bhagvan ni shreshthta

ભગવાન સ્વામિનારાયણ

ભગવાન ના સબંધનાં શ્રેષ્ઠતા

By Shastri Surya Prakash Dashji

October 25, 2016

       ભગવાન માં હેત વધે અને ભગવાનના ભક્તમાં હેત વધે એજ જીવનમાં ખરું કરવાનું છે. જગતમાં અનેક પ્રકારની પ્રવૃતિ મનુષ્યો કરે છે પણ એ પ્રવૃતિ ધાર્યા કરતાં ફળ વધારે કદી પણ આપે નહીં. ધાર્યા કરતાં વધારે ફળ જોઈતું હોય તો કોઈ સાચા સાધક કે કોઈ સાચા ગુરુની અનુવૃતિ પ્રમાણે પ્રવૃતિ કરવી.

      ભગવાનના એકાન્તિક સંતો એમ માને છે કે જે પ્રવૃતિથી ભગવાન રાજી થાય, એ પ્રવૃતિથી કોઈ કામ અધૂરાં રહે નહીં. સાચા અર્થમાં નિવૃતિ પણ એજ કહેવાય કે જે પ્રવૃતિ કરવાથી આપણા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન રાજી થાય. ભગવાનના સબંધ વિનાની જે કાંઈ પ્રવૃતિ છે તે સર્વે કેવી છે? તો વૈદના કહેવાથી ચોમાસાના ચાર મહિના એક વખત ભોજન કર્યું એના જેવું છે.

      ભગવાનના કહેવાથી કે સંતના કહેવાથી રાત્રી દિવસ ભોજનમાં રહેવાય તો પણ એ મહા ફળને આપનારું થાય છે. સાચી પ્રવૃતિથી અંતર નિવૃતિના માર્ગમાં પ્રગટી કરે છે અને આત્યાન્તિક શ્રેય સંપાદન સહજમાં થાય છે. ભગવાન કહે છે કે સંતો! ભગવાનને માટે અને ભાગવતને માટે પ્રવૃતિ હમેશાં કરતા રહજો. ભગવાનના ભક્ત માટે કમકાજ કરવું, કાંઈ પ્રવૃત્તિ કરવી એજ સાચા અર્થમાં નિવૃત્તિ છે. કેવળ પોતાના પેટને કાજે માગી લાવી, પોતાનું ભરણ પોષણ કરી જગતમાં કાંઈ પણ કર્યા વિના ભાટક્યા કરવું એતો પરમાત્માને છેતરવા જેવું છે. પરમાત્માને પ્રવૃતિ વિનાનું ભજન વહાલું નથી. પ્રવૃતિની સાથે જે કાંઈ થોડું ઝાઝું હરિભજન થાય એમાં પરમેશ્વર વધારે રાજી છે.