કેવળ શુદ્ધ જળથી સ્નાન કરીએ તેથી શુદ્ધ ન થવાય!

0
189
sanan
sanan

મહાપુરુષો અને ભગવંતો આ પૃથ્વી પર આવીને માનવને માનવતાના પાઠ શીખવીને એમના જીવનમાં અનંદનો ધોધ વહેવળાવતા હોય છે. સંતો અને ભગવંતો સ્વયં પોતે સમર્થ હોવા છતાં સામાન્ય જીવનને બોધ દેવા એમના જેવું જીવન જીવે છે અને એમની સાથે રહીને વિહાર કરે છે. બોધ દેવો સરળ છે પરંતુ સાથે રહીને પોતાના વર્તનથી સેવક સમુદાયને બોધ દેવો એજ મહાપુરુષોની વિશેષતા હોય છે.

સંસારમાં બોધ આપનારા હજારો છે. કઠણ વચન કહેનારા લાખો છે પરંતુ સાથે રહીને પોતાના વર્તનથી સેવક સમુદાયને સદાચારી કરવા એ મહાપુરુષોની મહાનતા હોય છે. ભગવાન સ્વયં આ પૃથ્વી પર પધારે ત્યારે પણ અનંત જીવના કલ્યાણ માટે સામાન્ય માણસ જેવું જીવન જીવીને અનંતને સુખીયા કરે છે.

આપણે એવું માનીએ છીએ કે શુદ્ધ પાણીથી સ્નાન કરીએ તો શુદ્ધ થઈએ અને પછી પૂજા પાઠ કરીએ કે દેવ દર્શન કરીએ તો પૂજા કે આરાધના ભગવાન ગ્રહણ કરે. દેખીતી રીતે સૌ એમ જ માને કે શુદ્ધ જળથી સ્નાન કરવામાં આવે તો શુદ્ધ થવાય છે પરંતુ.. .પરંતુ કેવળ શુદ્ધ જળથી સ્નાન કરવું એટલું પુરતું નથી. જળ ભલે શુદ્ધ હોય તેનેથી શુદ્ધ થવાતું નથી.

ભગવાન સ્વામિનારાયણ કુંડળમાં રાઈબાના દરબારમાં બિરાજમાન હતા. ગામની ઉગમણી કોરે નદી વહે છે અને તે નદી બરવાળા થઈને જાય છે. આ નદીનું નામ ઉતાવળી છે અને આ નદીમાં ગામને પાદરે ઉગમણી કોરે પાણીનો મોટો ધરો છે. આ ધરામાં સ્વામિનારાયણ ભગવાન ઘણી વાર સ્નાન કર્યું છે અને સંતોએ અનેક વાર સ્નાન કર્યું છે પરંતુ. . .પરંતુ ધોમ ધખતા તાપે એક દિવસ મામૈયા પટગરના રાજકુમારો અમરા પટગર અને હાથીયા પટગર આ બન્ને રાજકુમારો સાથે બીજા કેટલાક કાઠી દરબારો ઉંડા ધરામાં સ્નાન કરવા ગયા.

ઘણી વાર આ ધરામાં ધુબકા દીધા અને એક બીજાને ધક્કા મારીને ખૂબ જળક્રિડા કરી. બે ત્રણ કલાક સુધી સ્નાન કરી પછી જ્યારે દરબારમાં આવ્યા ત્યારે મહારાજે કહ્યું કે આજે આ બધા દરબારો કેટલે સુધી ગયા હતા? દરબારો કહે મહારાજ! ઉતાવળી નદીના મોટા ધરામાં વહેતા શુદ્ધ જળમાં સ્નાન કરવા ગયા હતા. ત્યાં આજ તો બહુ મોજ આવી.

દરબારો! તમે જળમાં સ્નાન તો કર્યું, તમે એમ કહેશો કે શુદ્ધ જળથી સ્નાન કર્યું પરંતુ સ્નાન કરતાં કરતાં જા દેવોને, પવિત્ર તીર્થોને, સંતો અને ભગવાનને યાદ કરતા નથી અને એકાદ અÎર્ય પણ સૂર્યનારાયણને આપતા નથી તો કરેલું સ્નાન તમને કદી શુદ્ધ કરી શકતું નથી. જળના દેવ વરુણદેવને યાદ ન કરીએ, ભગવાનના અવતારોને યાદ ન કરીએ તો કરેલા સ્નાનનું ફળ માત્ર મનને મોજ દેવા જેવું થાય. તમે સ્નાન કર્યું અને ખૂબ મોજ કરી પરંતુ દેવોને કે સંતોને કે તીર્થોને તો યાદ કરવા ભૂલી ગયા હતા!

મહારાજના આવા વચનથી દરબારો કહે કે હા મહારાજ! અમે ત્રણ ત્રણ કલાક સ્નાન કર્યું પણ તમે યાદ જ ન આવ્યા અને ન કોઈ તીર્થો યાદ આવ્યાં. મહારાજ! અમને આજ્ઞા આપો અમે અત્યારે જ ફરી સ્નાન કરી અને પછી તમારી પૂજા કરએ. કાઠી દરબારોની આવી નિખાલસતા જાઈને ભગવાન બહુ રાજી થયા. દરબારો બધા ફરી સ્નાન કરવા ગયા. સ્નાન કરીને મહારાજની મોટા ઉપચારોથી પૂજા કરી.

ત્યારથી લોકો કહેવા લાગ્યા કે સ્નાન કરવામાં ભગવાન યાદ ન આવે તો લોહીમાં સ્નાન કર્યું કહેવાય. એવું ન કહેવું જાઈએ પણ લોકોના મુખે વહેતી વાત બહુ દૂર પહોંચી જતી હોય છે. જળ ભલે શુદ્ધ હોય પણ ભગવાનને સંભાર્યા વિના કરેલું સ્નાન કદી કોઈને પાવન કરતું નથી અને એમની સાક્ષી શ્રીભગવદ્‌ ગીતા આપે છે કે ભગવાનને અર્પણ કર્યા વિનાનું ભોજન અને ભગવાનને સંભાર્યા વિના કરેલું પાપ છે.

LEAVE A REPLY