રામ ભક્ત હનુમાનજીની જન્મજ્યંતિ

0
1112
Kashtbhnjan Hnumanji
Kashtbhnjan Hnumanji

હનુમાનજીની બ્રહ્મચારી તરીકે ગણતરી થાય છે, હનુમાન જયંતિ હિંદુઓ નો તહેવાર છે. આ દિવસને હનુમાનજીનો જન્મદિવસ માનવામાં આવે છે.  આ પર્વ ભારતમાં વિક્રમ સંવત/ શક સંવત મુજબ ચૈત્ર સુદ પુનમના રોજ મનાવવામાં આવે છે. હનુમાનજીનું ચરિત્ર પરમ પવિત્ર અને મધુર તેમજ પરમ આદર્શ છે અને અદભુત્ત પણ છે. હનુમાનજીની પરમ પુણ્યમયી માતા અંજના દેવી છે. પરંતુ તે “શંકર સુવન” “વાયુપુત્ર” અને “કેશરી નંદન” પણ કહેવાય છે. –શિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે કલ્પ ભેદથી દરેક સત્ય છે. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સપદી, હનુમાન એટલે વકતૃત્વથકળામાં નિપૂણ. કષ્ટભંજનદેવનું મંદિર ગુજરાત માં સાળંગપુર માં આવેલ છે. જે કોઈ વ્ય કિત હનુમાન નો ભકત હોય તેને વિપ્તી સમયે હનુમાન સહાય કરે છે. શ્રી રામ ભગવાન જેમની સફળતાનો ફાળો મારુતિનંદન હનુમાનજીનો હતો.તેઓ સર્વગુણ હોવા છતાં તેના માં અભિમાન નહોતું.

રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું અઘરું કામ હનુમાનજીને આપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું. હનુમાનજીએ સીતાજીને અશોક વાટિકામાં આત્મહત્યાનાં માર્ગે જતા અટકાવ્યા  હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, શ્રીરામે રામાયણમાં કહયું છે, મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. હનુમાન શંકરના ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી.

Save