Satsang Apps

શિક્ષાપત્રી

shishapatri

શિક્ષાપત્રી સ્વામિનારાયણ સમપ્રદાયનો મુખ્ય અને મહત્વનો ગ્રંથ છે. શિક્ષાપત્રીમાં ૨૧૨ શ્લોક હોય છે. શિક્ષાપત્રીના રચયિતા ભગવાન સ્વામિનારાયણ છે. શિક્ષાપત્રી 11 ફેબ્રુઆરી, 1826 વડતાલ ગામમાં બોરડીના વૃક્ષ નીચે બેસીને સહજાનંદ સ્વામીએ સમાજના નિયમો રચ્યા છે.જેને શિક્ષાપત્રી તરીકે ઓળખવામાં આવે છે.માં લખવામાં આવી છે. વસંતપંચમી એટલે શુભ કાર્ય માટેનો પરમ પવિત્ર દિવસ જે દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે સંવત ૧૮૮૨ના રોજ શુભદિને સર્વે જીવના ઉદ્ધાર માટે  વડતાલ મંદિરના સભામંડપમાં પોતાના હાથે શિક્ષાપત્રી લખી હતી, જેથી સંપ્રદાયમાં તેનો મહિમા ઘણો વધી રહ્યો છે. શિક્ષાપત્રી એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી. સર્વજીવોના હિતાર્થે શ્રી હરિએ ૨૧૨ શ્લોકોમાં આચાર્ય, સંતો, સાંખ્યયોગી બાઈઓ, સર્વે હરિભકતો તથા બ્રહ્મચારીઓને આજ્ઞાઓ પાળવાની કરી છે. શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાથી જીવ બધી રીતે સુખી થાય છે. શિક્ષાપત્રી ભગવાન શ્રી સ્વામિનારાયણની વાણીરૂપ શબ્દ મૂર્તિ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો દરરોજ શિક્ષાપત્રીનું વાંચન કરે જેથી સર્વ મુમુક્ષુ જીવો સુખિયા થાય છે અને તેમના જીવનો ઉદ્ધાર થાય છે.જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગીતા કરેલ છે તે રીતે સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે શિક્ષાપત્રીની રચના કરેલી છે. ગીતાજી મહાભારતમાં ભીષ્મ પર્વોમાં તે ૭૦૦ શ્લોકમાં પથરાયેલ છે. જ્યારે શિક્ષાપત્રી સત્સંગી જીવનમાં ચોથા પ્રકરણમાં ૨૧૨ શ્લોકમાં સમાયેલ છે. શિક્ષાપત્રીનો શાબ્દિક અર્થ સમજીએ તો – શિક્ષા એટલે હિતનો ઉપદેશ.