સાદર હરિસ્મરણ

0
312
સાદર હરિસ્મરણ

અનેક ઉદાહરણો છે કે જ્યાં સાદર હરિનું સ્મરણ થયું ત્યાં અશક્ય પણ શક્ય થયું. એક ઉદાહરણ કચ્છ દહિંસરાનું છે. એક વખત કેસરાભાઈને કાળા નાગે દંશ માર્યો. શરીર આખામાં ઝેર વ્યાપી ગયું. શરીર કાળું થઈ ગયું. સાદરથી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ થયો તો જ્યાં ડાકટરની દવા કામયાબ ન થઈ ત્યાં આ મંત્ર કામયાબ થયો!

આપણી બુદ્ધિમાં કેવા ભયંકર સર્પના ડંખને કારણે ઝેર વ્યાપ્યું છે એ તો આપણે પણ જાણતા નથી. એતો સંતરૂપી ડાકટર પાસે જવાય  તો જાણ થાય કે કેવું કાતિલ ઝહર આપણી બુદ્ધિમાં વ્યાપ્યું છે. જો સંતના સમાગમે વિચારરૂપી દ્રષ્ટિથી એ બુદ્ધિને જોવા પ્રયત્ન કરવામાં આવે તો કાંઈક અંશે દેખાય છે કે ઝેરથી આપણી બુદ્ધિમાં કેવી વિકૃતિ આવી ગઈ છે.

                બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ‘‘હરિ ભજતાં સુખ હોય સમજ મન!’’ કોઈ રોગની નિવૃત્તિ માટે કાંઈક ઔષધિ લેવાની હોય ત્યારે પણ સાદરથી અને શ્રદ્ધાથી લેવાની હોય છે. દવા આપનારો ડાકટર પણ દરદીને એમ જ કહે છે કે જો તમે આ દવામાં વિશ્વાસ રાખશો તો આ દવાથી તમને જરૂર થોડા દિવસોમાં સારુ થઈ જશે.

બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ‘‘હરિ ભજતાં સુખ હોય સમજ મન!’’ કોઈ રોગની નિવૃત્તિ માટે કાંઈક ઔષધિ લેવાની હોય ત્યારે પણ સાદરથી અને શ્રદ્ધાથી લેવાની હોય છે. દવા આપનારો ડાકટર પણ દરદીને એમ જ કહે છે કે જો તમે આ દવામાં વિશ્વાસ રાખશો તો આ દવાથી તમને જરૂર થોડા દિવસોમાં સારુ થઈ જશે.

અરે! સાદરથી શ્રીહરિ સ્મરણ થાય તો હૃદયમાં વાત્સલ્યતા આપોઆપ ફૂટી નીકળે છે. જો સદા સાદરથી હરિ સ્મરણ થતું રહે તો જેમને આપણા ઉપર દ્વેષ ભાવ હોય અને આપણું અપમાન કરવાનું વારંવાર જેઓ ષડયંત્ર ગોઠવતા હોય તે પણ આપણા તરફ ઉપેક્ષાવૃત્તિ રાખતા હોવા છતાં બદલાઈ જાય છે અને તેઓ ભગવાનના નામમંત્રની અતિ અપેક્ષા રાખતા થઈ જાય છે. તે અસુરવૃત્તિના હોવા છતાં સુરવૃત્તિના થઈ જાય છે.

જેમ જે શિષ્ય પોતાના ગુરુનો દોષ જોતો નથી, જેમ સંસ્કારી સંતાનો પોતાના માતા પિતાના દોષ જોતા નથી, જેમ સંતો દુર્જનના દોષ અને તેની દુર્જનતા જોતા નથી તેમ સાદર હરિ સ્મરણ કરતા ભક્તોએ અને સાધકોએ કદી પણ કોઈનો દોષ જોવો નહિ. જો દ્વેષ કર્યા વિના પોતાના કામમાં પોતે લાગ્યોરહે તો પોતાનું કામ નિર્વિધ્ન પાર પડી જાય છે.

જેમ શ્રોત્રિય થયા વિના બ્રહ્મનિષ્ઠ થઈ શકાય નહિ અને બ્રહ્મનિષ્ઠ થવાથી શ્રોત્રિય થવાય નહિ. પણ શ્રોત્રિયને બ્રહ્મનિષ્ઠ થવાના અનેક મોકાઓ સાંપડે છે પણ બ્રહ્મનિષ્ઠને  શ્રોત્રિય થવાનો મોકો ભાગ્યે જ સાંપડે છે.

               નરના સહકાર વિના નારી ફલવતી થાય જ નહિ. અર્થાત્ વેદ સહકાર વિના  પુરુષ બ્રહ્મનિષ્ઠ થાય જ નહિ અને થાય તો ભ્રાન્ત્તિ હોઈ શકે.

નરના સહકાર વિના નારી ફલવતી થાય જ નહિ. અર્થાત્ વેદ સહકાર વિના  પુરુષ બ્રહ્મનિષ્ઠ થાય જ નહિ અને થાય તો ભ્રાન્ત્તિ હોઈ શકે.

કેવળ શ્રોત્રિયત્વ સમ્પૂર્ણ વ્યર્થ નથી પરંતુ કેવળ બ્રહ્મનિષ્ઠત્વ સમ્પૂર્ણ નકામું છે. ભગવાનને પામવા માટે શ્રોત્રિયત્વ અને બ્રહ્મનિષ્ઠત્વ બન્નેની આવશ્યકતા છે. તેમ કેવલ હરિ સ્મરણ નહિ પણ સદ્‌ગુરુ બોધિત સાદર હરિ સ્મરણની અતિ આવશ્યકતા છે. સદ્‌ગુરુ બોધિત વિનાનું હરિ સ્મરણ પણ પૂર્ણતઃ ફલિત થતું નથી અને સાદર વિનાનું હરિ સ્મરણ પણ ફલિત થતું નથી.