ચિત્તશુદ્ધિ

0
273

ચિત્તશુદ્ધિ અર્થાત્ ચિત્તને શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ચિત્તને સ્નાન કરાવ્યા વિના ધ્યાનયોગનો પ્રારંભ કરવો એ અનર્થને આપનારો થાય છે. જેણે ચિત્તશુદ્ધિ કર્યા વિના ધ્યાનયોગ પ્રારંભ કર્યો અને તે ધ્યાનયોગ સિદ્ધ કર્યો તેણે લગભગ સર્વત્ર અનર્થ સર્જ્યો છે.

ચિત્તને એકાગ્ર કરી રાવણે ધ્યાનયોગ સિદ્ધ કર્યો પણ તેણે ચિત્તને ભાવાત્મક ગંગાજળથી અને ભગવાન નારાયણની ભક્તિરૂપી વૈતરણીના પવિત્ર જળથી સ્નાન કરાવ્યું ન હતું. તેથી તેણે પોતાનો વિનાશ કર્યો અને પોતાની નિર્દોષ પ્રજોનો કેવળ પોતાના ક્ષુલ્લક સ્વાર્થ ખાતર વિનાશ કર્યો અને અનેક પવિત્ર નારીના ચુડલા ભંગાવ્યા.

“અણુશસ્ત્રોની શોધ તીવ્ર સંકલ્પના બળ વિના અને

ચિત્તની એકાગ્રતા વિના શક્ય જન બને.”

અણુશસ્ત્રોની શોધ તીવ્ર સંકલ્પના બળ વિના અને ચિત્તની એકાગ્રતા વિના શક્ય જ ન બને. એ વૈજ્ઞાનિકોનું ચિત્ત અત્યંત એકાગ્ર થયેલું છે.એમણે સુક્ષ્મ શોધ માટે સખતથી સખત ધ્યાન યોગ સાધ્યો છે પણ એ અણુશસ્ત્રોના વાપરનારા આ પવિત્ર ભગવાનની દુનિયાનો વિનાશ આણવામાં જરા પણ ખચકાતા નથી. તેનું ઉદાહરણ જાપાનનાં બે મહાનગરો આપણી નજર સમક્ષ મોજૂદ છે. હજુ કેવા કેવા અનર્થો આ ભૂમિમાં પેદા થયેલા ભૂમિપુત્રોને જોવા પડશે એ કહેવું અતિ ઊતાવળું કહેવાશે.

ભગવાન સ્વામિનારાયણે અને વેદ,પુરાણ, સ્મૃતિ અને સંહિતાઓએ તેમજ મહાન સાધક ઋષિમુનિઓએ ચિત્તને પ્રેમરસથી અને ભગવદ્‌ભક્તિરસથી સ્નાન કરાવવાના અનેક  ઉપાયો આપણને બતાવ્યા છે.એ ઉપાયોને ચરિતાર્થ કરવાથી ચિત્તને શુદ્ધ ધ્યાનયોગમાં લાયક બનાવી શકાય છે અને સાચી આત્યંતિકી શાંતિનો લહાવો માણી શકાય છે અને એ શાંતિથી વંચિત જનસમુદાયને પણ મહાલાભ આપી શકાય છે.

આપણે જ્યારે મંત્રના ઉચ્ચારણ પૂર્વક સ્નાનથી શરીરને  પવિત્ર કરીએે છીએ ત્યારે ભગવાનની બાહ્ય પૂજો કરવા માટે લાયક બનીએ છીએ, તેમ  ચિત્તને શુદ્ધ ભગવદ્‌ભક્તિરસરૂપ જળથી સ્નાન કરાવીએ ત્યાર પછી દૃઢ ધ્યાનયોગથી અંતરમાં ભગવદ્‌દર્શનનો અમૂલ્ય લાભ લઈ શકીએ છીએ.

Shastri Surya Prakash Dashji

આપણે જ્યારે મંત્રના ઉચ્ચારણ પૂર્વક સ્નાનથી શરીરને  પવિત્ર કરીએે છીએ ત્યારે ભગવાનની બાહ્ય પૂજો કરવા માટે લાયક બનીએ છીએ, તેમ  ચિત્તને શુદ્ધ ભગવદ્‌ભક્તિરસરૂપ જળથી સ્નાન કરાવીએ ત્યાર પછી દૃઢ ધ્યાનયોગથી અંતરમાં ભગવદ્‌દર્શનનો અમૂલ્ય લાભ લઈ શકીએ છીએ.

પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનાં દિવ્ય ચરણારવિન્દમાં  પ્રાર્થના કરીએ, એમના પવિત્ર સાધકોની સેવા કરીએ અને આપણા ચિત્તને શુદ્ધ કરવા તેમની પાસે તેના ઉપાયો સમજી તેમને તેમ સાવધ થઈએ.

આપણને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે જેને શાસ્ત્રોમાં પરબ્રહ્મ શબ્દથી કહેવામાં આવ્યા છે, શ્રીકૃષ્ણ શબ્દથી કહેવામાં આવ્યા છે, વાસુદેવ શબ્દથી કહેવામાં આવ્યા છે એવા એ પરમ ઈશ્વરને આપણા પોતાના ઈષ્ટદેવમાની તેમની પ્રસન્નતા માટે અને ચિત્તને ઉત્સવરૂપ બનાવા કટીબદ્ધ થઈએ.

કદાચ કોઈ અજ્ઞાની વર્ગ અમૂક નામ માટે  મહા ભારે અનર્થ સર્જતો હોય તો ભલે તે તેમ કરે પણ દરેક ભગવદ્‌ વાચ્ય શબ્દનું પરબ્રહ્મમાં પર્યાવસાન થાય છે તે જ અંતરમાં રાખવું અગત્યનું છે અને એજ  ચિત્તની આખરી શુદ્ધિ છે.

વ્હાલા ભક્તો ! ચિત્તશુદ્ધિ માટે વિવિધ પ્રકારના નુસખા હોય છે. ઉત્સવો ઉજવવા એ પણ એક ચિત્તને શુદ્ધ કરવોનો નુસખો જ છે તો ભક્તો! આપણે તેનો શુદ્ધ પ્રયોગ કરવા તત્પર થઈએ.