ઝાલાવાડમાં એક નાનુ ગામ છે. એ ગામનું નામ કડુ છે. ગામનું નામ કડુ છે પણ ગુણે કરી વડુ થયું છે. અતિ વડા સિધ્ધ સાધકે આ ભૂમિમાં અવતરણ કર્યું અને ગામને ધન્ય બનાવ્યું. પટેલના કોઈ પૂર્વના પુણ્યે જ એક સિદ્ધ આત્માએ તેને ઘેર જન્મ ધારણ કરવાનું મનોમન નક્કી કર્યું.
કડુ ગામમાં સત્સંગ પ્રચાર અર્થે કેટલાક પરમહંસો પધાર્યા. ગામમાં તેમના પધરામણાં થતાં કલ્યાણદાસને સંતોએ યાદ કર્યા. ગામના કેટલાક વડીલોને પૂછ્યું કે ‘અમારો કલ્યાણદાસ સુખી તો છે ને?’ સત્સંગ કરવામાં તેને કોઈ તકલીફ તો નથી પડતીને? લોકોએ પોત પોતાની રીતે સંતોને જવાબો આપ્યા. કોઈ સારા સમાચાર આપ્યા તો કોઈએ નબળા સમાચાર આપ્યા.
થોડી વાર થઈ ત્યાં કલ્યાણદાસને જાણ થઇ કે ગામમાં સંતોનું આગમન થયું છે. તરત દર્શન કરવા દોડી આવ્યા. સંતોના ભાવથી દર્શન કર્યા. સંતોએ કલ્યાણદાસને આર્શિર્વાદ આપ્યા. સંતોને બીજે ગામ જવાની ઉતાવળ હતી. કલ્યાણદાસેસંતોને આગ્રહ કર્યો કે ‘મહારાજ આજનો દિવસ રોકાઓ તો અમને સત્સંગનો લાભ મળે.’ સંતોની ઇરછા ન જણાતાં કલ્યાણદાસે આગ્રહ છોડી દીધો.
કલ્યાણદાસસે કહ્યું કે ‘મહારાજ! થોડી વાર રોકાઓ તો હું હમણા તમારા માટે ગાડુ લઇ આવું. વૃદ્ધ સંતો બિચારા ચાલીને થાકી જશે. સંતોએ ગાડુ લાવવાની ના પડી છતાં અતિ આગ્રહથી વૃદ્ધસંતોને માટે તાત્કાલિક ગાડુ લઈ આવ્યા. વૃદ્ધ સંતો કલ્યાણદાસના ગાડામાં બેઠા અને ગાડુ જે ગામે જવાનું હતું ત્યાં હંકારી દીધું.
કલ્યાણદાસના પિતાને સત્સંગ ન હતો. સાધુ માટે કલ્યાણદાસ ગાડુ લઈ ગયો છે એ સમાચાર જાણી બાપ ક્રોધથી ધ્રગેલ તાંબા જેવો થઈ ગયો. તેણે નક્કી કરી લીધું કે ‘કલ્યાણદાસ ઘરે આવે એટલે એને બરાબરનો પાઠ ભણાવું.’
કલ્યાણદાસ સંતોને બીજે મૂકી ઘેર આવ્યો. બાપે બધી વાત પૂછી. નિખાલસ હદયે ક્લ્યાદાસે બાપને પ્રત્યુત્તર આપ્યા પરંતુ પ્રત્યુત્તર સાંભળ્યા વિના જ પોતાના સગા દીકરાને લાકડીથી અસહ્ય ઢોર માર મારી મુક્ત્રાજ કલ્યાણદાસને ભાંગી નાખ્યો! આ દુષ્ટપ્રસંગ એટલો ત્રાસદાયી હતો કે ગામના લોકો સૈકા સુધી ભૂલી શક્ય ન હતા. આજ દિવસ સુધી કલ્યાણદાસ ઉપર ગુજરેલા ત્રાસને સત્સંગમાં કોઈ ભૂલ્યું નથી.
મહામુક્તરાજને આટલો અસહ્ય ત્ધોર માર ખાવો પડે! એ કેટલો અને કેવો ક્રૂર પિતા હશે! કેટલી ધૃણા એને સંતો તરફ અને સત્સંગ તરફ હશે!
વાચકો! આવા અનેક જીવન પ્રસંગો એ મહાપુરુષના છે. પરિવારમાં નિત્ય પિતાનો આવો ત્રાસ હતો. પરિવારમાં આટ આટલો ત્રાસ હોવા છતાં કલ્યાણદાસ (અદ્દ્ભુતાનંદ સ્વામી) સત્સંગમાંથી એક રંચ જેટલા ડગ્યા નહી. સત્સંગ ખાતર અને સંતોને માટે જેટલું સહન થયું તેટલું કર્યું. કદી સંત કે સત્સંગ છોડવાનો સંકલ્પ સુધા ન કર્યો.
સંતોને માટે જેણે જેણે સમાજના કે પરિવારનાં અપમાન કે તિરસ્કાર સહન કર્યા છે એ આત્માઓના પુણ્ય અનંત છે. જેણે સંસારથી વૈરાગ્ય લીધો છે એવા સંતોની સેવામાં પણ પરિવાર ત્રાસ આપે એટલું નહી પણ ઢોર માર મારે!
ધન્ય હો આવા મુક્તરાજ કલ્યાણદાસને! ધન્ય હો આવા સંત શિરોમણી અદ્દભૂતાનંદ સ્વામીને!