ઉત્સવ દર્શન

શિવનો મહાન પર્વ ‘મહાશિવરાત્રી’

By Satsang Apps

October 13, 2016

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. હિંદુ કેલેન્ડર અનુસાર આ તહેવાર ફાગણ મહિનાની વદ ચૌદસના દિવસે મનાવવામાં આવે છે. શિવરાત્રિને દિવસે  દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે. એવી માન્યતા પણ છે કે આ દિવસે મધ્યરાત્રીએ બ્રહ્માના શરીરમાંથી ભગવાન શિવનું પ્રાગટ્ય થયું હતું અને આ જ દિવસે શિવ તાંડવ નૃત્ય કરીને આ સૃષ્ટિને પોતાની ત્રીજી આંખની જવાળાથી ભષ્મ કરી નાખશે. આ દિવસે ભગવાન શિવનો અભિષેક વિવિધ વ્યંજનોથી કરવામાં આવે છે.

મહાશિવરાત્રીના દિવસે કાઠમંડુના પશુપતિનાથના મંદિરમાં ભક્તજનોની ભીડ લાગી જાય છે. ભારતના અલગ અલગ સ્થળોએથી ભક્તો અને યોગીઓ શિવના દર્શન કરવા આવે છે.

Save