Satsang Apps

તિલક શા માટે કરવામાં આવે છે?

Tilak

હિંદુ ધર્મમાં તિલકને કપાળ પર તેમજ શરીરના અન્ય ભાગો પર કરવામાં આવે છે. અને વિવિધ રીતરિવાજો મુજબ તિલક દરરોજ કરવામાં આવે છે. અથવા માત્ર ધાર્મિક પ્રસંગ માટે કરવામાં આવે છે. માન્યતા માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે. સાધ્ય એટલે ઈશ્વર પૂજન અને સાધન એટલે બુદ્ધિનું પૂજન. એટલા માટે દરેક પવિત્ર કાર્યમાં, પૂજન અર્ચનમાં મસ્તક પર તિલક અથવા ટીલું કરવામાં આવે છે. તેમજ પારંપરિક રીવાજ મુજબ બહેન દ્વારા ભાઈના કપાળે તિલક કરવામાં આવે છે, એનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તિલક એ સૌભાગ્યનું પ્રતિક પણ છે. વિવાહ ઉપરાંત સ્ત્રી પોતાનું જીવન પતિને સમર્પિત કરે છે. એટલા માટે તે પતિના નામનું તિલક કરે છે. જયારે પતિનું અવસાન થાય છે ત્યારે તિલક દુર કરવામાં આવે છે.

કપાળમાં બે ભ્રમરો વચ્ચે તિલક કરવામાં આવે છે. કારણ કે આ જગ્યા સ્મૃતિશક્તિ અને ચિંતન શક્તિનું સ્થાન છે. તે એકાગ્રતા કેળવવામાં મદદ કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચંદનનું તિલક લગાવવાથી મગજ શાંત રહે છે. અને માનસિક થાક દુર થાય છે.

Save