Satsang Apps

આવકારો મીઠો આપજે..

      આપણે જીવન વ્યવહારમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે નાની સુની વાતમાં પરિવારના સંસ્કારો અને સત્શાસ્ત્રોના રહસ્યોને ભૂલી જઈએ છીએ અને આંગણે આવેલ અતિથીને કે સંત સાધકને કે માતા પિતા કે વડીલોને બોલાવાનું કે તેને આદર દેવાનું ભૂલી જઈએ છીએ.

      નાની નાની વાતમાં કલહ કરી બેસીએ છીએ અને પછી મોટા ઝગડા કરી નાખીએ છીએ. પછી એક બીજા સંગાથે વેર બંધાય અને સમય જતા એ નાની ઘટના ઘાતક પરિણામ આપે. જીવનમાં જો આપણે પોતાને જોવા પ્રયત્ન કરીએ કે પોતાને માન કે સ્વમાન કેટલું વહાલું છે, તો તેનું પરિણામ બહુ ઉત્તમ આવે છે. આપણે દિનપ્રતિદિન પોતાને માન મળે એને જોતા આવીયે છીએ તેનું શું કારણ છે તે જોતા નથી અને બીજાને માન આપવામાં કેટલા લાભ છે, એ પણ જોતા નથી.

      સત્સંગ અને સંસ્કારથી આપણે વિખુટા પડી જઈએ તો કોનું સન્માન કરવું ! કોનો આદર કરવો તે ખ્યાલ રહેતો નથી જેથી ઘણી વખત બહુ મોટી કઠણાઈ સહન કરવી પડે છે અને ભારે ઉપાધી વેઠવી પડે છે. આપણે આપણા ઘરનાં વડીલો જેમ કે માતા, પિતા, કાકા, મામા, દાદા, દાદી, મોટા ભાઈ બહેન, વિગેરે પાસેથી જીવનનું ગણતર અ ભણતર શીખ્યા હોઇયે પણ તેમનું આપણા વર્તનમાં ચરિતાર્થ ન થાય અને બોલવામાં કે વર્તનમાં વિવેક ચુકી જવાય તો બહુ લહેવું પડે છે.

      સ્વામિનારાયણ ભગવાન કહ્યું છે કે વિદ્વાન કે બુદ્ધિમાન વ્યક્તિનું અપમાન કયારે કરવું નહીં. વિદ્વાન વ્યક્તિ રાષ્ટ્રને પોતાની વિદ્વતતાથી ઊંચ શીખરે પહોંચાળી શકે છે. તેનું અપમાન કરવાથી પોતાને ગેરલાભ, પરિવારને નુકસાન અને સમાજને મળતો લાભ લુંટાઈ જાય છે, હણાઈ જાય છે.

      સાધુ સંતોનું અપમાન કરાય કે સજ્જનો અને રાજનેતાનું અપમાન કરાય તો આલોક અને પરલોકનું ભાતું ખોરવાઈ જાય છે. તેજ રીતે પ્રતિષ્ઠા પામેલ રાજા, શેઠ, મહાપુરુષ, વિદ્વાન વગેરેનું કદી અપમાન કરવું નહીં પણ શક્તિ પ્રમાણે અને બુદ્ધિ તેમનું સન્માન કરવું ,તેમના સત્કાર કરવો.

શસ્ત્રધારી, સત્તાધારી, રાજા કે રાજકીય પુરુષનું જો અપમાન કરવામાં આવે તો સમય જતાં ઘણુંબધું ગુમાવવું પડે છે.

 

      શસ્ત્રધારી, સત્તાધારી, રાજા કે રાજકીય પુરુષનું જો અપમાન કરવામાં આવે તો સમય જતાં ઘણુંબધું ગુમાવવું પડે છે. પોતાના ગુરુ હોય પોતાના આચાર્ય હોય કે પોતાના પરિવારના કોઈ વડીલ હોય તે સર્વે ગુરુ કહેલા છે, તેની સલાહ પ્રમાણે રહેવા જતાં અને તેની સંગાથે વિવેક રાખીને તેનું માન પાન જાળવી રાખતાં બંજર જમીનમાંથી મબલક પાક ઉતારી શકાય છે.

      જીવન વ્યવહારમાં યોગ્ય વ્યક્તિના અપમાનને કારણે અનેક પ્રકારનું થતું નુકસાન આપણે બધું જોવા મળે છે, પણ આ બધાનું મૂળ શું છે? વિવેકનો અભાવ અને યોગ્ય વ્યક્તિનો આદર કરવાનો અભાવ અને આંગણે આવેલ વ્યક્તિનો આદર કરવાનો અભાવ. જો આપણે આપણા જીવનમાં સત્શાસ્ત્રો વાંચીએ, સદગુરુનું શરણું રાખીને તેમના શબ્દોનું ચિંતવન કરીએ, તેમણે કહેલા શબ્દોનું અને રહસ્યોનું જીવનમાં એક્ટીવેટ કરીએ તો પોતાના જીવનમાં આપણે માન, પ્રતિષ્ઠા, સંપત્તિ સર્વે મેળવી શકીએ છીયે.

      આવી જીવનને સર્વ રીતે સુખ આપે એવી અનેક યુક્તીઓ નાની પણ અતિ મહત્વની સમજણ સ્વામિનારાયણ ભગવાન દ્વારા લખાયેલ શિક્ષાપત્રી માંથી મળે છે. સ્વામિનારાયણ ભગવાને દરેક નાનામાં નાની વાતની સમજણ આ નાનકડા એવા આ શીક્ષાપત્રી ગ્રંથમાં આપી છે.

shishapatri

      એક વિદ્યાર્થી પોતાના શિક્ષકનો આદર સત્કાર કરે તો તે વિદ્યાર્થી તેના અંતરને ભીંજવી દે છે અને શિક્ષક તે વિદ્યાર્થીને ઘણું બધું આપી દે છે પરંતુ જો વિદ્યાર્થી વિવેકના અભાવમાં ગુરુ કે શિક્ષકનું અપમાન કરી બેસે અને પોતાને મહેનતે સફળ થઈ જશે તો તે સફળતા લાકો કિલોમીટર દૂર રહી જશે. એવી રીત જીવનના દરેક પાશામાં છે. હવે જે વ્યક્તિ સમયે મીઠો આવકાર આપી શકે તો તે કદાચ અભણ જેવો હોય કે ગમાર જેવો હોય તો પણ સમય જતાં મોટો રાજનેતા પુરવાર થઈ શકે છે અને એનાં અનેક ઉદાહરણ આપણી પરંપરામાં છે.

      સ્વામિનારાયણ ભગવાને આપણા રોજીંદા જીવનમાં કયારે પણ તકલીફ ન પડે અને જીવનમાં વિશેષ પ્રગતિ થાય, તે માટે અનેક શાસ્ત્રોનું નિચોડ આ નાનકડી એવી આ શિક્ષાપત્રી (Shikshapatri ) આપેલ છે જો આપણે તેને અનુસરીને ચાલીયે તો કોઈ દિવસ આપણને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં.

લેખક: ઠક્કર શાહિલકુમાર મધુકાન્ત એમબીએ વીથ બીએસસી કેમીસ્ટ