ગુરુ તેવા શિષ્યો

1
498
ગુરુ તેવા શિષ્યો
જેવા ગુરુમાં હોય તેવા શિષ્યોમાં સંસ્કાર ઉતરે છે. સ્વયં ગુરુ જો સદાચારનું પાલન ન કરે તો શિષ્ય પણ કરે નહી. શાળામાં વિદ્યાર્થીને ભણાવતા શિક્ષકો જો નિયમિત ન હોય અને તમાકુ કે સ્મોકિંગ જેવા વ્યસનમાં લપટાયેલા હોય તો એ વિદ્યાર્થીને કદી સંસ્કારી બનાવી શકે નહી.

જેવા ગુરુમાં હોય તેવા શિષ્યોમાં સંસ્કાર ઉતરે છે. સ્વયં ગુરુ જો સદાચારનું પાલન ન કરે તો શિષ્ય પણ કરે નહી. શાળામાં વિદ્યાર્થીને ભણાવતા શિક્ષકો જો નિયમિત ન હોય અને તમાકુ કે સ્મોકિંગ જેવા વ્યસનમાં લપટાયેલા હોય તો એ વિદ્યાર્થીને કદી સંસ્કારી બનાવી શકે નહી.

એક દિવસ પિતાએ પોતાના પુત્રને કહ્યું કે રમેશ! મારે પોસ્ટકાર્ડ લખવો છે. તો તું બજારમાં જ, અને તે લઈ આવ.’ રમેશ બજારમાં ગયો. તપાસ કરી તો કયાંયથી પોસ્ટકાર્ડ મળ્યો નહી. ખાલી હાથે ઘરે આવેલા રમેશે પિતાને કહ્યું કે પિતાજી! કોઈ પોસ્ટકાર્ડ આપવા તૈયાર નથી. બધા લોકો પૈસા માગે છે. બજારમાંથી મફતમાં કાંઈ પણ મળતું નથી.’

પિતાજીએ કહ્યું કે તું તો બહુ ચતુર અને તેજસ્વી છો. તું ધારે તો કોઈ પણ જગ્યાએથી પોસ્ટકાર્ડ લઈ આવી શકે છે.આજે તું મારે માટે ગમે તેમ કરી પોસ્ટકાર્ડ લઈ આવ તો તું મારો ડાહ્યો દિકરો કહેવાય.’

કુમળી શાખાને જેમ વાળો તેમ વળી જાય. જો તેને સીધી રાખવામાં આવે તો તે સીધી જાય અને જેમ તેમ વાળવામાં આવે તો તે તેમ જાય. ચોખ્ખા નિર્મળ જળમાં જેવો રંગ નાખવામાં આવે છે,તેવા રંગનું તે જલ થઈ જવાનું છે. કપાસને જેવા રંગમાં બોળવામાં આવશે તેવા રંગનું તે થઈ જવાનું છે.

બાળક કે શિષ્ય એ નિર્મળ જળ જેવા શુદ્ધ છે અને જેવું કપાસ દાગ વિનાનું છે, એવા એ છે. કોમળ છોડવાની શાખા જેવા એ છે. તેને જેવું તમે શિક્ષણ આપશો તેવા તે થશે.

રમેશે વિચાર કર્યો કે બજારમાં મફતમાં કાંઈ પણ મળવાનું નથી. એક સામાન્ય વસ્તુ માટે બાપુજીને પૈસા ખર્ચવા નથી. બાપુજીને મફતમાં પોસ્ટકાર્ડ જોઈએ છે. શું કોઈ જગ્યાએ ચોરી કરી ને પોસ્ટકાર્ડ ખરીદું? કોઈ ગરીબને ડરાવી ધમકાવી તેની પાસેથી પૈસા પડાવી પોસ્ટકાર્ડ ખરીદું? શું બાપુજીના ગજવામાંથી પૈસા ચોરી પોસ્ટકાર્ડ ખરીદું? કે પછી બાપુજીને ધરાર ના પડી દઉં? વિચારોના વમળમાં અટવાયેલા રમેશે બજારમાંથી એક લખાયેલું પોસ્ટકાર્ડ ઉપાડ્યું. તે ઘેર પહોચ્યો. પિતાજીને તે પોસ્ટકાર્ડ આપ્યો.

રમેશ! લખાયેલ પોસ્ટકાર્ડમાં કેમ લખાય? તને એટલી ખબર ન રહી? રમેશે કહ્યું પિતાજી! મને એ તો ખબર હતી કે લખાયેલામાં કોઈ લખી શકે નહી, પણ મને એમ કે તમે હોશિયાર છો તો જરૂર લખાયેલા પોસ્ટકાર્ડમાં લખી શકશો. મેં મારા મનમાં એમ માન્યું કે તમે મારા ખરે ખરા બાપુજી હો તો લખાયેલા પોસ્ટકાર્ડમાં જરૂર લખી શકશો. વળી પિતાજી તમારી વિશેષતા પણ ત્યારે જ કહેવાય કે જયારે લખાયેલા પોસ્ટકાર્ડમાં લખી શકો, કારણ કે કોરા પોસ્ટકાર્ડમાં તો સૌ કોઈ લખી શકતા હોય છે.

પિતાજીની આંખ ઉઘડી ગઈ. તેણે વિચાર કર્યો કે મારા દીકરાને કોઈ ભટકાઈ ગયો છે. નહી તો આવી સામાન્ય વાતમાં મને સ્પષ્ટ પ્રત્યુત્તર આપે નહી.

મિત્રો! આવા ગુરુ કે આચાર્ય આપણને ભટકાઈ જાય તો જીવનમાં એમની પાસેથી આપણે શું આશા રાખી શકીએ? આવા પિતાજી કે માતાજી ભટકાઈ જાય તો જીવનમાં શું માણી શકવાના? ખોટી કોડી જેટલું પણ આપણને એવી વ્યક્તિઓ પાસેથી મળવાનું નથી.

તો સજ્જનો જેમ ન્યાસ વિંશતિમાં કહેવાયું છે કે સ્થિરધીયમનધં શ્રોત્રીયં બ્રહ્મનિષ્ઠ,સત્વસ્થં સત્યવાચં એવા સદ્દગુરુનું શરણું ગ્રહણ કરી અને તેમનું અનુશરણ કરીએ અને આ લોકનું અને પરલોકનું શ્રેય કરીએ.

1 COMMENT

Comments are closed.