જીવનની ઘટના

0
446
જીવનની ઘટના

             મિત્રો! દુઃખ એ એક સુખનો જ પ્રકાર છે પણ એ દુઃખને આપણે સમજી શકતા નથી અને દુઃખના રહસ્યને ઓળખી શકતા નથી, એટલે આપણે દુઃખી થઈએ છીએ. 

બાગમાં એક ફૂલ ખરાબ થાય તો એ બાગને વગોવાય નહિ. બાગમાં એક સારુ ફૂલ થાય તો બાગને અભિનંદન આપવા બાવરા કે ઉતાવળીયા થવાય નહિ. સારા ફૂલને સહારે માણસ બાગનું નામ રોશન કરવા મનમાં અનેક પ્રકારના નિર્ણયોની ઘટમાળ ઘડી ખોટાં રહસ્યો ઓકતો ફરે છે.

અમાવાસ્યાની રાત્રિ નિહાળી સમજુ માણસે કયારેય  દુઃખી  થવું નહિ અને પુનમની અજવાળી અને આહ્લાદક અમૃત વહેવડાવતી રાત્રિ ભાળી કયારે ફુલાઈ જવું નહિ. પુનમની રાત્રિમાં અમાવાસ્યની રાત્રિ બહુ મહત્વનો ફાળો આપે છે. જો અમાવાસ્યાની રાત્રિ ન હોય તો પુનમની રાત્રિ કેટલી ક્ષુલ્લક ભાસે એતો અનુમાને સમજી શકાય.

મિત્રો! દુઃખ એ એક સુખનો જ પ્રકાર છે પણ એ દુઃખને આપણે સમજી શકતા નથી અને દુઃખના રહસ્યને ઓળખી શકતા નથી, એટલે આપણે દુઃખી થઈએ છીએ.

                માણસ જો આટલું સમજી શકે કે જીવનની દરેક ઘટનાની પાછળ કાંઈક રહસ્ય છે અને એ રહસ્ય બહુ મહત્વનું છે તો તે ચોક્કસ સદા સુખી હોઈ શકે.  

માણસ જો આટલું સમજી શકે કે જીવનની દરેક ઘટનાની પાછળ કાંઈક રહસ્ય છે અને એ રહસ્ય બહુ મહત્વનું છે તો તે ચોક્કસ સદા સુખી હોઈ શકે.

પોતાનો એકનો એક દીકરો ઘોડેસવારી કરતાં કરતાં ભાંગી પડ્યો અને સદાને માટે તે અપંગ થઈ ગયો. ગામના લોકો ઘેર આવી કહેવા લાગ્યા કે ‘ ભગવાન માટે તમો આટલું કરો છો અને એમના સંતો-સાધકો માટે આટ આટલું કરો છો છતાં ભગવાને તમારા પર થોડી પણ રહેમત ન કરી. ભગવાનને તમારા એકના એક દીકરા પર થોડી રહેમત કરવામાં કાંઈ ખોટ આવી જતી નહોતી.’’

‘મારા ભગવાનને અને મારા ગુરુને જે મંજુર હોય તેજ મને મળે છે અને જે મારા ગુરુ અને મારા ભગવાન મને જે આપે છે તેમાં જ મારું પરમ શ્રેય હોય છે. હું જાણતો નથી કે ખરેખર મારું અને મારા દીકરાનું શેમાં શ્રેય છે પણ મારા સાધક અને મારા ઈષ્ટદેવ યથાર્થ જાણે છે માટે જે જીવનમાં ઘટના ઘટે છે તે મારા સુખ માટે જ ઘટે છે.’

ગરીબ ઘોડેસવારનાં વાક્યો સાંભળી ગામ લોકો થાકી, કંટાળી અને હતાશ થઈ જેને જેમ લાગેલું તેમ બોલતા બોલતા પોતાને ઘેર ચાલ્યા ગયા.

                રાજોનો હુકમ થયો કે ‘દરેક યુવકે  દેશની રક્ષા માટે યુદ્ધમાં જવું પડશે’ હુકમની આગળ કોઈનું કાંઈ ચાલે નહિ. યુદ્ધમાં તો ગયા પણ દરેકના પુત્રો યુદ્ધમાં મરાયા.

રાજાનો હુકમ થયો કે ‘દરેક યુવકે  દેશની રક્ષા માટે યુદ્ધમાં જવું પડશે’ હુકમની આગળ કોઈનું કાંઈ ચાલે નહિ. યુદ્ધમાં તો ગયા પણ દરેકના પુત્રો યુદ્ધમાં મરાયા.

જે લોકો જેને કહેવા ગયા હતા કે તારા ઉપર નથી ભગવાનની દયા કે નથી તારા ગુરુની દયા. એ લોકો હવે સ્વયં  ચોધાર આંસુએ રડવા લાગ્યા.

જીવનની ઘટના પ્રથમ સુખપ્રદ લાગે કે ન લાગે, પ્રારંભેલું કાર્ય સફળતા અપાવે કે ફજેતી કરાવે અને બંધ આંખે સહી કરાવે કે પ્રાયશ્ચિત કરાવે, જે કરાવે તે, પોતાના વિકાસ માટે અને પોતાના શ્રેય માટે જ કરાવે છે. પ્રયત્ન કરવો એ વ્યક્તિની અમલ ફરજ છે અને સુખ કે દુઃખ મળવું એ જીવનની સ્વાભાવિક ઘટનાની ઘટમાળ છે.