પથ્થરને દિલ હોતું નથી.

0
239
પથ્થરને દિલ હોતું નથી

પથ્થરમાં કદાચ કોઈ માનવીનું મસ્તક ભટકાય તો પથ્થર પોતામાં તે માનવીનું ખુન અનામત રાખશે પણ તે પથ્થર તે માનવીના ખૂનને પોતાના હૃદયથી કદી પોંછવાનો નથી.

    જેનાં મન પથ્થર જેવાં કોમળ છે! એમના કોરાં અંતરને ભીંજોવવા ચાહે તેટલી તેમની આજીજી કરો કે ચાહે તેટલીવાર તેમની આગળ અંતરથી રુદન કરો, તે પથ્થર મનના માનવીના અંતર કદી પીગળવાના નથી. તમારા આંસુના નિશાન તમારે જ સાફ કરવાના રહેશે! તમે અતિ આર્તનાદથી  આંસુ ભલે પાડ્યાં પણ એ કોઈ પોંછવા નહીં આવે!

કાળમીંઢ પથ્થરને રુદન કરી ભીંજોવવામાં આવે તો ઉપરથી તે બરાબરનો ભીંજોઈ જશે અને તેમનામાં આંસુનાં પ્રતિકો પણ થશે પણ તે પ્રતિકો તમારા માટે અનેક ઉપાધિ સર્જનારા જ થશે!

ગરીબના ભોગે મોજ મનાવતો અને સત્તાની લગામથી નબળા અને ભોળાને જ્યાં ત્યાં ભટકાવી- ભમાવી ઉજોણી મનાવતો પથ્થરદિલનો માનવી કદી પણ પોતે આંસુ પાડતો નથી!

                માણસનાં માથાં ફોડે, માણસના પગ ભાંગે, માણસની વાટ ઉજોડે, માણસની માણસાઈ તોળે અને એટલે થી સંતોષ ન થાય તો તેમના દિલ ઉપર પોતે ઊભે!

માણસનાં માથાં ફોડે, માણસના પગ ભાંગે, માણસની વાટ ઉજોડે, માણસની માણસાઈ તોળે અને એટલે થી સંતોષ ન થાય તો તેમના દિલ ઉપર પોતે ઊભે!

વાચકો! આવા પથ્થર આપણને સદા પરેશાન કરતા રહેશે અને આપણા ભોગે સદા પોતે પોતાનું ગૌરવ વધારતા રહેશે! આપણા વિના એમની કેટલી આબરુ રહે છે અને કેટલો રુઆબ બચે છે એતો એમને એવા કર્યા હોય ત્યારે ખ્યાલ આવે!

પથ્થરનો ઉપયોગ દિલ ઉપર દિવાલ કરવા માટે નહિ પણ તેનો ઉપયોગ તેમના માટે જ કરજો. પાયાના પથ્થરની માફક સત્તામાં ચોટી ગયોલા પથ્થરો અને ત્યાંથી અનાથનાં ખૂન વહેવડાવતા એ પથ્થરો તેમને ત્યાંથી ઉખેડી એવી જગ્યાએ દફનાવજો કે જ્યાં ફરી કોઈના માથાં ન ફોડે.

આપણા પગ ચીરી નાખે અને નિર્માની થઈ પછી ક્ષમા માગે એવો દેખાવ કોઈ કરતો હોય તો એ છે એક પથ્થર!

અરે! કદાચ માનવીનું ખૂન લીધા પછી તે ખૂનનું ભક્ષણ કરતો હોય તો માનવી એમ માને કે, સારું, મારું ખૂન તેને કામમાં તો આવ્યું! પણ પોતે ખુન કાઢી પોતે તેનો ઉપયોગ કરશે નહિ અને કરવા દેશે નહિ!

આવા પથ્થર દિલના આદમખોર સત્તાસીન થયેલા યવન જેવા કહેવાતા કોઈક માનવંતા મોટા કે કોઈક ધર્મના નેતા એમને, તમે જ કહો.  મિત્રો! કે સૂર્ય સિવાય એમને કોણ ઉઘાડા પાડી શકે? કોઈ જ નહીં.

રાતમાં તો એ પથ્થર ચોમેર ભમી ભમી અનેકનો ભોગ લેતો ફરે છે. રાત દિવસ સજોગ રહેનારો સૂર્ય એવા પથ્થરોને પ્રકાશમાં લાવી સમાજ આગળ છતા કરે એજ એ સૂર્યની નત મસ્તકે પ્રાર્થના.

ભક્તો! એ સૂર્ય સહજોનંદને સદા ભાવથી અને પ્યારથી નિયમિત પ્રાર્થના કરી આપણા દિલમાં તેનો પ્રકાશ પ્રાપ્ત કરવા પોતાને યોગ્ય બનાવીએ.