કોઈનો જીવનદોર ન કાપીએ

1
306
કોઈનો જીવનદોર ન કાપીએ

ઉત્તરાયણમાં ઉત્તરાયણનો આનંદ માણવા સૌ તૈયારી કરતા હોય છે. આમ જોઈએ તો માગસર માસની શરુઆત થતાં પતંગ ચગાવવાનો સમય અને અડદીયાની લહેજત લેવાનો સમય પ્રારંભ થઈ જાય છે. એટલે એક બીજાના પતંગ કાપવાનો લહાવો અને અનેક પ્રકારના તેજોબી હવેજોથી ભરપૂર અડદીયા ખાવાનો પ્રારંભ વહેલો જ થઈ જાય છે તો ઉત્તરાયણનો આનંદ પણ ત્યારથી પ્રારંભ થઈ જાય છે.

                વાચકો! કોઈના અનેક પતંગો કાપીને મકરસંક્રાંતિ મનાવીએ  એ  જરાય ખરાબ નથી કારણ કે સૂર્યને મકરમાં પ્રગતિ કરવી છે અને પોતાનાં સીધાં કિરણનો અહેસાસ સર્વત્ર કરાવવો છે. તો કાગળનાં ખોટાં બનાવટી ફોતરાંને ખસેડી રસ્તો સુધારવો એ બરાબર છે પણ કોઈના જીવનનો દોર કાપી નાખી પછી ઉત્તરાયણ મનાવવી એ બહુ નીચ કૃત્ય કહેવાશે.

ઉત્તરાયણમાં અનેક પ્રકારનાં લોકો દાન આપે છે કારણ કે વધારે ફળ મળે અને જીવનમાં વધારે સુખ માણી શકાય. જે લોકો પોતે એકલા પંક્તિભેદ કરી અડદીયાનો આસ્વાદ માણે છે અને બીજા આસ્વાદ માણવા તડપતા પ્રાણીઓના જીવનદોર કાપી નાખે છે એ કૃત્ય ખરેખર નિંદાને પાત્ર છે.

                ઉત્તરાયણમાં અનેક પ્રકારનાં લોકો દાન આપે છે કારણ કે વધારે ફળ મળે અને જીવનમાં વધારે સુખ માણી શકાય. જે લોકો પોતે એકલા પંક્તિભેદ કરી અડદીયાનો આસ્વાદ માણે છે અને બીજા આસ્વાદ માણવા તડપતા પ્રાણીઓના જીવનદોર કાપી નાખે છે એ કૃત્ય ખરેખર નિંદાને પાત્ર છે.

– Shastri Surya Prakash Dashji

આસ્વાદ માણીએ પણ બીજાને ધક્કો મારીને નહિ, બીજાના દોરા કાપીએ પણ તેના જીવનના દોરા નહિ, જો બીજાને સાથે રાખી અડદીયાનો આસ્વાદ માણશું અને બીજાના તુચ્છ પંચવિષયરૂપી પતંગના દોરા કાપી તેને નવા દિવ્ય અને અણમોલ પતંગ ચગાવવા પ્રેરણા આપશું તો આપણું કોઈના દોરા કાપવાનું જે કામ તે કાંઈક અનોખી મોજ અપાવશે અને પોતાના જીવનમાં ધન્યતા અનુભવાશે.

ઉત્તરાયણ એ વેરઝેરના વંટોળને વીંટીને મહાસાગરમાં ફેંકી દેવાનું આહ્વાન કરે છે કારણ કે  ઉત્તરાયણમાં દાન આપવાનું અતિ મહત્વ છે. હવે દાન આપીએ અને દાન સ્વીકાર કરનારને પ્રેમ ન આપીએ અથવા પરાણે આપીએ તો તેનું ફળ પણ કાંઈ મળતું નથી અને લેનાર પણ ઘણી વખત સ્વીકારતો નથી.

સત્શાસ્ત્રો કહે છે કે ભાવ વિનાનું પીરસાયેલું  બહુ પ્રકારનું ભોજન અને પ્રેમ વિના આપેલો અમૃતનો પ્યાલો એ બન્ને અમૃત નહિ પણ ઝેરની સમાન છે. કદાચ  કોઈ તમને આપે તો સંકટ વિના તેને ગ્રહણ કદી કરશો નહિ.

                સત્શાસ્ત્રો કહે છે કે ભાવ વિનાનું પીરસાયેલું  બહુ પ્રકારનું ભોજન અને પ્રેમ વિના આપેલો અમૃતનો પ્યાલો એ બન્ને અમૃત નહિ પણ ઝેરની સમાન છે. કદાચ  કોઈ તમને આપે તો સંકટ વિના તેને ગ્રહણ કદી કરશો નહિ.

– Shastri Surya Prakash Dashji

ઉત્તરમાં સૂર્ય જ્યારે અયન કરવા જઈ રહ્યા હોય ત્યારે બીજો ચાર ચાર અબજ ગ્રહોને કાંઈ પણ તકલીફ આપ્યા વિના બલ્કે તે સર્વેને પોતાની કિરણોથી પ્રકાશિત કરીને જેમ અંધારાના અંધારીયા પતંગના દોરાઓ કાપી સુવર્ણના પ્રકાશિત દોરા મેળવવાની તક આપે છે એમ આપણે પણ કાંઈક એવું કરીએ કે જેથી બીજોનો જીવન પતંગ નહીં પણ અંધારીયો પતંગ કપાય અને તેને જીવનમાં પ્રકાશની અનેરી જ્યોતિ સાંપડે એજ સાચા અર્થમાં ઉત્તરાયણ મનાવાઈ કહેવાશે.

ધનુષ માસ કેવળ જો મનગમતી ધૂનમાં પસાર કરીએ તેના કરતાં જો તે માસમાં કોઈને એક સત્ય તત્વની સાચી ધૂન લગાડી તેને ભગવાન સ્વામિનારાયણના સહારે સંસારમાં ઊભા રહેવાનું બળ અને ચેતન અપાવીએ તો ધનુષ માસ આપણો ખરેખરો ધૂનમાં મનાયો ગણાશે. આવી અનોખી ધૂન સાંભળી ભગવાન સૂર્ય પણ જરૂર પ્રસન્ન થશે અને ઉત્તરમાં ગમન કરતા ગભસ્તિમાન આપણને પોતાની અમર જ્યોતથી અમર બનાવશે.

1 COMMENT

Comments are closed.