માનવી જગતભરમાં ઝૂમતા

0
529

માનવી જગતભરમાં ઝૂમતા 

માનવી જગતભરમાં અહીં ઝૂમતા,સફળ છે કો’ક, હરિ રંગરાતા ।

યાતના યુધ્ધ તણી મારતી બાળતી,હે ભગવાન કેમ નહીં તું ત્રાતા. . માનવી જગતભરમાં અહીં ૧

ભૂખમાં સબળતા, રોગમાં તડપતા, દુઃખ દોઝખથી વધુ કહીં ભોગવતા ।

રક્ષણહાર છે,નહીં કોઈ જગતમાં,તો ભગવાન કેમ નહીં તું ત્રાતા . .માનવી જગતભરમાં અહીં ૨

થાય હુનારતું, ભૂમી ડોલે બધે,બાળ તારાં બધાં, ખાય ખત્તા ।

બાળ તારાં  જળ બુડતા તડપતા,હે ભગવાન કેમ નહીં તું ત્રાતા. . માનવી જગતભરમાં અહીં ૩

તું ભગવાન કે મોટી કુદરત કહીં,એજ પ્રશ્ને બધા મૌન ખાતા ।

દોરી જગની કહીં હાથ વગમાં નહીં, કે પ્રભુ! લઈ ગયાં લક્ષ્મી માતા . ..માનવી જગતભરમાં અહીં ૪

હકીકત કે’જે અહીં દાસ માની મને, ભ્રમ કે નાટક પ્રકાશ આજ ત્રાતા ।

કર્મની જાળને કોઈ વિસ્તારતા, સૂર્ય ભગવાન મુજ તુંહીં ત્રાતા. . .માનવી જગતભરમાં અહીં ૫

।। અસ્તુ ।।

અહીં કવિ પોતાના હૃદયના ઉદ્ગારો બહુ વ્યક્તિ કરે છે કે જગતમાં જે કાંઈ થાય છે, તેને કોઈક કર્મનું ફળ કહે છે અને કોઈક ભગવાનને સર્વસ્વ  માને છે. કવિ કહે કે હું તારો સેવક છું એટલે મને આવીને સાચી વાત, ભગવાન આવીને પોતે કહી જાય, એવું ઈચ્છે છે.