વિદુરજીએ કહેલાં નિતિનાં અમૃત સૂત્રો

0
212

માણસના જીવનમાં વિદુરનો ઉપદેશ સૌ નરનારીને અનોખે સુખીયા માર્ગે ચાલતા કરી એવો છે. એમણે આપેલી યુક્તિ અને પ્રયુક્તિઓ માણસ માત્રને બહુ ઉપયોગી છે. વિદુરજીનાં એક એક વાક્યોમાં બહુ રહસ્ય ભરેલું છે. સામાન્ય વાતમાં બુદ્ધિ અને વિવેક રાખવામાં આવે તો જીવનમાં કેટલી સફળતા મળે છે, એની એક એક વાત વિદુરજીએ પોતાના નીતિ વાક્યોમાં કહેલી છે.

 vidhur sutra-8

જીવનમાં ભય કે આફત આવી પડે ત્યારે વિદુરુસૂત્રો સહજમાં સર્વે સકંટ હટાવી દે છે. હોશીયાર માણસ હોય પણ જો વિદુર સૂત્રોનું વાંચન કે ચિંતવન કરેલું નહીં હોય તો મુશ્કેલીમાં અટવાઈ શકે છે. સામાન્ય માણસ હોય પરંતુ વિદુરજીનાં સૂત્રો કે નીતિ વાક્યોનું વાંચન હોય તો તેની દરેક વાત જગતમાં ન્યારી લાગે.

કેટલાંક વધુ ઉપયોગી વિદુર સૂત્રો બ્રહ્માનંદ સ્વામી અને નંદકિશોર દાસ સ્વામી જેવા સંતોના આશિર્વાદથી અમે તૈયાર કરીને લોક સમક્ષ મુક્યાં છે. આ સૂત્રો સંસારનાં કાર્યમાં બહુ ઉપયોગી છે અને સત્સંગનાં કાર્યમાં પરમ ઉપયોગી છે. વિદુરના નીતિવાક્યોમાં કેટલી સામર્થી છે, એની સૌ લોકોને જાણ હોતી નથી. કદાચ એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આપણને સૌને એમ કહ્યું કે આ વિદુરજી આપેલ નીતિ ઉપદેશ વાંચજા, એમનું ચિંતવન કરજા અને એમની કથા કરજા.

બે લીટર દુધ સમાઈ શકે, એવા નાના પાત્રમાં પાંચ લીટર દૂધ કદી સમાઈ શકે નહીં અને ગધેડાં જેવાં પ્રાણી કદી હાથીનું કામ કરી શકે નહીં. જેટલી જેની પહોંચ હોય તેટલું તે કામ કરી શકે અને વધારે કરવા જાય તો ફજેતી થાય. દરેકને પોતા પોતાની શસક્ત અને સામર્થ્યની જાણ કરાવે, એવાં આ વિદુરુજીએ કહેલાં સૂત્રો છે.

વિદુરજીએ કહેલાં નીતિનાં અમૃત સૂત્રો બહુ ઉત્તમ છે. આવા આશvidhur sutra-1રે બસો જેટલાં સૂત્રો અમે મોટા સંતોની

પ્રેરણાથી અને ગુરુની કૃપાથી તૈયાર કર્યાં છે પરંતુ અત્યારે પચીસ જેટલાં વિદૂર સૂત્રોની ઈમેજ બનાવીને મુક્યાં છે. જેથી સૌ કોઈ ધર્મપ્રેમી અને સૌ સત્સંગી વાંચી શકે અને પોતાના મિત્ર વર્તુળમાં મોકલી શકે અને ઉત્તમ સંદેસ આપીને કોઈના જીવનમાં સુખી જીવનની કળી બતાવી શકે.

।। અસ્તુ ।।

।। શાસ્ત્રી સૂર્યપ્રકાશ આચાર્ય ભુજ કચ્છ ।।

LEAVE A REPLY