Satsang Apps

। યજ્ઞ જ શ્રેષ્ઠતમ કર્મ છે । – ।। यज्ञौ श्रेष्ठतमમ્ कर्म ।।

यो यज्ञे यज्ञ परमैरिज्यते यज्ञसंक्षितः
तं यज्ञ पुरुषं विष्णुं नमामि प्रभुमिश्वरम ।।
યજ્ઞ વૈદિક સંસ્કૃતિનું પ્રધાન અંગ છે. યજ્ઞ દ્વારા સમસ્ત સંસારનું કલ્યાણ થાય છે. યજ્ઞમાં લોક કલ્યાણની ભાવના વિશેષરૂપે નિહિત હોય છે. એતરેય બ્રાહ્મણ કહે છે.

यज्ञोऽपि तस्यै जनतायै कल्पते
યજ્ઞ જનતાના કલ્યાણ માટે કરવામાં આવે છે. યજ્ઞમાં લોક કલ્યાણ ની ભાવના મુખ્ય છે અતઃ લોક કલ્યાણની દ્રષ્ટિ એ બધાં જ યુગોમાં યજ્ઞ અત્યંત આવશ્યક છે,આપણા ધર્માચાર્યો એ મનુષ્ય ને માટે જેટલા પણ ધર્મ કીધા છે. તે બધાં યજ્ઞ લક્ષણથી સમન્વિત છે. પ્રાચીન ઋષિ મુનિઓ એ શાસ્ત્ર અનુસાર જ પોતાનું જીવન યજ્ઞમય બનાવ્યું હતું. યજ્ઞ દ્વારા જ પોતાનું અને જગતનું ક્લાયણ કરતાં હતા. યજ્ઞમાં અપૂર્વ શક્તિ છે યજ્ઞથી જે વસ્તુ ની પ્રાપ્તિની ઈચ્છા કરો તે મળે છે.

यो यदिच्छति तस्म तत् (कठोपनिषद)
યજ્ઞથી કેવલ ઐહલૌકિક ધન ધાન્ય, સન્તતિ આદિ વસ્તુઓની નહિ પરંતુ પારલૌકિક મોક્ષ માર્ગની પણ પ્રાપ્તિ થાય છે. તેથી યજ્ઞ નો સર્વત્ર પ્રચાર પ્રસાર થવો જોઈએ.
જેથી આપણું ભારતવર્ષ પુનઃ યજ્ઞીયદેશ કહેવાય. સમયની અદભૂત ગતિ છે જે ભારતવર્ષ પહેલાં યજ્ઞીયદેશ કહેવાતો હતો જે ભારતવર્ષમાં પહેલાં યજ્ઞો ને પ્રતિ શ્રદ્ધા ભક્તિ હતી. તે જ ભારતમાં યજ્ઞપ્રતિ અશ્રદ્ધા નું સામ્રાજ્ય છવાય ગયું છે, બધાં જ યજ્ઞ ને ઢોંગ અને વ્યર્થ બતાવી યજ્ઞનો વિરોધ કરે છે તેના પરિણામો પણ ભયંકર આવે છે ગીતાજીનાં આદેશ અનુસાર યજ્ઞાવ્રભવતિ યર્જન્યઃનું યર્થાથ ફળ પ્રાપ્ત થતું નથી ક્યાંક અતિવૃષ્ટિ ક્યાંક અનાવૃષ્ટિ થાય છે. ઉચિત માત્રામાં અન્ન ઉત્પન્ન થતું નથી કોઈ જગ્યાએ સુખ શાન્તિ નથી. અતઃ સુખ શાન્તિની પ્રાપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક વેદોક્ત યજ્ઞોને અપનાવવા જોઈએ.

પોતાની શક્તિ અનુસાર દેશ અને સંસ્કૃતિની જાળવણી માટે આપવા આવેલું દાન પણ યજ્ઞ છે

 

      ઋગ્વેદ અનુસાર જે મનુષ્ય યજ્ઞોને નથી માનતો તથા જે યજ્ઞમાં દેવતાઓ નિયિત હવિર્દ્રવ્ય ને સ્વાહા સ્વથા અને વષટકારના રૂપમાં સમર્પિત નથી કરતો તે બધાં સુખોથી વંચિત રહે છે અને અંતે કાગડા કુતરા અને ગીધ જેવી કનિષ્ઠ યોનિને પ્રાપ્ત થાય છે. પ્રાચીન કાળમાં સુધન્વા ના ત્રણ પુત્રો યજ્ઞ દ્વારા મનુષ્ય માંથી દેવતા બન્યા હતા અને મરુદગણ પણ યજ્ઞરૂપી પુણ્ય દ્વારા દેવતા બન્યા હતા ભારતીય જનજીવનમાં યજ્ઞોનું શું સ્થાન છે તેને જાણવા માટે દૂર જવાની જરૂર નથી પણ ગીતાજી સ્પષ્ટ કહ્યું છે. કે બ્રહ્માજીએ યજ્ઞો સહિત પ્રજાની સૃષ્ટિ ઉત્પન્ન કરી આદેશ કર્યો કે યજ્ઞરૂપી સાધન દ્વારા જીવિકાચલાવો આ તમારા માટે કામધેનુ સ્વરૂપ છે આજ વાત શ્રીજી મહારાજે પણ ગઢડા મધ્યના આઠમા વચનામૃત માં યજ્ઞની વિશેષ અને મહત્વપૂર્ણ વાત કરી છે. સાત્વિક રાજસી અને તામસી યજ્ઞની વિધિ બતાવી નિવૃત્તિ માર્ગ વાળા સાત્વિક યજ્ઞ કરવા તથા પશુ હિંસા હોય તેવા રાજસી અને તામસી યજ્ઞ કહ્યા છે. સાત્વિક યજ્ઞ ની રીત જે દશ ઇન્દ્રિયો અને અગીયારયું મન એ સર્વે જે વિષયમાં ચોરે ત્યાંથી પાછા ખેંચીને બાહ્ય અગ્નિમાં હોમ વા તેનું નામ યોગ યજ્ઞ કહેવાય તથા ભગવાનનું દર્શન તથા પૂજન ભગવાનની કથા કીર્તન આદિ જે જે ભગવાન સંબંધી ક્રિયાઓ થાય તે જ્ઞાનયજ્ઞ છે અને ગીતામાં કહ્યું છે યોગયજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે.

      શ્રીજી મહારાજ કહે છે કે જો આપણે ભગવાન ના અંશ છીએ સાડા આનંદમાં રહી બધી જ વૃત્તિઓને ભગવાન ના સ્વરૂપમાં હોમવી. અને યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી બધાં એ જ્ઞાન યજ્ઞ કરતો રહેવું.

यजनं धर्म देश जाति मर्यादा रक्षायै महापुरुषाणाम् एकीकरणं यज्ञ
ધર્મ દેશ જાતિ(વર્ણાશ્રમ)ની મર્યાદા ની રક્ષા માટે મહાપુરુષો ને એકત્રિત કરવાં તે પણ યજ્ઞ કહેવાય તથા વિશ્વ કલ્યાણ માટે જગતભ્રમણ કરી મહાપુરુષો દ્વારા મોટા મોટા વિદ્વાન વૈદિક વ્યાખ્યાન કાર એકત્રિત કરવાં તે પણ યજ્ઞ છે પોતાની શક્તિ અનુસાર દેશ અને સંસ્કૃતિની જાળવણી માટે આપવા આવેલું દાન પણ યજ્ઞ છે તેથી વિશેષ પણ કીધું છે કે ચારો વેદ સ્ત્શાસ્ત્ર સાંગોપાંગ ઉતમ શિષ્યને ઉપદીષ્ટ કરવાં તેનું નામ પણ યજ્ઞ છે યજ્ઞ શબ્દમાં ઘણુ બધું નિહિત છે. વિષ્ણુપુરાણમાં પણ યજ્ઞનું મહત્વ દર્શાવ્યું છે.

यज्ञैयसेश्वरो येषां राष्ट्रे सम्पूज्यते हरि 
तेषां सर्वेप्सि तावाप्तिं ददाति नृप भूभृताम
।।
કે જે રાજાઓના રાજ્યમાં ભગવાન શ્રી હરિનું યજ્ઞો દ્વારા પૂજન કરવામાં આવે છે તેની બધી જ કામનાઓ પૂર્ણ થાય છે.

      આ ઉક્તિ અનુસાર સંપૂર્ણ જગત યજ્ઞમય છે સંધ્યા તર્પણ વૈશ્વદેવ દેવપૂજન અતિથિ પૂજન વ્રત જપ તપ કથા શ્રવણ તીર્થયાત્રા અધ્યયન અધ્યાપન ખાનપાન શયન જાગરણ. નિત્ય નૈમિત્તિક કર્મ ષોડશ સંસ્કાર પુત્રેષ્ટિ આદિયજ્ઞ તથા એટલું જ નહિ જીવન મરણ આદિ તથા કામ્ય કર્મ બધું જ યજ્ઞ સ્વરૂપ છે.

      યજ્ઞથી દરેક વર્ણને લાભ થાય છે જેવા કે સુથાર કુંભાર માળી, સોની, કરીયાણાવાળા એમ સર્વેને લાભ મળે છે તેની સાથે પર્યાવરણ ને પણ લાભ થાય વાતાવરણની શુદ્ધિ થાય છે તેથી યજ્ઞની મહતા સમજીએ અને યજ્ઞ કરતાં રહીએ.

લેખક: દુર્ગેશભાઈ શાસ્ત્રી- પ્રધાનાચાર્ય સંસ્કૃત પાઠશાળા સુખપુર

અસ્તુ.