gita press

રાષ્ટ્ર દર્શન

ગીતા પ્રેસ ગોરખપુર

By Satsang Apps

October 13, 2016

‘ગીતા પ્રેસ’ વિશ્વની હિંદુ ધાર્મિક પુસ્તકો પ્રકાશિત કરનાર સંસ્થા છે. તેની સ્થાપના, ઉત્તરપ્રદેશ રાજ્યના ગોરખપુર શહેરમાં ૧૯૨૩માં ‘જયા દયાલ ગોયન્દકા’ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રેસની સ્થાપનાનો હેતુ શ્રીમદ્દભગવદગીતાના સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસારનો હતો. તે ૧૬૦૦ નકલો સાથે ૧૯૨૭માં પ્રકાશિત કરવાનું શરૂ કર્યુ અને હાલમાં પ્રિન્ટ ઓર્ડેર ૨૫ લાખ સુધી પહોચી છે. તેને ભારતનાં ઘર-ઘરમાં રામચરિતમાનસ અને ભગવદ્દગીતા પહોચાડવાનું શ્રેય જાય છે. આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તેણે પોતાનું સ્થાન બનાવ્યું છે. તે નિ:સ્વાર્થ સેવા ભાવ, કર્તવ્ય-બોધ ,પ્રભુનિષ્ઠા પ્રાણીમાત્રને માટે કલ્યાણની ભાવના અને આત્માનો ઉદ્ધારની શીખ આપી છે, જે તમામને માટે અનુકરણીય અને આદર્શ બની ચુક્યું છે. લગભગ ૯૦ વર્ષો પહેલાં સ્થાપિત ગીતા પ્રેસ દ્વારા આજ સુધી ૪૫.૪૫ કરોડથી પણ વધુ પુસ્તકોનું પ્રકાશન થઇ ચુક્યું છે.

જાણવા જેવી વાત એ છે કે, ભગવદ્દગીતા અને ૭.૫ કરોડ રામચરિતમાનસ માટે ૪,૫૦૦ ટન કાગળનો ઉપયોગ કર્યો છે. તે પ્રોડક્શનનાં મેનેજર લાલમણી તિવારીનું કહેવું છે કે, તે દરરોજના ૫૦,૦૦૦ થી વધુ પુસ્તકો વેચે છે. દુનિયામાં અન્ય કોઈ પબ્લિશરની આટલી પુસ્તક વેચાતી નથી. ગીતા પ્રેસનો ઉદેશ્ય નફો કમાવવાનો નથી, પરંતુ હિંદુ ધર્મનો પ્રચાર કરવાનો છે.

Save