સાગરને કિનારે

    0
    119

    કદાચ વાચક વર્ગને એમ લાગે કે આ પુસ્તકનું નામ સાગરને કિનારે આવું કેમ રાખ્યું હશે. આ નામ મને જરા વધારે સારું લાગ્યું એટલે આ નામ રાખ્યું છે. ભગવાનની અને સંતોની કૃપાથી આપણને મહા મહેનતે જે ન મળે તે સહજમાં મળ્યું છે. એ મળ્યું સત્સંગનું ઈશ્વરીય જ્ઞાન અને ભગવાનનું ધ્યાન.
    આવું સહજમાં મળ્યું હોવા છતાં જોવાની તમન્ના કે આંકાક્ષા ઘટવાને બદલે વધતી જાય છે. જ્યાં હોઈએ ત્યાંથી જોવાનો જ પ્રયત્ન કરીએ છીએ. કદી અંદર ગોતો લગાવીએ નહીં. વર્તનમાં લાવવા કદી પ્રયત્ન ન કરીએ પણ બધેયનું જોયા કરીએ.
    જે આનંદનો ખજાનો ભર્યો છે એ માની શકુ , બીજાને જોવાને બંધ કરું અને હું પોતે ભક્તિરૂપી સાગરમાં ડૂબકી લગાવી પ્રભુની ચરણરજનો અધિકારી બની શકું અને ભગવાતોની સેવાનો અધિકારી શકું એ હેતુ માટે મેં આ અલ્પ પ્રયત્ન આદર્યો છે.
    મારા આ પ્રયાસમાં કાંઈ ઉણપ હોય અથવા ક્યાંક વધારે કહેવાયું હોય તો પ્રભુના પ્યારા સત્સંગના સ્થંભ અને સત્સંગના ગુરુદેવ ભુજ મંદિરના મહંત સદ્ગુરુ પુરાણી સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી, વયોવૃદ્ધ સદ્ગુરુ સ્વામી ધર્મકિશોરદાસજી, સદ્ગુરુ સ્વામી માધવપ્રિયદાસજી, મારા ઉપર સદા જેણે અમીદ્રષ્ટિ રાખી છે એવા મારા પરમ ગુરુદેવ સદ્ગુરુ પુરાણી સ્વામી શ્રી ઘનશ્યામજીવનદાસજી, સદ્ગુરુ સ્વામી પ્રેમપ્રકાશદાસજી, અમારા મંડળના સદ્ગુરુ પુરાણી સ્વામી કેશવપ્રસાદદાસજી,સદ્ગુરુ સ્વામી સનાતન દાસજી, સદ્ગુરુ પુરાણી સ્વામી નિષ્કામચરણદાસજી, અ.નિ. મારા ગુરુદેવ સદ્ગુરુ સ્વામી ઘનશ્યામપ્રિયદાસજી, ઈશ્વરીય બ્રહ્મજ્ઞાન પ્રદાતા મારા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ટ પરમ ગુરુદેવ તથા સર્વે સંતો અને નિષ્ઠાવાન સત્સંગી બંધુઓ તમે ચલાવી લેશો એવી મારા આપણા ઇષ્ટદેવના પવિત્ર ચરણોમાં પ્રાર્થના.

    Download Now