પરિવાર દર્શન

નિર્દોષ કિશોરની વાત

By Shastri Surya Prakash Dashji

July 02, 2017

હજારોના હસતે મુખે ખૂન પીનારા શેઠીયા કેવા સારા હોય છે અને પોતાના શરીરને તંદુરસ્ત રાખવા, પોતાનું સ્થાન સુરક્ષિત રાખવા અને પોતાની સમૃદ્ધિને સુરક્ષિત રાખવા, શાસ્ત્ર મર્યાદા કે લોક મર્યાદાને નેવે ચઢાવનારા કપટી સંચાલકો કે નેતાઓ કેવા સારા અને સંસ્કારી હોય છે? એ આપણે હવેની વાત ઉપરથી સમજી શકીશું.

એક લખપતિ શેઠને કોઈ અસાધ્ય રોગે ભરડો લીધો. જેમ જેમ દિવસો જાય તેમ તેમ દવાઓ નકામી થાય, પણ કોઈ દવા કારગર ન થાય. સમગ્રદેશના નામાંકિત ડોક્ટરને,વૈધોને અને હકીમોને સન્માન ભેર બોલાવી તપાસ કરવી. ન કાંઈસચોટ નિદાન થાય, ન અકસીર દવા હાથ આવે. હજારો ને લાખો રૂપિયાનું પાણી થયું. લખપતિ શેઠને સારું થવાને બદલે વધારે ભોગવવાનું થયું. શરીર લગભગ ખલાસ થવાને આરે આવી પહોચ્યું. કોઈ અગમ રોગે નક્કી જ કર્યું હશે કે લખપતિ શેઠનો ભોગ લેવો.

‘દેવીને જીવનનો ભોગ લગાવો’ તો સારું થઈ જશે,એમ કહેતો કોઈ એક આચાર્ય ત્યાં આવી પહોચ્યો. લખપતિ શેઠની હાલત જોઈ. તે પુજારી આચાર્યે કહ્યું કે ‘ તમોએ બધું કર્યું હશે પણ જે કરવું જોઈએ તે પંથે કાંઈ કર્યું નથી. હજુ કાંઈ કરો તો તમને અવશ્ય સારું થશે.’ બુડતો માણસ તણખલાને બાથ ભરે છે. લખપતિ શેઠે કહ્યું કે ‘ જેટલો ખર્ચ થાય તે બધો કરવા તૈયાર છું પણ કાંઈક ઉપાય કરો જેથી મને સારું થાય.’

દેવીને એક કિશોરનો ભોગ ચઢાવો પડે! જો તે શક્ય બને તો તમને નિશ્ચય સારું થાય. માતાજી ભોગ વિના કદી પ્રસન્ન થાય નહી. જો તમારે રોગથી ઉગરવું હોય તો માતાજીને કિશોરને ભોગ ચઢાવવો જ પડે.લખપતિ શેઠિયાઓમાં અંધશ્રધ્ધા કાંઈ ઓછી હોતી નથી. લખપતિ શેઠીયાના પરિવાર તરફથી કિશોરની તપાસ ચાલુ થઈ પરંતુ કોઈ પોતાનો બાળક દેવીને ભોગ માટે આપે? કોઈ ન આપે. લખપતિ શેઠિયાનો પરિવાર મોટો હતો પણ કોઈ માતાજીને બલીએ ચઢવા તૈયાર ન થયો.

કોઈ નિરાધાર અને રંક વ્યક્તિ જેમ પોતાના શરીરને વેંચે છે તેમ કોઈ બિચારા માબાપ પોતાના સંતાનોને પણ વેંચે છે. પંદર વર્ષનો કિશોર લખપતિ શેઠિયા માટે વેંચાઈ ગયો! એને ખબર નથી કે મને વેંચવામાં આવ્યો છે કે લખપતિ શેઠિયાને ત્યાં સુખ ભોગ ભોગવા મોકલાયો છે.

મંદિરના આચાર્યને બોલાવ્યો. કહેવામાં આવ્યું કે તમો જયારે કહો ત્યારે કિશોરને લઈ માતાજી પાસે આવીએ. સાથે શું શું પુજારીના કહેવા પ્રમાણે લખપતિ શેઠિયાને અને કિશોરને માતાજીના મઢમાં પુજારીના કહેવા પ્રમાણે લખપતિ શેઠિયાને અને કિશોરને માતાજીના મઢમાં લઈ જવાયો. કિશોરને હજુ કાંઈ ખબર ન હોતી કે મને આ લોકો શું કરવાના છે અને શા માટે મને અહી લાવ્યા છે. લખપતિ શેઠિયાને દેવીની બાજુમાં પુજારીના કહેવા પ્રમાણે લખપતિ શેઠિયાને અને કિશોરને માતાજીના મઢમાં પુજારીના કહેવા પ્રમાણે લખપતિ શેઠિયાને અને કિશોરને માતાજીના મઢમાં લઈ જવાયો. કિશોરને હજુ કાંઈ ખબર ન હોતી કે મને આ લોકો શું કરવાના છે અને શા માટે મને અહી લાવ્યા છે. લખપતિ શેઠિયાને દેવીની બાજુમાં બેસાડવામાં આવ્યો અને ધારદાર ફાંગો લઈ એક રાક્ષસ જેવો કોઈ માણસ ત્યાં આવ્યો અને મંદિરનો મુખ્ય આચાર્ય જ્યાં મંત્ર બોલે છે ત્યાં ઉભો રહ્યો.

જયારે વધ કરવાનો સમય આવ્યો ત્યારે કિશોર માતાજીને હાથ જોડવાને બદલે આભ સામે દ્રષ્ટિ માંડી. એકી ટસે આભ સામે જોતો રહ્યો. રોવાને બદલે હસતો રહ્યો! લખપતિ શેઠ સહિત ત્યાં સાથે આવેલ લોકોને આશ્ચર્ય થયું કે કોઈ પણ નો ભોગ દેવાય ત્યારે ત્યાં આવેલા લોકોના હૈયા પીગળી જાય, અંતરમાંથી ઉહંકારો નીકળી જાય, એવું આર્તનાદથી હર કોઈ વ્યક્તિ રુદન કરે પરંતુ આ બાળક તો હસે છે! આનું હસવાનું કાંઈક કારણ હોવું જોઈએ!

લખપતિ શેઠિયાથી રહેવાયું નહી. કિશોરને પૂછવામાં આવ્યું. કિશોર! તું કેમ આવી વધની ઘડીમાં હશે છે? કિશોરે કાંઈ ન કહ્યું. ફરી આગ્રહ કરવામાં આવ્યો ત્યારે બસ આટલું જ બોલ્યો કે ‘ હું એમ માનતો હતો કે માતા પિતા કદી પોતાના સંતાનોના શત્રુ હોતા નથી. પરંતુ એણે તો મને વેંચી માર્યો ! મને એમ કે લખપતિ શેઠની ગુલામી કરીશ અને એક પશુની માફક જીવન ગાળીશ પરંતુ….પરંતુ…..અહીં તો મારો વધ કરવાનો સમય આવ્યો. મારી ખરીદી કેવળ એટલા માટે જ થઈ હતી ને?

લખપતિ શેઠ નિર્દોષના ખૂનથી જ એશઆરામ કરે છે એની મને આજ ખબર પડી. કિશોરથી બોલી જવાયું. બીજાની જિંદગીને વેતરી પોતાની જીંદગીમાં આનંદ માણે છે એવા લખપતિ શેઠની મને આજે જ ઓળખ થઈ! આ સંસાર ચક્રનું નાટક જોઈ મને ભગવાન તરફ જોવાનું મન થયું. માટે જ મારાથી આભ સામે જોવાઈ ગયું. મારાથી મનો મન બોલાઈ જવાયું કે વાહ…..પ્રભુ! વાહ….મારા કર્મના બસ આ લેખાં ઝોખાં ! બસ!  આ જોઇને મને હસવું આવ્યું.

નિદોષ કિશોરની વાતથી શેઠનું દિલ પીગળી ગયું પણ આચાર્યને કાંઈ ન થયું. શેઠે પુજારીને કહી દીધું કે ‘નથી કરવું મારે કાંઈ’ જે થવાનું હોય તે ભલે થાય. મારે મારા શરીર માટે બીજાનો ભોગ નથી લેવો.

લખપતિ શેઠે કિશોરને પોતાના ઘરમાં પોતાના સભ્ય તરીકે રાખ્યો. કહેવાય છે કે દિવસો જતા લખપતિ શેઠિયાને કિશોરના ઉપચારે સારું થયું. નિર્દોષ કિશોરનું હસવું પણ કાંઈક કારગર થયું.

“મિત્રો! દવ કે દેવી કદી કોઈના જીવનના ભોગે પ્રસન્ન થાય નહી. એતો ભોગ આપનારનો જ ભોગ લે છે! કોઈના કહેવે વ્યક્તિનો ભોગ કદી દેવ કે દેવીને દેવો નહી.”