ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી

0
858
Bhojan
Bhojan

ભૂખ્યાને ભોજન આપવું એ મહાદાન કહેવાય છે. ભૂખમાં તલપતા  પ્રાણીને ભોજન દેનારના અંતરમાં કદાચ થોડો સંતોસ કે દાન દેવાનો આનંદ થતો હશે પરંતુ  ભોજન પ્રાપ્ત કરનારના અંતરમાં ઈશ્વરનો વ્યક્ત થતો ઉદ્‌ગાર બહુ શક્તિમાન હોય છે અને એ ઉદ્‌ગાર ભોજન આપનારને જીવનભર ન્યાલ કરી દે છે.

તરસ્યા પ્રાણીને જળપાન કરાવા માટે તો ધનપતિઓ ઠેકાણે ઠેકાણે પરબો બંધાવે છે અને આપતકાળમાં કંઠેપ્રાણ આવ્યા હોય ત્યારે તરસત માણસને કોઈ એક ગલાસ પાણીનો પાય તો તેનો ઉપકાર પાણી પિનાર કયારેય ભૂલી શકતો નથી અને ભગવાન તરસ્યાને પાણી પાનરને બહુ જ ન્યાલ કરી દેછે. એના ચહેરાની ખુશી અને મસ્તી, ખરેખર ભગવાનના મુખાર્વિંદનું મંદ મંદ હાસ્ય હોય છે.

અમે જ્યારે અનેક અંગે અપંગ એવા કચ્છ જીલ્લાના માંડવી ગામના રાજેશ નામાના ૧૩ વર્ષના છોકરાને વડીલ સંતના હાથે પ્રસાદી ખવળાવી ત્યારે તેના ચહેરાનું હાસ્ય જાયું ત્યારે અમારું મન ખરેખર અનહદ પુલકિત થઈ ઉઠ્યું હતું. રાજેશ બહુ ખુશી હતો અને તેણે કહ્યું કે સ્વામી! તમે મને મારી માની માફક તમારા હાથે ખવળાવીને બહુ જ ભાગ્યશાળી બનાવ્યો છે. તમારા જેવા સ્વામી પોતાના હાથે મારા જેવા છોકરાને હાથે ખવળાવે, એવાં ભાગ્ય ક્યાંથી? હવે હું બહુ સુખી છું.

મિત્રો! રાજેશના હૃદયના ઉદ્‌ગારો જેવા અમે સાંભળ્યા, તેવા જ ઉદ્‌ગારો દરેક અપંગ અને ઘાયલના હોય છે. એટલે જે નિરાધાર અને અપંગ, દુઃખી અને પારાધિન તેમ જ રોગી અને વૃદ્ધ વ્યક્તિને હેત આપીને થોડું પણ ખાવા પીવાનું આપે છે, ત્યારે તેને આપેલ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનને પહોંચે છે. અપંગ બાળકોને હેત આપનાર વ્યક્તિ, તેને દેવ જેવો દેખાય છે અને સમય આવે તેમનામાં દેવ જેવા ગુણો આવે છે પરંતુ દુઃખીને દુઃખ આપનાર કે સંતાપનાર સ્વયં દુઃખી થાય છે અને ભગવાને તેને કયારેય માફ કરતા નથી.

Save