કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા

0
3739
narsinh-maheta
narsinh-maheta

નરસિંહ મહેતા ગુજરાતી ભક્તિ સાહિત્યના શ્રેષ્ઠ કવિ હતા અને આદ્ય કવિ  છે. તેમની કલાકારી અને વ્યક્તિત્વના મહત્વને અનુરૂપ સાહિત્યના ઈતિહાસગ્રંથોમાં “નરસિંહ-મીરાં-યુગ” નામથી એ સ્વતંત્ર શબ્દ વપરાય છે. તેમણે લખેલ ભજનમાંથી વૈષ્ણવ જન સૌથી લોકપ્રિય ભજન છે. જે ગાંધીજીનું ખુબ જ પ્રિય ભજન હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો અને કૃષ્ણ ભક્તિનાં દર્શન થાય છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગરના તળાજા ગામમાં  નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. ૫ વર્ષની વયે તેણે માતા-પિતાને ગુમાવ્યા હતા અને ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો.
નરસિંહ મહેતાના જીવન પરથી રચાયેલુ સાહિત્ય – શામળદાસનો વિવાહ, કુંવરબાઇનું મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ વગેરે ખુબ જ પ્રખ્યાત છે. નરસિંહ મહેતાની ઉદાર વૈષ્ણવ ભક્તિ ની અસર આજ સુધી ગુજરાતમાં ગુંજી રહી છે. ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને નરસિંહ મહેતાની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.