સમૃદ્ધિનું પ્રતિક રંગોળી

0
1220
Rangoli
Rangoli

        મોટાભાગે સૌ કોઈ દિવાળી જેવા શુભ પ્રસંગો પર ઘર આંગળામાં કે પ્રવેશ દ્વાર પર રંગોળી સુસજીત કરતાં હોય છે, તેનો આનંદ જ કંઈક અલગ પ્રકારનો હોય છે. સામાન્ય રીતે રંગોળીને વિવિધ શુભ અવસરો પર બનાવવામાં આવે છે. રંગોળી એ ભારતની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરા અને લોકકલા છે. તેમજ પ્રાચીન સમયમાં રંગોળીના ઈતિહાસ અને મહત્વને પણ દર્શાવવામાં આવેલ છે. પ્રાચીનતમ દ્રષ્ટિથી જોઈએ તો ‘રંગોળી’ એ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ એવો થાય છે કે, રંગો દ્વારા લાગણીઓને અભિવ્યક્ત કરવી.

        રંગોળીનું બીજું નામ અલ્પના પણ છે. પ્રાચીન સમયમાં લોકોને એક વિશ્વાસ હતો કે આ કલાત્મક ચિત્ર શહેર અને ગામને ધન્ય-ધાન્યથી પૂર્ણ રાખવામાં સમર્થ હોય છે. તેના જાદુઈ પ્રભાવથી સંપતિ પણ સુરક્ષિત રહે છે. આ દૃષ્ટિકોણથી વિવિધ રંગોની કલાનું ધાર્મિક અને સામાજિક પ્રંસગોના પરિપ્રેક્ષ્યમાં તેનો ઉપયોગ કરાય છે. તેમજ રંગોળીએ ધાર્મિક અને સંસ્કૃતિક માન્યતાનું પ્રતિક છે. સુખ અને આનંદની પ્રતિક સમાન રંગોળી એ રંગમયી અભિવ્યક્તિ છે.

LEAVE A REPLY