નારીનું સન્માન

0
986
નારીનું સન્માન

               વિશ્વબંધુતાનો અને ધાર્મિક સહિષ્ણુતાનો મહામંત્ર આપણને આપણા પૂજનીય સાચા વિજ્ઞાની ઋષિઓએ આપ્યો છે. અને તેથી તો આપણા દેશની પ્રાચીનતાની અને મહાનતાની ગૌરવગાથા દુનિયાના મહામનીષીઓ ખુલ્લે મુખે ગાય છે.

વિશ્વબંધુતાનો અને ધાર્મિક સહિષ્ણુતાનો મહામંત્ર આપણને આપણા પૂજનીય સાચા વિજ્ઞાની ઋષિઓએ આપ્યો છે. અને તેથી તો આપણા દેશની પ્રાચીનતાની અને મહાનતાની ગૌરવગાથા દુનિયાના મહામનીષીઓ ખુલ્લે મુખે ગાય છે.

આપણા મહાન પૂર્વજોએ આપણને અણમોલ પુષ્પો આપ્યાં છે.અને એ પુષ્પો એટલે વેદ, સંહિતા, ઈતિહાસ, પુરાણ વિગેરે. વેદ પુષ્પોની મહેક માણનારો અને વેદ અનુમોદિત મર્યાદાનું પાલન કરનારો સમાજ, સદા વંદનીયા અને અભિનંદનીયા નારીશક્તિનો (માતૃ શક્તિનો) ઉપકાર અને તેનું બલીદાન કદીયે ભૂલી શકે એમ નથી.

જ્યાં જ્યાં નારીની મશ્કરી કરવામાં આવી, નારીનું અપમાન કરવામાં આવ્યું, નારીને ધૂત્કારવામાં આવી અને એ નારીને વ્યક્તિગત મિલ્કત માની, તેનો જેમ ફાવ્યો તેમ દુરુપયોગ કરવામાં આવ્યો  ત્યાં ત્યાં સક્ષમ અને ધૈર્યશાલી, હોશિયાર અને સચેત તથા ચતુર અને ચાલાક નારીએ, સંત, સતી અને સતશાસ્ત્રના સહવાસથી પોતાના મનને મકકમ બનાવી અને આત્મબળ સંપાદન કરી કલ્પના બહારના વિનાશો કરવામાં સફળતા હાંસલ કરી છે. સંતો, શાસ્ત્રો અને સાધકો કહે છે કે નારીમશ્કરી સંસારનો મહા વિનાશ પણ નોતરી શકે છે. એટલા માટે નારીની મશ્કરી સાચા સાધકને અને સાધ્વીને કયારેય પણ પ્રસન્ન કરી શકે નહિ. અરે! ભગવાનને તો નારીની મશ્કરી કરનાર કયારેય પ્રસન્ન કરી શકે નહિ.

ભરી સભામાં એક નારીનું હળાહળ અપમાન કરવામાં આવ્યું તો તેનું તે અપમાન કરનારાઓને  જ્વલંત પરિણામ નરી આંખે નિહાળવું પડ્યું,  કેટલાયને અકાળે કમોતને સ્વીકારવું પડ્યું.

               નારીશક્તિનું અપમાન કે છેડતી કરનારને  પુષ્પો  સંદેશ આપે છે કે નામર્દો! માતૃશક્તિના દૃઢ મનોબળને કયારેય છંછેડવા ડહાપણ કરશો નહિ.

નારીશક્તિનું અપમાન કે છેડતી કરનારને  પુષ્પો  સંદેશ આપે છે કે નામર્દો! માતૃશક્તિના દૃઢ મનોબળને કયારેય છંછેડવા ડહાપણ કરશો નહિ. જે નારીએ સંત, સાધક, સતી અને સત્શાસ્ત્રનું  એકાંત સાન્નિધ્ય સેવ્યું છે અને યોગ્ય ગુરુના સહવાસે દૃઢ આત્મવિશ્વાસ કેળવ્યો છે તથા સહનશીલતાને આત્મસાત કરી છે અને પોતાના જીવનને મજબુત બનાવ્યું છે  એવી નારી શક્તિને ક્યારે પણ છંછેડવા ડહાપણ કરશો નહીં.

નારી ભલે અબળા કહેવાતી હોય પણ જ્યારે શ્રીરંગ (બ્રહ્માનંદ) જેવા કોઈ મહા સિધ્ધ સંતનું સાન્નિધ્ય અને ધનબાઈ ફઈ જેવાં માતાજીનું નિકટ સાન્નિધ્ય સેવી તેમનું શિષ્યત્વ ગ્રહણ કરે અથવા અદીબા કે લાધીબા કે લાડુબા કે મીરાંબાઈ જેવી મહાસતીની વાતોને અંતરમાં ઉતારે ત્યારે એ એક નારી મહામાયા જેવી સામર્થી સંપાદન કરે છે અને અબુધ કે ગમારને કે તોફાની કે નીચને યોગ્ય પાઠ શીખવી શકે છે.