વિષયી જીવોથી સાવધાન

1
591
Vishyi Jivo
Vishyi Jivo

એક દિવસ ગુણાતિતાનંદ સ્વામી પોતાના શિષ્ય સંતોને જુનાગઢમાં હતા ત્યારે ભલામણ કરતા હતા કે ‘હે સંતો! આજે મહારાજે આપણા ઉપર ઘણી દયા કરી છે અને પોતાનાં પ્રગટરૂપનાં દર્શન કરાવ્યા છે. ઘણી કઠોર તપશ્ચર્યા કર્યા પછી, મહા સાધના કર્યા પછી જે રૂપ જોવા મળવું દુર્લભ છે એ રૂપ સહજમાં મળ્યું છે તો હવે ધ્યાન રાખજો અને મળેલાં રૂપનું ધ્યાન કરવાનો આગ્રહ રાખજો.

માયાના જીવડાથી બહુ સાવધ રહેજો કારણ કે એમાં ઘણા શિશુપાલ, કંશ, જરાસંધ દંતવક્ર, હિરણ્યકશિપુ, રાવણ, કુભકર્ણ વિગેરે જેવા મોટા મોટા અસુરો પડ્યા છે અને એ લાગ જોઇને ફરતા હોય છે કે કેમ કરીને હું કોઈ વિષ્ણુના ભક્તને મારી નાતમાં ભેળવીને વિષ્ણુંનો દ્રોહી બનાવું. એવા અસુરો ભગવાનના ધામને જેમ તેમ વિખી અને મનસ્વી કલ્પનાથી છુટા છવાયાં અને રખડતાં કરી તે તે ધામના દ્રોહ કરતા તમને કરી દેશે અને પોતા જેવા ભયંકર દૈત્ય બનાવી ભગવાનો અને સંતોનો દ્રોહ કરતા કરી દેશે.

1 COMMENT

LEAVE A REPLY