયું વૃક્ષ ભગવાન શિવનું પ્રિય છે?

0
232
Aegle Marmelos
Aegle Marmelos

             સદાય સૌનું કલ્યાણ કરનાર ભગવાન શિવનું પ્રિય એવું બિલીપત્રનું વૃક્ષ છે. જે માનવજાત માટે ઘણું કલ્યાણકારી છે. ધાર્મિક દ્રષ્ટિએ બિલીપત્ર શિવના મહાદેવ પાસે વધારે જોવા મળે છે. જ્યાં બીલીનું વૃક્ષ હોય છે ત્યાં હવા શુધ્ધ રહે છે અને તેના ફૂલમાંથી પ્રસરતી સુગંધના કારણે આજુબાજુનું વાતાવરણ મહેકતું રહે છે. હિંદુ ધર્મમાં તેને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેના થડમાં ભગવાન શિવનો વાસ રહેલો છે. તેના ત્રણ પાંદડા હોવાને કારણે તેને ત્રિદેવ સ્વરૂપ પણ માનવામાં આવે છે પરંતુ પાંચ સમૂહના પાંદડાને વાધું શુભ માનવામાં આવે છે.

              ભારતીય ઋષિઓએ બીલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહત્ત્વ વધાર્યું છે. એક વખત ફરતાં ફરતાં દેવી પાર્વતીના લલાટ ઉપર પ્રસ્વેદ બિંદુ આવ્યું. દેવીએ તે ખંખેરીને જમીન ઉપર નાખ્યું અને તેમાંથી એક વિશાળ વૃક્ષ પાંગર્યું. બીલીપત્રનું ત્રણ પાંદડાનું ઝુમખું હોય છે. ભગવાન શિવના શણગાર માં વનનાં ફૂલો, ધતુરો, બિલીપત્ર,અને રુદ્રાક્ષથી કરવામાં આવે છે.શંકર ભગવાનના પુજનમાં બીલીપત્ર ચડાવવામાં આવે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા આરાધના કરવામાં આવે છે અને શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક,અને બિલીપત્ર ના પણ દ્વારા પૂજા કરે છે. મે મહિના માં તેમાં નવા ફૂલ ફૂટી નીકળે છે,તેના ફળ માર્ચ થી મે મહિના ની વચમાં થાય છે.

Save

LEAVE A REPLY