।। સદ્ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ ।।

0
607

અષાઢી પૂર્ણિમા એટલે ગુરુદેવનું અર્થાત્ સાક્ષાત પરમાત્માના એક રૂપનું પૂજન કરવાનો અને આશિર્વાદ લેવાનો પાવન પર્વ. જીવનમાં સફળ થવાની અનેક પ્રકારની યુક્તિઓ અને પ્રેરણ સ્વતઃ મળતી હોય તો સદ્દગુરુના પ્રતાપથી જ મળે છે.

સમયપર સ્વત: અંતરમાં પ્રેરણાનો શ્રોત પ્રવાહિત થવો, એ કાંઈ સામાન્ય વાત નથી પરંતુ એમને માટે અંતરને ચેતનવંત કરવું પડે છે. અંતને ચેતનવંત કરવા માટે આદર્શ પાત્ર સદ્દગુસ્ની પ્રસન્નતા અને મોટા પુરુષોની કૃપા જોઈએ.

આપણા માનવજીવનમાં સદ્ગુના સ્થાને રહેલાં પાત્રો અનેક છે. પ્રથમ સદ્દગુરુના સ્થાને પોતાના માતા પિતા છે અને બીજે સ્થાને જીવનોપયોગી શીક્ષા દિક્ષા અને જીવનપંથ બતાવનાર વડીલ સદ્દગુસ્ના સ્થાને છે. માતા પિતા, વડીલ આદર્શ વ્યક્તિ અને શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો, પોતાના સંતાનોને કે શિષ્યોને પોતાના માનીને તેમના જીવનને સફળતાના શિખર સુધી પહોચાળે છે. જીવનને સફળતાના શિખર સુધી પહોચાળનાર અને આત્માને છેક પરમાત્માના ચરણો સુધી પહોચાળનારનું. પૂજન, અર્ચન, પ્રાર્થના અને સેવા ક્રવી એટલે ગુરુપૂર્ણિમાનો પર્વ મનાવવો.

સાચા સદ્દગુરુ પોતાના સમર્પિત સેવકની, અનેક તકલીફો વેઠીને, સદાચાર રૂપી હથોડી અને જ્ઞાનરૂપી ટાંકણેથી તેના ઘાટ ઘડે છે અને સર્વત્ર આદરણીય તેમજ સફળપાત્ર બનાવે છે. સેવકના દોષોને અને તેની ખામીઓને હટાવીને સર્વગુણ સંપન્ન કરે છે. એટલે તો સેવક ગુરુપર્વ પ્રસંગે તેમનું અર્ચન, પૂજન અને ભાવપુષ્પો અર્પણ કરે છે. સંસારના દુઃખ માત્રને દુર કરવા અને અંતરમાં પ્રકાશ પાથરવો, એ સિહ સદ્દગુરુ વિના કયારેય સંભવ નથી. જીવનમાં પ્રકાશ પથરાય વિના સાચું ખોટું દૃષ્ટીગોચર થતું જ નથી. સદ્દગુરુ સત્યની, ચૈતન્યની અને આનંદબ્રહ્મની ઓળખ કરાવે છે એટલે સદ્દગુરુ આપણા માટે પરમાત્મા કહેલા છે.

સત્સ્ત્ર સિદ્ધ સદ્દગુરુના સેવનથી સમર્પિત સેવકના જીવનમાં ભગવદીય ગુણો પ્રગટ થાય છે અને ઈશ્વરીય આનંદની અનુભૂતી થાય છે. સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં એભલખાચર પોતાનું જીવન સમર્પણ કર્યું અને યોગીરાટ ગોપાળાનંદ સ્વામીને, ગામ રોજકાના શિવશંકર ભટ્ટ પોતાનું જીવન સમર્પણ કર્યું તો તો એમનું આ લોકમાં અને પરલોકમાં ધનુર્ધારી અર્જુન જેવું જ પરમ કલ્યાણ થયું.

બ્રહ્માનંદ અને મુક્તાનંદ સ્વામી જેવા સાચા સદ્દગુરુના સેવનથી અને તેમની અનુવૃત્તિથી સેવકમાં એમના જેવા અને સાક્ષાત પરમાત્મા જેવા ગુણો અને એવાં ઐશ્વર્યોનો આવિર્ભાવ થાય છે, એટલે દરેક વ્યક્તિએ આવા ગુરુ પૂર્ણિમાના પાવનધર્વે સદ્દગુરુની પૂજા, અર્ચના અને પ્રાર્થના કરવી તેમજ તેમને ભાવપુષ્પો અર્પણ કરવાં.

આપણા જીવનમાં ભલે પ્રથમ માતાપિતા જ સદ્દગુરુનું સ્થાન ધરાવે છે પરંતુ માતા પિતાથી વિશેષ સ્થાન એવા આદર્શ પાત્રોનું છે કે જે આપણને સંસારના જ્ઞાનની સાથે વેદ, ઉપનિષદુ, શ્રમદ્ ભગવદ્ ગીતા જેવાં સત્સ્ત્રોની ઓળખ કરાવીને આત્મીય અને ઈશ્વરીય જ્ઞાનનો સાક્ષાત્કાર કરાવે છે. આવા સદ્દગુરુથી વિશેષ એમનું સ્થાન છે કે જે પોતાના સેવકને ભગવદીય જ્ઞાન વિજ્ઞાનનો સાક્ષાત્કાર કરાવીને જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરાવીને, તેને સ્વામિનારાયણ ભગવાનનાં દિવ્ય ચરણોની અખંડ સેવામાં જોડે.

મિત્રો! ગુરુ પૂર્ણિમા એક માનવ માત્રને પોતાના આદર્શપાત્ર વ્યકિતનો આભાર વ્યક્ત કરવાનો પર્વ છે. સાચા શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ સદ્દગુરુની પૂજા અને અર્ચના ક્રવાનો પર્વ છે. આજે એમનું પૂજન કરવાથી કે તેમને ભાવપુષ્પો અર્પણ કરવાથી સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનને ભાવપુષ્પો અને પ્રાર્થના અર્પણ થાય છે. આજે એમની પૂજાથી આપણા અંતરની ચેતના જાગ્રત થાય છે અને ભગવદીય ચેતનાનો સાક્ષાત્કાર પણ થાય છે, અર્થાત્ પરમ ચૈતન્યની પ્રગટ અનુભૂતી થાય છે.

સત્સ્ત્રો કહે છે કે સદ્ગુના અર્ચનથી સાક્ષાતુ ભગવાન વેદવ્યાસનું પૂજન થાય છે. સદ્દગુરુનાઅર્ચન અને પ્રાર્થનાથી નારદ, શુકદેવજી, જગતગુરુ શ્રીમદ્દ શંકરાચાર્ય, ભગવદ્દપાદ શ્રીમદ્ રામાનુજાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, આપણા સિદ્ધ પરમહંસ બ્રહ્માનંદસ્વામી કે સિદ્ધ યોગીરાટ ગોપાળાનંદ સ્વામી જેવા પરમહંસોનો પરમ રાજીપો સાંપળે છે.

સદ્ગુરુ જ આપણને સાચી દુષ્ટી આપે છે અને જીવનને સુખરૂપ કરનારી સત્ય હકિકત પોતે વર્તન કરીને બતાવે છે

એટલે તો આપણી પરંપરામાં નિયમિત સદ્ગુને ભાવથી વંદન અને નમસ્કાર કરવામાં આવે છે કારણ કે સદ્ગુરુ જ આપણને સાચી દુષ્ટી આપે છે અને જીવનને સુખરૂપ કરનારી સત્ય હકિકત પોતે વર્તન કરીને બતાવે છે. આવા સદ્દગુરુના ચરણોમાં હજારો ભાવપુષ્પો સમર્પણ હો.

।। અસ્તુ ।।

શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી ભુજ કચ્છ