લેબલ કરતાં વસ્તુની. . .

0
208
લેબલ કરતાં વસ્તુની. . .

કેવળ લેબલછાપ ડિગ્રીના જોરે વ્યક્તિને ભાગ્યે જ સફળતા મળે છે. કેવળ લેબલછાપ પુસ્તિકાઓ વાંચવી અને વંચાવવી આવી પોકળ વાતને પ્રસિદ્ધ કરનારા અને તે વાતને સિદ્ધાન્તની સાથે જોડનારા કેટલાક સંકુચિત માનસ ધરાવતા મોટા માથાના માનવી એવું જ પ્રતિપાદન કરાવે છે કે ગમે તેમ થાય પણ લેબલછાપ વિનાનું કદી સ્વીકારવું નહિ. એ અતિ સુજ્ઞ જનો એટલું વિચારતા નથી કે આમ કરવા જતાં કોણ કોના પાયા હચમચાવે છે. અસ્તુ, જે જેમ કરતા હોય તેમ તેને કરવા દઈએ અને હકીકત જોઈએ કે કેવળ પાઠ્ય પુસ્તકોથી જીવનમાં કદી કામયાબી મળતી નથી. કેટલાય લેબલછાપ ડિગ્રી વાળા જ્યાં ત્યાં ભટકે છે અને માત્ર સામાન્ય જ્ઞાન ધરાવતા અને ઉદાર મતવાદીઓએ કલ્પનાતીત કામયાબી હાંસલ કરી છે અને તેઓ આજે પણ કરે છે.

સ્પર્ધાત્મક યુગમાં સફળ કારકિર્દી ઘડવી હોય તો અવનવું જાણવાની અને અવનવું વાંચવાની વૃત્તિ ખીલવ્યા વિના કદી પણ તે શક્ય નથી.

સ્પર્ધાત્મક યુગમાં સફળ કારકિર્દી ઘડવી હોય તો અવનવું જાણવાની અને અવનવું વાંચવાની વૃત્તિ ખીલવ્યા વિના કદી પણ તે શક્ય નથી. મારા ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનારાયણ છે.જેને શાસ્ત્રો નારાયણ કહે છે. જેને સ્વામિનારાયણ કહે છે. એવા એ ભગવાનને હું મારા આરાધ્ય માની વર્ણ, આશ્રમ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત જે ધર્મનું કુળ તેના આશ્રિતોને મારા સાચા સગા માની, એમના પ્રત્યે સદા આદર રાખી, તેમનું સદા સન્માન કરી મારા પવિત્ર પંથને શણગારતો જઈશ. એ વાતનો અવશ્ય એકરાર કરવો પડશે.

જ્ઞાનાદિ પરિવાર સહિત જે ધર્મ તેમની ગાદી ઉપર બિરાજમાન પરમ પવિત્ર, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા જે મારા ગુરુ એ મારા સાચા મોક્ષ આપનારા ગુરુ છે અને એજ મારા આ લોક સુધારનાર આચાર્ય છે અને એજ મારું સાચું ધર્મકુળ છે. એ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ મને જે વેદ અને વેદાનુકુલ શાસ્ત્રના સ્વાધ્યાય કરવાની આજ્ઞા આપે એ મારે અવશ્ય કરવું જોઈએ.

વેદ, વેદાન્ત, સંહિતા, ઈતિહાસ, સ્મૃતિ અને સિધ્ધ સંતોનાં અમૂલ્ય શાસ્ત્રોને પૂજ્યપણે માની તેમનું ભક્તિભાવથી સદા વાંચન કરવું અને ચિંતવન કરવું કારણ કે એથી સ્વાભાવિક સામાન્ય જ્ઞાન વિજ્ઞાનનો વિકાસ થાય છે  અને આત્મજ્ઞાનનો દીપક પ્રજ્વલિત થાય છે.

જેમને વેદ અને વેદાન્ત વિષે ગતાગમ નથી એ કદાચ ગમે તેવું ઓકતા ફરે તેને જોઈ મનમાં કદી સત્સંગીએ મૂંઝાવું નહિ. એમનો સ્વભાવ અને એમના મનનો વેગ સમજી યોગ્ય પંથે પ્રગતિ સાધવા આપણે સ્વાધ્યાય કરીએ. વેદ, વેદાન્ત, સંહિતા, ઈતિહાસ, સ્મૃતિ અને સિધ્ધ સંતોનાં અમૂલ્ય શાસ્ત્રોને પૂજ્યપણે માની તેમનું ભક્તિભાવથી સદા વાંચન કરવું અને ચિંતવન કરવું કારણ કે એથી સ્વાભાવિક સામાન્ય જ્ઞાન વિજ્ઞાનનો વિકાસ થાય છે  અને આત્મજ્ઞાનનો દીપક પ્રજ્વલિત થાય છે.કોઈ અલ્પજ્ઞ અન્ય પવિત્ર સંતોના શબ્દોનું ચિંતવન કરવાની મનાઈ ફરમાવે કે કોઈ સિદ્ધ અને સાત્વિક દેવની પૂજો પાઠ કરવાની મનાઈ ફરમાવે કે અન્ય ભગવાનના અવતારોની પૂજો આરાધના અને ધ્યાન ભજન કરવાનો નિષેધ કરે તો તેને તેમ કરવા દો કારણ કે તેની સ્થિતિ કૂપમંડૂક જેવી છે. કૂપમંડૂકની આગળ કયારેય મહાસાગરની વાત કરાય નહિ અને કદાચ કરવા ડહાપણ કરીએ તો આપણી અલ્પજ્ઞતા કહેવાય.

ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે જેને કથા વાર્તામાં રૂચિ નહિ તેની કોરની એમ અટકળ કરવી કે એને વિષે મોટા ગુણ નહિ આવે. તેમ જેને આજે જગતમાં વિજ્ઞાનક્ષેત્રે અને ટેકનોલોજી ક્ષેત્રે જે રોજ બરોજ હરણફાળ પ્રગતિ થઈ રહી છે એના વિષે કાંઈ પણ જાણકારી નથી અથવા તો તે જાણવા તૈયાર નથી કે પછી એ વિષય કોઈકથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હોય કે અમૂકની એમાં જ્યાં સુધી કોઈ લાગવગથી કે લાંચ રૂશ્વતથી કે છળકપટથી માન્યતા ન હોય, ત્યાં સુધી તે ભલે સિદ્ધ સાધકની કૃતિ હોય તો પણ તે જોવાય નહિ, વંચાય નહિ અને તેનું ચિંતવન તો કરાય જ નહિ. આવું મનમાં ગોઠવી રાખનારને બન્ને પ્રકારના, આ લોકના અને દિવ્યલોકીય મોટા ગુણોની પ્રાપ્તિ એ સ્વપ્નની સુંદરીએ સુંદર સોહામણા બાળકને જન્મ આપ્યો તેના જેવું પ્રશંસનીય ગણાશે!

વ્હાલા ભક્તો! લેબલની મહત્તા નથી. વસ્તુની મહત્તા છે. શરીરની મહત્તા નથી. શરીરથી કરાયેલાં કાર્યની મહત્તા છે.