lord-swaminarayan

ભગવાન સ્વામિનારાયણ

શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં અવતારનું પ્રયોજન

By Satsang Apps

October 13, 2016

આપણો ઉદ્ધવ સંપ્રદાય એક ભક્તિનો માર્ગ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું મહારાજે પોતે વચનામૃતમાં કહ્યું છે. ધર્મથી જીવનમાં સંયમ થાય, ભક્તિથી ભગવાનમાં પ્રેમ થાય, વૈરાગ્યથી સંસારનો મોહ છુટે અને જ્ઞાનથી ભગવાનની ઓળખાણ થાય છે. કોઈ એક સાધનથી મોક્ષની પ્રાપ્તિ નથી થતી.

આ મોક્ષનો માર્ગ બતાવવાં અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને માનવ જીવનમાં જગાડવા માટે ભગવાન પોતે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો. ભગવાને ગીતામાં કહ્યું જ છે,

यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम्‌ ।

અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા અને અસુરોનો નાશ કરી સંતો – ભક્તોની રક્ષા કરવા હું પોતે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરું છું.

જયારે ભરતખંડમાં સર્વત્ર અધર્મ ફેલાવા લાગ્યો હતો, લોકો ધર્મને છોડી અધર્મના માર્ગે ચાલતાં થયાં અને પ્રજાના રક્ષક એવા રાજાઓ પ્રજાના ભક્ષક બનવા લાગ્યા ત્યારે ગીતામાં આપેલ વચન અનુસાર દુર્વાસા ઋષિના શ્રાપને નિમિત બનાવી અવતારના અવતારી ભગવાન આ પૃથ્વી પર મનુષ્યરૂપે પ્રગટ થયા.

આ ઉપરાંત ભક્તોને લાડ લડાવા અને તેમને પોતાના સ્વરૂપનું સુખ આપવા માટે તથા ભક્તોના મનોરથો પૂર્ણ કરવા માટે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે.

Save