મા બાપ

    0
    108
    વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી જનેતાને બિરદાવતા ખે છે કે ‘જનુની જીવો રે ગોપીચંદની’. ગોપીચંદને સદગુરુની અને ભગવાનની ઓળખ જનેતાએ કરાવી છે. ધ્રુવજીને ભગવાન સુધી મોક્લાવનાર જો કોઈ હોય તો એ જનેતા છે. આ સંસારમાં જનેતા એક એવું પાત્ર છે કે જે જેવું મનમાં ધારે તેવું પોતાના પુત્રમાં બળ,ઐશ્વર્ય, તેજ અને સામર્થ્ય ધરબી ધરબીને ભરી શકે છે. જનેતા અને પિતાની કોઈ બીજા પાત્રો બની શકતા નથી.
         આવી અદ્ભુત શક્તિ મૂર્તિમાન જનેતા બનીને પોતાના આ પૃથ્વી પર બિરાજમાન હોય તો તેને જે કોઈ ભાવથી સેવે છે તેને ભગવાન સ્વામીનારાયણ અને એમના બ્રહ્મનિષ્ઠ સંતો ખુબ રૂડા આર્શીવાદ આપે છે.
    આ નાના સૂત્રાત્મક પુસ્તકમાં જનેતાની મહાનતા અને પિતાની શ્રેષ્ટતા બતાવવા પ્રયાસ કર્યો છે કે જેથી વાંચનાર કોઈ સંતાન, માતા-પિતાની સેવા કરીને જીવનની કૃતકૃત્ય કરી શકે છે અને ભગવાનને કૃપાપાત્ર બને છે.
    વળી સ્વામીનારાયણ ભગવાને સર્વજીવહિતકારી દિવ્ય સંદેશ શિક્ષાપત્રીના આપ્યો છે કે, અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા -પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની સેવા તે જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. ભગવાનની આજ્ઞા માનીને જે વ્યક્તિ પોતાના માતા પિતાની સેવા કરે છે, તે વ્યક્તિ આ લોકમાં અને પરલોકમાં ઇચ્છિત ફળ પ્રાપ્ત કરે છે.
    – શાસ્ત્રી સુર્યપ્રકાશ આચાર્ય
    સ્વામિનારાયણ મંદિર- ભુજ
    Download Now