શ્રી નીલકંઠવર્ણીનું વનવિચરણ

0
1083
nilakanthavarninum vanavicarana
nilakanthavarninum vanavicarana

અક્ષરધામના અધિપતિ સર્વોપરી પુરુષોતમ નારાયણે મુમુક્ષુ આત્માઓના આત્યંતિક મોક્ષ માટે ધર્મભક્તિ થકી માનવ શરીર ધારણ કર્યું. અગિયાર વર્ષ સુધી છપૈયા – અયોધ્યામાં રહીને અનેક બાલચરિત્રો કર્યા.

અગિયાર વર્ષે માતા – પિતાને દિવ્યગતિ આપી વિક્રમ સંવત ૧૮૪૯ અષાઢ સુદ દશમના રોજ વહેલી સવારે સ્નાન કરવાના નિમિતે ઘરથી નીકળી ગયા. અનેક મુમુક્ષુઓના કલ્યાણ માટે તીર્થને તીર્થોતમ બનાવવા તથા ઋષિમુનિઓની સાધનાને પૂર્ણ કરી તેની મનોકામનાઓ પૂર્ણ કરવા તેમજ સંસારમાં ધર્મનું સ્થાપન કરી અધર્મનો નાશ કરવા માટે નીલકંઠવર્ણી વનમાં નીકળી ગયા.

પ્રભુએ ઘર છોડવાનો વિચાર કર્યો. પરંતુ ભાઈ, ભાભી તથા સ્નેહીજનોની આજ્ઞા વિના ઘરથી નીકળી ગયા કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ ક્યારેય વનમાં જવાની રજા નહીં આપે અને વનમાં જવામાં વિઘ્ન આવે.

આજનો પવિત્ર દિવસ અષાઢ સુદ દશમના ઘનશ્યામ મહારાજ સ્નાન કરવા માટે સર્યું કિનારે પહોચ્યા. એ વખતે મહારાજે કૌપીન ધારણ કરેલું હતું. ખંભા ઉપર મૃગચર્મ, હાથમાં પલાસનો દંડ, ગળામાં તુલસીની બેવડી કંઠી, લલાટમાં ઉર્ધ્વપુંડ તિલક, કેડ ઉપર મુજની મેખળા, એક હાથમાં કમંડલુ  અને બાલમુકુંદની મૂર્તિ, ચાર શાસ્ત્રોનો ગુટકો, પાણી ગાળવા માટે જલગરણું અને શાલિગ્રામ સાથે લઈને નીલકંઠ પ્રભુ સરયુના કિનારે ઉભા હતા.

Save