લગ્નજીવનમાં આનંદ

0
762
લગ્નજીવનમાં આનંદ

ભગવાને પોતાની શક્તિથી માનવનું સર્જન કર્યું. માનવ સુખથી અને આનંદથી જીવન જીવી શકે એવી વ્યવસ્થાઓ કરી. માનવ પોતાની રીતે સુખ શોધી શકે એવી માનવને બુદ્ધિ અને ચેતના આપી. સંકટમાં રસ્તો શોધી શકે એ હેતુ માટે ભગવાને આ પૃથ્વી ઉપર પોતે અવતરણ કર્યું અને કરે છે. પોતાના પ્રિયતમ સંતોને, ઋષિમુનિઓને અને સિદ્ધોને મોકલાવ્યા અને મોકલાવતા રહ્યા.

સાધકો અને સંતો આ પૃથ્વી ઉપર આવી માનવ સમાજને આવતા અનેક સંકટોથી ઉગારવાનો રસ્તો બતાવ્યો અને કહ્યું કે પોતાના ઇષ્ટદેવ અને ગુરુ તેમના માર્ગદર્શન હેઠળ જીવન જીવવાનું રાખજો તો જીવનમાં ભયંકર ઉપાધી આવતી અટકી જશે.

જે જે લોકોને લગ્ન કર્યા પછી જીવનમાં આનંદને બદલે વિષાદ અને સુખને બદલે દુ:ખ મળ્યું છે એનું કારણ શું હોઈ શકે એ વિચારવું જોઈએ. લગ્ન કર્યા પછી જીવનમાં આનંદ કે સુખ ન મળે તો તેના કોઈ કારણ હોય અને તે કયા અને કેવા હોય તો સિધ્ધોએ અને ભગવંતોએ કહેલા કારણો જોઈએ. જો એ કારણો લગ્નજીવનના પ્રભાતે ડગલાં માંડતા યુવક અને યુવતીઓએ જાણેલા હોય તો તે કોઈના કહેવાથી કે કોઈની નકલથી મર્યાદા વિરુદ્ધ વર્તન ન કરે.

હવે એ કારણો જોઈએ,

૧.  જો લગ્ન, માતા પિતાની અનુમતિ વિના થાય તો જીવનમાં આનંદને બદલે વિષાદ ખડો થાય.

૨.  જીવન સાથીની પરંપરાને સમજ્યા વિના જો લગ્ન કરવામાં આવે તો જીવનભર હેરાન થવાનું રહે.

૩.  લગ્નથી પહેલા અને લગ્નવિધિ પૂર્ણ થયે માતા પિતાને અને વડીલોને વંદન કરવામાં ન આવે તો પરિવારમાં સંસ્કારની સદા ઉણપ વર્તાતી રહે.

૪.  પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને પોતાના વર્ગના કે સમાજના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગણપતિને, જો પરિવાર સંગાથે પૂજન કરવામાં ન આવે તો જીવનભર ઉપાધી અને સંકટોનો સામનો કરવો પડે છે.

૫.  લગ્ન કર્યે જે દંપતિ પોતાના પરંપરાના ગુરુને કે દાદાના ઉપદેશને ગ્રહણ કર્યા વિના ઘેર પધારે છે તેમને ભૌતિક કર અભૌતિક આનંદ મળતો નથી. સંસારમાં લાંબાકાળ સુધી જીવનની મજા રહેતી નથી.

૬.  જેમ નવજાતક શિશુને કોઈ રોગી કે ડાકણ દેખે તો જાતક પરિવારને કાંઈ આપી શકતો નથી અને પરિવારને લુંટાવી વચ્ચેથી વિદાય લે છે તેમ લગ્ન કર્યા પછી સૌપ્રથમ ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોને સાંભળ્યા વિના કોઈ ભટકતા ભારાડીને સાંભળે છે કે તેવાને મળે છે તો તેમનું જીવન અને કવન તેવું જ થાય છે.

૭.  ભગવાન ભોલે નાથ એમ કહે કે જે પોતાના સંતોની કે સદગુરૂઓની મજાક ઉડાવે અને નિંદા કરે કરાવે અને પરંપરાના રીતિ રિવાજને નેવે ચઢાવી અર્ધવિમુખની વાતે ભરમાઈ જ્યાં ત્યાં ભટકે છે તે જન્મો જન્મ જ્યાં ત્યાં ભટકતો થાય છે

હવે સંસ્કારી અને વેલએજ્યુકેટેડ યુવકોએ અને યુવતીઓએ લગ્નજીવનને ધન્ય કરવા માટે અને જીવનમાં પ્રગતિ કરવા માટે શું શું કરવું જોઈએ?

૧.  ગ્રેટબ્રિટેનના પ્રધાનમંત્રીને ઘેર પુત્રનો જન્મ થાય તો તે પુત્રને બેપ્ટીઝમ ચર્ચમાં કરાવે! કેટલું આશ્ચર્ય! એ આશ્ચર્ય નથી તમો એ આશ્ચર્ય ન માનતા. જીવનનો ખરો લાભ લેવો હોય અને જીવનમાં લગ્ન પછી સંસારી સુખ માણવું હોય તો તો આપણા મહાન સંતોએ અને સતીઓએ જે માર્ગ બતાવ્યા છે તે પર ચાલશું તો તે લાભ અને સુખ સહેજે સહેજે જીવનમાં મળશે.

૨.  લગ્નપત્રિકામાં સૌ પ્રથમ શ્રીકૃષ્ણ ભગવાનના અવતાર ગણપતિ દાદાને અને પછી ભગવાન સ્વામિનારાયણને યાદ કરવા. પહેલી લગ્નપત્રિકા ગણપતિ દાદાને અને ભગવાન સ્વામિનારાયણને આપી પછી પોતાના ગુરુને પછી પરિવારમાં આપવી.

૩.  લગ્ન પૂર્ણ થયે ભગવાનના દર્શન કરવા અને ભગવાનની ગોદમાં બેઠેલા સ્વામિનારાયણ ભગવાનના સંતોનો ઉપદેશ ગ્રહણ કરવો અને સંખ્યયોગી સતીઓના આર્શીર્વાદ ગ્રહણ કરવા અને સદાચારભર્યું જીવન જીવનારા અને શિક્ષાપત્રીનું આદર પૂર્વક પાલન કરનારા સદગૃહસ્થનો ઉપદેશ સાંભળવો.

૫.  સત્સંપ્રદાયમાં પ્રગતિશીલ જીવન જીવનારા, નિત્ય શિક્ષાપત્રીનું પૂજન પઠન કરનારા, રાષ્ટ્રને પ્રગતિને પંથે લઈ જનારા અને પોતાના પરિવારની ગૌરવતાને સાંચવનારા ભાગવતો અને મહાત્માઓને યાદ કરવા અને એમના જેવું થવા મનમાં નિર્ધાર કરવો.

૬.  પ્રેમ લગ્ન કરવાં એટલે કે અરસપરસ એક બીજાની પ્રકૃતિ સમજી પરંપરાના અને અત્યાચારના ગુણાગુણજોઈ ત્યાર પછી લગ્ન કરવા.

૭.  લગ્ન કેવલ એક જ ભોગ ભોગવવા માટે નહી પણ અનંત પ્રકારના બન્ને સ્થળે ભોગ ભોગવવા અને આનંદ માણવા કરું છું એવો નિરધાર કરી સ્વામિનારાયણ ભગવાનને સૌથી આગળ રાખવા.

આ સામાન્ય બોધને અનુસરવામાં આવે અને લગ્નોત્સવ અમ્યે ગાય, ગરીબ, ગોવિંદ અને ગણપતિને પ્રસન્ન કરવામાં આવે તો લગ્નજીવન એક આનંદનો સાગર બની જીવનભર સુખ આપે છે.

વ્હાલા વાચક મિત્રો! ઉપર કહેલ સામાન્ય ભારતીય સંસ્કારને જીવનમાં ચરિતાર્થ કરવામાં આવશે તો મંદોદરીની માફક કોઈ યુવતીને વહાણમાં બેઠે વિધવા નહી થવું પડે. અન્યથા કંસ જેકી સમર્થી ધરાવનાર સમ્રાટને વરેલી બે બે અપ્સરા જેવી સુંદરીઓ અકાળે વિધવા થઈ.

બહેનો! ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, અક્ષરજીવનદાસ સ્વામી, નરસિંહ મહેતા જેવા સંતોને અને સુરજબા, લધીબા, લાડુબા, ધનબા, મીરાબાઈ જેવી સતીઓને અને જસુબા, કરણીબા જેવી સન્નારીઓ અંતરમાં યાદ કરી પ્રથમ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જઈશું તો સંસાર સુવ્યવસ્થિત અને સાનુકૂળ થશે.