જેને ભૌતિક સુખની ચાહના હોય અને અભૌતિક સુખની તમન્ના હોય તેણે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જાઈએં? વાચકો! તમો જાણતો હશો. કદાચ કોઈક ન જાણતા હોય, તો તમો તેમને જરૂર જણાવજો.
બીજાને મદદ કરવાથી પોતાને સામેથી સંકટમાં મદદ મળી જાય છે, એ નિર્વિવાદ સત્ય છે. સામાન્ય રીતે દરેક જ્ઞાની, અજ્ઞાની, સમજુ, અણસમજુ એટલું તો જાણતા જ હોય છે કે આ લોકમાં સર્વે મનુષ્યો સુખી થવાના નથી. આ લોકમાં એ સુખ દુઃખની ભેદ રેખા કોઈ પણ ચક્રવર્તિ રાજા મિટાવી શકવાનો નથી.
બીજાને મદદ કરવાથી પોતાને સામેથી સંકટમાં મદદ મળી જાય છે, એ નિર્વિવાદ સત્ય છે. સામાન્ય રીતે દરેક જ્ઞાની, અજ્ઞાની, સમજુ, અણસમજુ એટલું તો જાણતા જ હોય છે કે આ લોકમાં સર્વે મનુષ્યો સુખી થવાના નથી. આ લોકમાં એ સુખ દુઃખની ભેદ રેખા કોઈ પણ ચક્રવર્તિ રાજા મિટાવી શકવાનો નથી.
હજારો પ્રયત્ન કરવામાં આવશે તો પણ ગરીબી અને અમીરીનો ભેદ સદાને માટે મિટાવી શકાશે નહિ. એ ભેદ અમર છે, શાશ્વત છે. છતાં કેટલીક બાબત એવી છે કે જેનું ધ્યાન રાખવાથી આવતી વિપત્તિ વિરામ પામી શકે છે અને મોટી મુશ્કેલી થોડામાં સમેટાઈ જાય છે.
ભગવાનનો કોઈ પવિત્ર ભક્ત હોય, આર્થિક સ્થિતિએ બહુ ગરીબ હોય, સ્વભાવે ઘણો ગરીબ હોય, મિત્ર સર્કલમાં ઘણો વામણો હોય, બોલવા ચાલવામાં થોડો ઝાઝો ગરીબ હોય, એવા કોઈ ભક્તને તુચ્છ સ્વાર્થ ખાતર છંછેડવામાં આવે, તેનું અપમાન કરવામાં આવે, તેની આબરુના ભરચોકમાં કાંકરા ઊડાડવામાં આવે તો એ ગરીબ ભક્ત કાંઈ કરી શકવાનો નથી પણ તેના અંતરમાં રહેલો મોરમુકુટધારી શ્રીકૃષ્ણ પરમાત્મા ગરીબને રંજાડનારને એવો પાઠ ભણાવે છે કે તે અનેક જન્મો સુધી પાયમાલી ભોગવ્યા કરે છે.
ભગવાન સ્વામિનારાયણ અંત્યના ૧૨મા વચનામૃતમાં કહે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. ન શ્રેષ્ઠકુળનું માન રાખવું, ન અમીરીનું માન રાખવું, ન રૂપનું માન રાખવું કે ન વિદ્વતાનું માન રાખવું.
ભગવાન સ્વામિનારાયણ અંત્યના ૧૨મા વચનામૃતમાં કહે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. ન શ્રેષ્ઠકુળનું માન રાખવું, ન અમીરીનું માન રાખવું, ન રૂપનું માન રાખવું કે ન વિદ્વતાનું માન રાખવું.
આપણને કદાચ ઉચ્ચ કુળમાં જન્મ મળ્યો હોય પણ જા વિવેક ન હોય અને સત્સંગ ન હોય તો કોઈ પણ નીચને ધૂત્કારતાં આપણને સંકોચ થતો નથી. તેની મશ્કરી કરવામાં આપણે આનંદ માણીએ છીએ. આપણે પોતાના કુળનું અભિમાનનું પોટલું માથે ઉપાડી ભટકતા હોઈએ છીએ. જો અભિમાનનું પોટલું માથે ઉપાડી ફરતા રહેશું તો મહા મહેનતે મેળવેલું સર્વસ્વ એક પળવારમાં ગુમાવી બેસશું.
નિષ્કુળાનંદ સ્વામી ચોસઠપદીમાં લખે છે કે । એક જમતાં બોલિયો શંખ, અસંખ્યથી શું સર્યું? । એક જમીને બોલ્યો નિઃશંક, જમુના જાવા કર્યું ।। એક નીચ, જેનો સ્પર્શ કરતાં પણ અંતરમાં આભડછેટનો ભાવ પેદા થાય એને ભોજન કરાવવાથી જ યજ્ઞનું ફળ મળી શક્યું.
એક જમતાં બોલિયો શંખ, અસંખ્યથી શું સર્યું? ।
એક જમીને બોલ્યો નિઃશંક, જમુના જાવા કર્યું ।।
કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ જો એનું કાંઈ ફળ ન મળતું હોય તો તો હદ થઈ જાય ને? અને ભક્ત જનો! જો, જે ન કરવાની હોય એ ભૂલ અભિમાનમાં ઘેલા બનીને કરી બેઠા તો મોટો અનર્થ થઈ જાય. સ્વામી સહજાનંદ કહે છે કે ધનના મદથી કે કુળના મદથી જો ગરીબ સત્સંગીના દાસાનુદાસ થઈ ન રહેવાયું તો પોતાની સ્થિતિ એક હડકાયા કૂતરા જેવી થઈ જશે. પછી પોતાની લાળ જેને અડશે તેને પણ તેવો જ હડકવા હાલશે.
આજે જો એઈડ્સનો કે એચઆઈવીનો રોગ કોઈને લાગ્યો તો તેની જીંદગી કેવળ ગણતરીના દિવસ માટે રહી અને દુઃખ ભોગવવાનું રહ્યું એ હજુ જુદુ!
જેણે ભગવાનના ગરીબ ભક્તની વિદ્યાના કે ધનના કે કુળના કે સત્તાના મદમાં આવી છેડતી કરી તો તેનો કોટિ કલ્પે ઉદ્ધાર થશે નહિ. જે ભગવાનના સંતની મશ્કરી કરશે અને મોટા કોઈ ભક્તની ઠેકડી ઊડાડશે કે તેના વિશે જેમ તેમ બોલશે અથવા એમનું જાણી જોઈ જ્યાં ત્યાં જેમના તેમના દ્વારા અપમાન કરે કરાવે તો. . તો. . .એમની કેવી હાલત થશે? એ જાણો છો?
એ તો આપણે એકાંતમાં બેસી શ્રીમદ્ભગવદ્ગીતા જેવાં અને વચનામૃત જેવાં દિવ્યશાસ્ત્રોનું ચિંતવન કરશું ત્યારે કાંઈક ખ્યાલ આવશે!
પવિત્ર બ્રાહ્મણોને મારી નાખ્યા હોય, નિર્દોષ બાળકો કે બાળાઓને મોતને ઘાટ ઊતારી નાખ્યાં હોય અને પોતાની ધર્મપત્ની કે બીજી અન્ય મહિલાઓનાં ખુન કર્યાં હોય કે કરાવી નાખ્યાં હોય, અરે! કામમાં પાગલ બની પોતાના ગુરુની પત્નીને વ્રતભંગ કરાવ્યો હોય, તેની સંગાથે વર્તમાન ચૂક્યો હોય તો પણ તેવી અધમ અને નીચ વ્યક્તિનો ઉદ્ધાર કરવો હોય તો થઈ શકે છે કારણ કે તેનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવેલું છે. ધનના મદથી કે કુળના મદથી કે પોતાની વિદ્વત્તાના મદથી જો ગરીબ સત્સંગીને કે સંતને હેરાન કર્યા કે દુભાવ્યા હશે તો તેનો ઉદ્ધાર કોટિ કલ્પ સુધી થવો સંભવ નથી! ! !
સ્વજનો! આપણને સુખ જોઈએ છીએ. આપણે હેરાન થાવું નથી. જો બીજાને કાંઈ કરવાથી આપણને પાયમાલ થવું પડતું હોય તો એ આપણે સ્વપ્ને પણ કરવા વિચારીએ નહીં.
સ્વજનો! આપણને સુખ જોઈએ છીએ. આપણે હેરાન થાવું નથી. જો બીજાને કાંઈ કરવાથી આપણને પાયમાલ થવું પડતું હોય તો એ આપણે સ્વપ્ને પણ કરવા વિચારીએ નહીં.
આપણને આ લોકના પૂરતા ભોગ ભોગવવા મળે અને પરલોકમાં પણ સુખ મળે એવું જ કેમ ન કરીએં? ચાલો, આપણે એવું જ કરવા કૃતસંકલ્પી થઈએ. કોઈ વ્યક્તિ અભણ હોય કે ભણેલી હોય, ગરીબ હોય કે ભિખારી હોય અને સંત હોય કે સાધક હોય દરેકને મધુર વચને બોલાવવા પ્રયત્ન કરીએ. આજે પ્રયત્ન કરવા લાગશું તો જરૂર થોડા દિવસો પછી આપણું જીવન તેવું ઘડાઈ જશે.
આપણને જે અંતરમાં ખેવના છે કે મને સુખ મળે. . . મને સુખ મળે. તો જો આપણે ગુરુ વચને અને પવિત્ર સંતના વચને કે સાચા સાધકના વચને બીજા કોઈ ગરીબ ભાગવતને સુખ આપવા તત્પર થઈશું તો ભગવાન નારાયણ જરૂર આપણા મનના કોડ પરિપૂર્ણ કરશે. ભગવાનને ભૂલી કોઈ સુખી થયો નથી અને થવાનો પણ નથી.