છેતરે તે છેતરાય

0
910
છેતરે તે છેતરાય
Chhetre te chhetray

       વિજયનગરના મહારાવશ્રી કૃષ્ણદેવ હતા. તે બહુ શુરવીર અને હિમતવાળા હતા. સાહસી અને ખંતીલા હતા. દયાળુ અને પ્રજાપાલક હતા. ન્યાયી અને ધર્મપ્રિય હતા.

       એમનો એક રમુજી મિત્ર હતો. તેનું નામ હતું તેનાલીરામ. તેનાલીરામની ચતુરાઈ અને વિનોદવૃત્તિ તો ગજબની હતી. એના નટખટ જોવા સાંભળવાની સૌ કોઈને મજા પડતી. એ એવો એ તૈયાર અને નટખટી હતો કે મોટા મોટાને હલવાવી દેતો હતો.

      એક દિવસ રાજા કૃષ્ણદેવરાય પોતાના દરબારમાં બેઠા હતા. કેટલાક લોકો પોતાનો ન્યાય લેવા દરબારમાં આવેલા હતા અને કેટલાક જાણકારો ન્યાયના નિર્ણયને સાંભળવા આવ્યા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સૌને સાચો નિર્ણય મળતો હતો એથી પ્રજામાં પૂર્ણ સંતોષ હતો.

       એક વખતની વાત છે કે ઘરડો માણસ અને એક યુવાન છોકરો આ બન્ને રાજાની સન્મુખ આવી તેમને નમસ્કાર કરી તેમની સન્મુખ બેઠા. ડોસાએ પોતાની વાત રાજાને કહેવા માંડી “કે આ યુવાનનો બાપ મારો જીગરી મિત્ર થાતો. એ માંદો ભયંકર પડ્યો. ધીરે ધીરે તેની બિમારી વધતી ગઈ. બીમારી જીવલેણ નિવળશે એવું લોકોને લાગ્યું. લોકો કહેવા લાગ્યા કે હવે લાંબુ રહે એવું લાગતું નથી. પછી એના દીકરાએ મને બોલાવ્યો અને કહ્યું કે મારા બાપુજીને તમારી સંગાથે કાંઈક કામ છે.

       મારાબિમાર મિત્રે કહ્યું કે ‘આ મારો દીકરો ઘણો નાનો છે. હું હવે લાંબુ રહી શકું એમ નથી. મને મારું મન કહે છે કે મારા દીકરાનો ઉચ્છેર થાય તે માટે તને સોંપું. તેના ઉચ્છેર માટે અને બીજા ખર્ચ માટે તને વીસ હજારની સોના મહોર આપું છું. જેટલો ખર્ચ થાય તેટલો તું તેને દેતો રહેજે, તેને માટે જરૂરિયાત ખર્ચ કરતો રહેજે અને બાકીનો જે બચ્ચે તેમાં તને જે ગમે, કે જે યોગ્ય લાગે તે મારા દિકરાને આપી દેજે’

       સાહેબ! હવે તમે મારી વાત સાંભળો. હું આ મારા મિત્રના દિકરાને ભણાવી ગણાવી તેમની પાછડ ઘણો ખર્ચ કરતો આવ્યો. આજે તે તૈયાર થઇ ગયો છે. હું પાંચ હજાર સોના મહોર આપું છું તો તે લેતો નથી. ના પાડે છે. તે કહે છે કે ના મારે એ બરાબર નથી. હવે તમો ન્યાય કરો. અન્નદાતા! મારે શું કરવું? મારા મિત્રના ઋણથી હું મુક્ત થાઉ અને લોકોમાં મારી આબરૂ રહે એવો કાંઇક સાચો ન્યાય આપો.”

      રાજા વિચારમાં પડી ગયો કે હવે મારે શું કરવું. આ વાતમાં આ બુઢાની કાંઇક ચતુરાઈ હોય એમ લાગે છે. અને યુવાન કાંઇક હોશીયાર લાગે છે. એ વિના આ વાત આ દરબાર લગણ આવે નહીં. રાજાએ તેનાલીરામને સંકેતમાં આનો ઉકેલ લાવવા કહ્યું.

       હવે તેનાલીરામ બાપાની પરીક્ષા કરવા લાગ્યો. પ્રથમ બાપાને પૂછ્યું. બાપા!આ છોકરાનો બાપો મરી ગયો ત્યારે આ છોકરાની ઉમર કેટલાં વર્ષની હતી? અને ત્યારે તમારી કેટલાં વર્ષની ઉમર હતી?

      ડોસો કહેવા લાગ્યો કે એનો બાપ મરી ગયો ત્યારે એની ઉમર માત્ર દશ વર્ષની હતી. અને મારી પચાસ વર્ષની હતી. અત્યારે આ છોકરાની ઉમર વીશ વર્ષની થઇ અને એ પ્રમાણે મારી થઇ. ડોસાએ ઉમેર્યું કે તું આવી વાત શું પૂછતો હોઈશ? જેની વાત છે તેની વાત કર.

      રામે કહ્યું કે ભલે બાપા. હવે એ પૂછું. આતો મારી ટેવ કે જે તે પુછાઈ જાય. બાપા! છોકરાની પાછડ તમો એક મહિને કેટલો ખર્ચ કરતા આવ્યા. ડોસો કહે કે એક મહિને ત્રીસ સોના મહોર.તેનાલીરામે વિચાર્યું કે ડોસે જવાબ વિચારીને આપ્યો છે. તેને પકળવો અઘરો છે. દશ વર્ષમાં તો ખર્ચ માત્ર ત્રણ હજાર છસો જ થાય. આ બુઢાને પકળવો ઓખો છે.

      તેણે બાપાને ફરી પૂછ્યું કે આ બે થેલીમાં શું લાવ્યા છો? અને તેમાં કેટલી કેટલી સોના મહોરો છે? ડોસાએ કહ્યું કે જો! એકમાં ૧૧ હજાર ભરી છે. અને બીજામાં ૫૪૦૦ છે. બાપા! હવે તમે અંતરથી કહો કે તમને કઈ થેલી ગમે છે? બાપાને ખબર નહીં કે આ તેનાલીરામ મારાથી પાકો અને ચતુર હશે.

      દુનીયામાં બીજાને છેતરવા જાય એ પોતે છેતરાય અને બીજાને કાઢવા જાય એ પોતે નીકળે. બીજાને પકળાવા જાય તો પોતે કદીક બરાબરનો પકળાય અને બીજાને જે ઉગારવા પોતાના જીવનને જોખમમાં મુકે છે એને ભગવાન ગમે તેમ કરીને ઉગારી લે છે.

     બીજાને છેતરો નહીં અને બીજાને રખડાવો નહીં. ગમે તેટલી હોશીયારી હશે પણ સમયે આવે દરેકને ફળ મળી જવાનું છે. કોઈને ચાર દિવસ વહેલું મળે છે અને કોઈને ચાર દિવસ મોડું. જો બીજાને છેતરશો તો પોતે જ ક્યારેક બરાબરના છેતરાશો કારણકે છેતરે તે છેતરાય .

       સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કહે છે કે કોઈને છેતરવો નહીં અને કોઈના ધનની ચોરી કરવી નહીં. જે આ વચન લોપશે તેને તેટલું દુઃખ આ લોકમાં થશે અને પરલોકમાં પણ થશે.

      બાપો કહે કે મને આ થેલી ગમે છે અને ઈ થેલી મને મારા મિત્રના સુપુત્રને દેવી છે. એ થેલી એને લઇ લેવી જોઈએ. તેનાલીરામે પૂછ્યું કે બાપા! જે તમને ગમે છે એમાં સોના મહોર કેટલી છે? એમાં ૧૧ હજાર.

      તો..તો બાપા! તમારે પ્રદુને જે થેલી તમને ગમે છે, જે તમને વધારે યોગ્ય લાગે છે અને જેમાં ૧૧ હજાર સોના મહોર છે તે આપવી પડે કારણકે તમારા મિત્રે તમને એમ કહેલું કે તમને જે ગમે અને તમને જે યોગ્ય લાગે તે દેજો. તો તમને જે ગમે છે અને યોગ્ય લાગે છે તે આપી દો

       ડોસો બિચારો ચતુરાઈ વાપરવા ગયો પણ ચતુરાઈ કાંઈ કામ આવી નહીં. જો ડોસો બીજી કોઈ રીત ગોતી આવ્યો હોત તો કદાચ સફળ થઇ ગયો હોત પણ ફૂટેલ ભાગ્યવાળાને કે બીજાને છેતરનારને છેતરાવું જ પડે છે.

     સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમારા આશ્રિતોએ સાવધાન રહેવું અને ન્યાય-નીતિના ગ્રંથો વાંચવા-વિચારવા કે જેથી વ્યવહારમાં કોઈ જગ્યાએ ખોટી રીતના કોઇથી છેતરાઈએ નહીં. આજે ઘણા લોકો સારા દેખાવો કરી હોશીયાર લોકોને પણ છેતરવા હોય છે. આપણે ભગવાનનો અને પવિત્ર સાધકોનો સહવાસ રાખવો જોઈએ જેથી સમયે સમયે જાગૃકતા રહે.