મારા શબ્દો પ્રાણ છે કે વ્યક્તિને પ્રેરણા આપે એવા છે, એમ કહેવાય નહીં, પણ એટલું મને કહેવાનું મન થાય છે કે પ્રેરક શબ્દો જે જે સાધકના કે સ્થિતપ્રજ્ઞના હોય એ અવશ્ય સૌને અનોખું આંતરિક અને બાહ્ય બળ પૂરું પાડે છે.જીવનના પ્રેરક મંત્રોને જીવન મંત્રો કહેલા છે. એનું કારણ એ છે આ જીવનને અનોખું બળ આપનારા છે અને સૂર્ય જેવું જીવન આપી સૌને તેજસ્વી બનાવે અને નિર્ભયતા આપે છે. જીવનના પ્રેરક મંત્રો દરેક વાચક વર્ગની સામર્થી અને શક્તિને વધારે છે અને જીવનનું અંધારું હટાવે છે એટલે મંત્રો કહેલા છે.
યુવાનને પ્રેરણા સાધક આપે અને કડકળતી ઠંડીમાં સૌને આશ્રય પણ પવિત્ર સૂર્ય જેવો સાધક જ આપે. ભયને હટાવાનું બળ સાચા સાધકો આપે અને જીવનની નિર્બળતાને નાબુદ કરવાનું સામર્થ્ય પવિત્ર જીવન મંત્રો જ આપે.
પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે કે, ‘જીવન જોયા લાગ છે રે’ જીવન એટલે ભગવાને આપેલી એક અનુપમ સોગાદ અને જીવન એટલે સહજાનંદ સ્વામી. સહજાનંદ સ્વામીના શબ્દો એટલે તો વાત જ ન્યારી. એતો જણ જણના હૈયામાં પ્રકાશપુંજ પાથરી નિર્બળતાને નેસ્તનાબુદ કરી, જીવનની અનમોલ સિદ્ધી અપાવી દે. જીવનમાંથી કાયરતાનો અચંડો આપી યુવાનને પરમ સમર્થ યુવાન બનાવી દે. પરમાત્માનું બળ પોતાના હૈયામાં વૃદ્ધી પામે, સાહસ અને આંતર બળ સદાય મળતું રહે એટલા માટે આ જીવન સહજાનંદ સ્વામીના જ સર્વેને અનોખી પ્રેરણા આપે એવા દિવ્ય મંત્રો આ નાની પુસ્તિકામાં છે.
પ્રકાશક અને દિવ્ય પ્રેરણા આપનાર શબ્દો જ મંત્રો કહેવાય છે. આ મંત્રો દરેકને જીવનમાં યુવાની આપે અને સૂર્ય જેવું તેજ આપે અને પ્રભુવશ થઇ ભગવાનની મર્યાદાનું પાલન કરવાની હિંમત આપે એવા છે.
આ મંત્રો જીવનની મૂળભૂત શક્તિને ચેતનવંતી કરે એવા છે. કદાચ આ મંત્રો ડહાપણ ન વધારે, પણ મુર્ખામી સાહસ તો નહીં જ કરાવે. ઉંદર મદિરાનું પાન કરી, પછી બિલાડીને મારવાની ડહાપણ કરે એવી મુર્ખામી કદી પાંગરવા જ નહીં દે.
– શાસ્ત્રી સુર્યપ્રકાશ આચાર્ય
સ્વામિનારાયણ મંદિર- ભુજ