તુલસી શ્યામ હિંદુ ધાર્મિક સ્થળ છે. જ્યાં મંદિર અને ગરમ પાણી ના કુંડ આવેલા છે. તેની ચોતરફ ગામડું નથી ફક્ત જંગલ જ આવેલું છે. ગુજરાતનું એક મહત્વનું યાત્રા માટેનું સ્થળ છે. તુલસીશ્યામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ જીલ્લાનાં ઉના શહેરથી આશરે ૨૯ કિ.મી દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર,મનને શાંતિ આપનારું છે. જ્યાં પહોચવા માટે ઉનાથી પાકા ડામર માર્ગે ધોકદવા અને જસાધાર થઈને પહોચી શકાય છે. જુનાગઢ શહેરથી તુલસીશ્યામ ૧૨૩ કિ.મી દુર છે. જૂનાગઢથી કેશોદ,વેરાવળ,કોડીનાર અને ઉના થઈને પણ તુલસીશ્યામ જઈ શકાય છે.
જાલંધર નામનો એક અજેય યોધ્ધો હતો જે ન્યાય માટે યુધ્ધે ચઢેલો હતો. દેવોને તોબાહ પોકરાવી ઇન્દ્રનો ધમંડ એણે ઉતારી નાખ્યો. દેવો તો અમર રહ્યા, મરે નહિ પણ મીનો ભણી ગયા. ભાગ્યા, અને વિષ્ણુ પાસે ગયા. જાલંધરનું યુધ્ધ જોઇને પ્રસન્ન થયા. તેને વરદાન માંગવાનું કહ્યું. તેથી જાલંધરે ભગવાન વિષ્ણુ અને તેમની બહેન લક્ષ્મીજી સાથે પોતાને ત્યાં વાસ કરવા માટે વરદાન માંગ્યું. ભગવાને વરદાન આપતા કહેલું જે દિવસે અધર્મનું આચરણ થશે ત્યારે મારો વાસ નહી હોય. આમ કહીને દેવોને છોડીને વિષ્ણુએ લક્ષ્મી સાથે જાલંધરને ત્યાં સાગરવાસ કર્યો
તુલશીશ્યામમાં ડુંગરા ઉપર ભગવાન વિષ્ણુ અને રૂક્ષ્મણીજીનું મંદિર આવેલું છે. અહી એક પ્રતાપી સંતશ્રી દુધાધારી મહારાજ થઇ ગયા તેમણે આ જગ્યા પર પ્રકાશ પડ્યો હતો. આ તપસ્વીને સ્વપ્નમાં ભગવાને દર્શન આપીને કહ્યું કે આ જગ્યાએ એક ખંડિત મૂર્તિ છે તેની તું ફરીથી આ જગ્યાએ પ્રતિષ્ઠા કરજે. આમ, ત્યાં રાયચંદ ભક્ત દ્વારા આ મંદિર બંધાવી આપે છે. સાથે સાથે ગરમ પાણીના કુંડ, અતિથિગૃહ, ધર્મશાળા તેમજ યાત્રિકો માટે જમવાની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
અહીં ભાદરવા સુદ અગિયારસે જળઝિલણીના પર્વે મોટો મેળો ભરાય છે. દુરદુરથી લોકો બહોળી સંખ્યામાં આવીને શામજી મહારાજનાં દર્શને ઉમટે છે. આમ સાવઝ-દીપડાના નિવાસની વચ્ચે આવેલુ તુલસીશ્યામમાં છેલ્લા એક હજાર વર્ષથી દીવડો ઝાંખો થયો નથી.
Save