ભારતમાં એક વિશ્વની અજાયબી અટલ ટનલ

0
741
Atal Tunnal
Atal Tunnal bhuj mandir saint

વિશ્વમાં સોની મોટી સુરંગ અટલ ટનલ છે. આ સુરંદ મનાલી શહેરથી લેહ જતાં માર્ગમાં આવે છે. આ ટનલની શુરુઆત આધાર શીલા અ.નિ.માનનીય પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી બાજપાઈએ તા.૨૬-૫-૨૦૦૨માં મુકેલી હતી. આ સુરંગ બનાવાનો નિર્ણ તો તા. ૩-૬-૨૦૦૦માં લેવાઈ ગયો હતો પરંતુ પ્રારંભ થયા પછી ઘણા વિઘ્નો આવ્યાં. સરકારો બદલાઈ અને કામ અટવાયું. આખરે એજ સત્તા આવતાં કામને વેગવંતુ બનાવીને કાર્ય સફળ થયું.

જેના જીવનમાં નિશ્ચય છે. જેના દેશ ભક્તિ છે, પરમાત્માને વિષે દૃઢ નિષ્ઠા છે, તેનું આરંભાયેલું કાર્ય પૂર્ણ થઈને રહે છે.

લોક કલ્યાણ માટે અને દેશના કલ્યાણ માટે કાર્ય કરનારો સર્વત્ર માન અને સન્માન પ્રાપ્ત કરે છે. સ્વામિનારાયણ ભગવાનના વિદ્વાન પરહંસ બ્રહ્માનંદજી મહારાજે કહ્યું કે સાચા નિષ્ઠાવાન ભક્ત તો પરોપકારનાં કાર્ય કરવામાં જ સમર્પિત હોય છે. પર ઉપકારી રે, જન પ્રેમ નિયમમાં પુરા. . . પરંતુ જેને કેવળ સત્તાની લાલચ હોય તે લોક કલ્યાણના કાર્ય કરવામાં રસ રાખતા નથી. સહેજે થાય તો ભલે પણ સાચા દેશ ભક્ત કે સાચા પરમાત્માના ભક્ત તો દેશ માટે અને દેશવાસીઓ માટે હમેશાં સત્કર્મ કરતા જ રહે છે.

આ ટનલ જોયા પછી અને આ ટનલ નિર્માણનો સંકલ્પ કરનાર વ્યક્તિને જોયા પછી સામાન્ય વ્યક્તિને જીવનમાં કાંઈક સાહસ કરવાનું કે દેશ માટે કે પરિવાર માટે કે પોતાના ઉદ્ધાર માટે કાંઈક કરવાનું જરૂર બળ મશે છે.

આ ટનલનું ઉદ્ધાટન કે લોકાર્પણ લોકનાયક માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા. ૩-૧૦-2020ના કર્યું અને વાહનોની અવર જવરનો પ્રારંભ થયો. રોહતાંગની આ ટનલ મનાલીને લાહોલથી જોડે છે. આ ટનલ ૯-૦૨. કિ.મી. લાંબી છે. આ ટનલને કારણે હવે લાહોલ અને મનાલી સતત જોડાયેલ રહેશે.

આ ટનલની રચના ઘોડાની નાલ જેવી છે અને મનાલીથી ૨૧ કિ.મી. દૂરથી પ્રારંભ થાય છે. સમુદ્રતલથી આ ટનલ ૩૦૬૦ મીટર ઊંચાઈ પર આવેલી છે. આગળ જતાં એથી વધારે ઊંચાઈ આવે છે. આ ટનલ ૧૦.૫૦ મીટર પોહળી છે. આ ટનલમાં આપતકાલીક ટનલ પણ સાથે બનેલી છે. આ ટનલથી હવે રોજ ૩૦૦૦ ગાડી અને ૧૫૦૦ ૧૫૦૦ ટ્રક, ૮૦ કિ.મી.ની ઝડપે પસાર થઈ શકે છે. આ ટનલમાં ૬૦, મીટરે અગ્નશમન યંત્ર રાખેલ છે અને ૨૫૦ મી.ના અંતરે સીસીટીવીની વ્યવસ્થા રાખેલી છે.

આ ટનલ બનાવવી એ આભને બાથ ભરવા જેવું કામ હોવા છતાં શક્ય બન્યું અને તેનો ઉપયોગ થવા લાગ્યો, એજ રીતે સત્સંગમાં કે સમાજમાં જે કાર્ય સ્વપ્ન લાગતું હોય તે કાર્ય પણ બની શકે છે, જો હૈયે ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય હોય અને દેશભક્તિ હોય તો. અન્યથા કેવળ બોલવામાં જાય પણ કાંઈ થાય નહીં.

સ્વામિનારાયણ ભગવાન, એમના પવિત્ર સંતો અને સાચા દેસસપૂતો, નેતૃત્વ વહન કરનારા સાચા દેશભક્તોથી આપણને દેહબળ, આત્મબળ અને સંઘબળ મળતું રહે, એજ અભ્યર્થના.