‘મહાભારત’એ વિશ્વનો સૌથી મોટો સાહિત્યિક ગ્રંથ છે. તે મુનિ વેદવ્યાસ દ્વારા લખાયેલું એક મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ હિંદુ ધર્મનો એક ગ્રંથ જ નથી,પણ એક શબ્દકોશ છે. એવું કહેવાય છે કે, જો કોઈ આ ગ્રંથ વાંચી જાય તો તેને હિંદુ ધર્મનું પૂર્ણ જ્ઞાન થઈ જાય છે. આ ગ્રંથનું મુળનામ ‘જય’ ગ્રંથ હતુ અને પછી તે ‘ભારત’ અને ત્યારબાદ ‘મહાભારત’ તરીકે ઓળખાયો.
આ કાવ્યગ્રંથ ભારતનો અનુપમ ધાર્મિક,પૌરાણિક,ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ છે, અને તે વિશ્વનો સૌથી મોટો સાહિત્યિક ગ્રંથ છે. જેમાં લગભગ ૧,૦૦,૦૦૦ જેટલા શ્લોક છે. સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓમાં તેની ગણના થાય છે. આજે પણ તે પ્રત્યેક ભારતીય માટે એક માર્ગદર્શક કે અનુકરણીય ગ્રંથ છે. આ કૃતિ હિન્દુઓના ઇતિહાસની એક ગાથા છે. મહાભારતમાં જ વિશ્વને માર્ગદર્શક એક ભગવદ્દગીતા સમાયેલી છે.
Save