મફત લેજો નહીં

0
1058
મફત
cost free

      સસ્તાઈમા સંપત્તિ લેવી સરળ છે. તેને વાપરવી સરળ છે. મફત મળેલી સંપત્તિ કદી વ્યવસ્થિત કોઇથી સાંચવી શકાતી નથી. મફતની મળેલી સંપત્તિ કોઈને બરાબર પચતી નથી.

    મોટા પુરુષોની અમીદ્રષ્ટિથી મળેલી મોટાઈ એટલી ભારે હોય છે કે તેને સામાન્ય માનવી પચાવી શકતો નથી. જો મોટાઈ મોટા આપે ત્યારે સાથે શક્તિનો ઓઘ આપે તો આપેલી મોટાઈ પચે છે, અન્યથા અપચો થાય છે.

    મોટાએ આપેલું ફળ જીવનમાં પચાવવું બહુ જ અધરું છે. જે નારીએ પોતાના ઉદરમાં સંતાનને પોષ્યું ન હોય અને મફતમાં તેને કોઈકનું બાળક મળી જાય તો તેને તે બાળકનો કેટલો મમત્વ હોય? તેના ઉપર તેને કેટલો અને કેવો પ્યાર હોય?એ કોઈ થી અજાણ્યું ન હોય.

    સ્વજનો! ક્યારેય મફતનું અને હરામનું લેવાનો ઘટમાં ઘાટ ઘડશો નહીં. મફત લેજો નહીં. કોઈને મફત દેજો નહીં. ઊંટ જેવાને ભગવાન વરદાન માગવાનું કહે એટલે એ ઊંટ બેઠો બેઠો આખા હિમાલયમાં રહેલી વનસ્પતિ ખાઈ શકે એટલી મોટી અને લાંબી ડોક માગે છે. મૂર્ખ એટલો વિચાર ન કરે કે આટલી ડોક લાંબી હશે તો વચ્ચમાંજ શિયાળ જેવાં લુચ્ચા પ્રાણી મારી ડોક ફાડી નાખશે.મફતમાં મળે ત્યારે આવા વિચારો આવે છે.મિત્રો!મહેનત વિના મળેલા મહેલો સ્મસાન જેવા લાગે છે અને સારાં સારાં પકવાનો જીભે પણ લાગતાં નથી. બાજરાનો, જુવારનો કે જવનો રોટલો મીઠો લાગે એજ સ્તર સંપાદન કરવું એજ સાચા ભક્તોનું કર્તવ્ય છે અને એજ ભગવાનની પાસે પ્રાર્થના હોય.