આટલી ભૂલ છે!

0
652
આટલી ભૂલ છે!

પોતાના જે દોષ જોઈ શકે તે સંત છે અને બીજાના જે દોષ જોઈ શકે તે માણસ છે અર્થાત્ અસંત છે. જેમ ઓલ્યો ઊંટ બીજા સર્વે પ્રાણીઓના દોષ જોઈ શક્યો પણ પોતાનો એક પણ દોષ જોઈ શક્યો નહિ. ઊંટ જેવા સ્વભાવના માણસો પોતાના દોષ જોઈ શકતા નથી. દલપતરામ આ હકીકતને કટાક્ષમાં માણસને મીઠા ચાબુક મારી ઊંટની પ્રકૃતિ બતાવીને કહે છે કે બીજાનું જોનારને જો કોઈ શિયાળ આવીને બતાવે તો જ તેની આંખ ઊઘડે છે. પરંતુ ચતુર શિયાળ વિના ઊંટને શાન આવે નહિ.

બીજાને ઉપદેશ આપવો હોય તો કોઈ માણસ વામણો પડતો નથી. બીજાના દોષ બતાવા હોય તો કોઈને તે વિષે સમય જોઈતો નથી. કેટલાક તો મોટી વયનો બરાબરનો ગેરલાભ ઊઠાવી આમપ્રજાને સતયુગથી ગેરમાર્ગે દોરતા આવ્યા છે. આજે જ્યારે કળીકાળ ચાલતો હોય ત્યારે કયો મોટા માથાનો માનવી તેનો ગેરલાભ ન ઊઠાવે?

પોતે પતિવ્રતાના ધર્મથી અનેક વાર ભ્રષ્ટ થઈ હોય છતાં  બીજી નિર્દોષ બહેનોની આગળ જઈ દોઢડાહી થાય છે. ધર્મથી પડેલી, બીજીને પવિત્રતાનો પાઠ ભણાવા જાય! કેવું આશ્ચર્ય કહેવાય કે ગાંડીને કોઈ પરણે નહિ અને તે ગાંડી ડાહીને શિખામણ દેવા સામેથી જાય!

સ્નાન કરવાની જેને ત્રેવડ ન હોય તે પોતાના ચેલાને પોતાના પગ ધોવાનો આદેશ આપે! પોતાના મુખમાંથી દુર્ગંધ આવતી હોય તેવા માણસો બીજાને મુખશુદ્ધીનો પાઠ ભણાવે છે! પહેરેલાં કપડાંમાં કેટલીય ગાંઠો પડી હોય તેવા લગર વગર બીજાને સારાં કપડાં પહેરવાની સૂચના કરે છે!

ધન્ય છે એવા સંતોને કે જેનાં મન, વચન અને શરીર પુણ્યરૂપી અમૃતથી પૂર્ણ ભરેલાં છે. ધન્ય છે એવા સંતોને કે જે કાયા, વાણી અને મનથી બીજાનું ખરાબ કરવાનું વિચારતા પણ નથી. ધન્ય છે એવા સંતોને કે જે પોતાના કાર્યથી અને વ્યવહારથી અને આચરણથી ત્રણે ભુવનને પવિત્ર કરવા માટે પોતાની કાયાને ઘસી નાખે છે. ધન્ય છે એવા સંતોને કે જે સદા પોતાના દોષોને જ જોતાંતા રહે અને બીજાના અલ્પ સરખા ગુણોને પર્વત જેવડા મોટા માની તે ગુણોને પોતાના જીવનમાં વાગોળ્યા કરે. ધન્ય છે એવા સંતોને કે ભૂલેલાને વિના ધૂત્કારે પોતાની પવિત્ર ગોદ આપી પોતાના જીવનને દિવ્ય મહેકથી મહેકતું કરે. ધન્ય છે એવા સંતોને કે જેમાં બીજાનું ખરાબ થાય એવું પગલું પણ ન ભરે.

મિત્રો! આવા સંતોના તો રાજર્ષિ ભર્તૃહરિ ભારોભાર વખાણ કરે છે. આવા સંતોના તો ભક્તચિંતામણીંમાં વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ અનંતવાર ગુણલા ગાયા છે.

।। સુણી પારકા દોષને દાટે, તે જીવના રૂડા થવા માટે ।।

આ પ્રકરણમાં તો સંત વિષે સ્વામીએ કહેવામાં કે નવાજવામાં  કાંઈ બાકી રાખ્યું ન હોય એમ લાગે છે. કદાચ કાંઈ બાકી રાખ્યું હોય તો પણ આપણા જેવા સામાન્ય માણસો કોઈ  જાણી શકે એમ નથી. એમને માટે તો એજ એવા છે કે જે જાણી શકે.

મિત્રો! આજે આપણી વાત કરીએ તો જેમ એક સમર્થ ચિંતકે કહેલું એવી સ્થિતિ છે. પુનમની રાત્રિએ માણસ બોલ્યો કે ‘ હે ચંદ્ર! તારી શીતળતા અને આહ્લાદકતા જોઈ મને એમ થાય છે કે જો તારામાં કાંઈ ડાઘ ન હોત તો?’         એક દિવસ સમુદ્રને કિનારે જઈ સમુદ્ર જોઈ બોલ્યો કે ‘હે સમુદ્ર! તું કેટલો વિશાળ અને અનેક પ્રકારની સમૃદ્ધિથી સભર, પણ તારામાં આવી ખારાશ ન હોત તો?’

પ્રાતઃકાળે કોયલનો મધુર અવાજ સાંભળી એ માણસ કોયલને જોઈ બોલી ઉઠ્યો કે‘ એ કોયલ! તારો કેવો મધુર અને નિખાલસ ટહૂકો છે, પણ તારામાં રૂપ જોઈએ તો કેવું કાળું!’

આ માણસને એકી અવાજે ચંદ્ર, સમુદ્ર અને કોયલ કહે છે કે ‘હે માનવ! તું ભગવાનની અપ્રતિમ પ્રતિમા છો. તું પરમાત્માની સૌથી શ્રેષ્ઠકૃતિ છો. તું પરમાત્મા જેવું સામાર્થ્ય ધરાવે છે.  જો તારામાં એક દોષ જોવાની દ્રષ્ટિ ન હોત તો?’

હવે માણસ પોતે કેવો છે અને કેટલે સુધી છે? જો પોતે પોતાને જોવા પ્રયત્ન કરે તો આટલા શબ્દે જરૂર કાંઈક પોતાને જાણી શકે અને પોતાનો રસ્તો નિર્માણ કરી શકે.