રાખો સૌને રાજી

0
11
રાખો સૌને રાજી

 ખિસ્સાં ભરવા હોય તો ખુશામત કરવી પડશે અને સન્માન જોઈતું હશે તો સરસ બોલવું પડશે. જો ભૂલે પણ કોઈ સ્થળે કડવું બોલવાનું ડહાપણ કર્યું તો તેનું ફળ ચાખવું પડશે.

ખિસ્સાં ભરવા હોય તો ખુશામત કરવી પડશે અને સન્માન જોઈતું હશે તો સરસ બોલવું પડશે. જો ભૂલે પણ કોઈ સ્થળે કડવું બોલવાનું ડહાપણ કર્યું તો તેનું ફળ ચાખવું પડશે.

દિવાન જો રાજાની આબરુ અને ઈજ્જત ન સાચવે તો દિવાનને ખાસો લાભ થાય નહિ. સંસ્કારી પત્ની પોતાના પતિની વાત સમજી,તેના અંતરની ભાવુકતા અને કઠેરતા સમજી તેની સંગાથે વ્યવહાર કરે તો પતિ પત્નીને વશ થઈ જાય છે.

‘‘ જે રાખવું હોય તે રાખો,કોઈને કાંઈ પડી નથી ।

મીંઢા થઈ જાવ સમયમાં, મોઢાને વશ રાખો ।।’’

ધર્મનો કે કાયદાનો ભંગ મહત્વનો નથી પણ ખુશામત કરવાનો ઢંગ બહુ મહત્વનો છે. સૌને રાજી રાખવા એ બહુ મહત્વનું છે. જો બીજાને રાજી કરી શક્યા તો ભગવાનને પણ રાજી કરતાં શીખી જશું. સંત કે ગુરુને પણ આરામથી રાજી કરી શકશું. એ કદી ભૂલવું જોઈએ નહિ કે ભગવાન પણ રાજી  થયા વિના કાંઈ આપતા નથી. વિના અપરાધે અને વિના કહે સદા ઝૂકતા રહો તો પણ આબરુ ગુમાવશો, ભગવાનને અને સંતને ચરણે પણ પોતાના અપરાધો ક્ષમા કરવા નમીએ છીએ. માટે ખોટા રોદણાં કદી રડવાં નહિ જો કદી રોદણાં રડવાનો મનમાં વિચાર આવે તો તરત તેને યુક્તિથી ટાળી  નાખવો અન્યથા આબરુને જડમૂળથી ઊખેડવી પડશે..

જે વ્યક્તિ પોતાના જીવનમાં રસ રાખી અને તેનો રસ ચાખી હિંમતથી જીવન જીવવા પ્રયત્ન કરે છે, ભગવાન અને ભગવાનના પવિત્ર સંતો કે સાધકોનો સમાગમ રાખી જીવન જીવવા પ્રયત્ન કરે છે તે વ્યક્તિ સમયને ઓળખી શકે છે અને  પોતાની આબરુને વધારી શકે છે.

દુનિયા કાળાંધોળાં કામ જોવા માટે સમય રાખતી નથી જો માણસ ઉપરનાં કપડાં સ્વચ્છ રાખવાનું શીખી લે એટલું બસ છે કારણ કે દુનિયાને કેવળ દેખાવ સરસ ખપે છે.

મા સીતાજીને ભેખમાં આવેલો રાવણ સારો લાગ્યો હતો. તેમણે તે રાવણ ઉપર ખૂબ દયા ખાધી. એમને એમ થયું કે આ કોઈ પવિત્ર સંત મહાત્મા છે. શાસ્ત્રોમાં એમ કહેવાય છે અને નિષ્કુળાનંદ સ્વામીએ પણ એમ કહ્યું કે

 ‘ આજ્ઞા લોપી શ્રીરામની, ભીક્ષા આપવા નિસરયાં બહાર ।

તરત રાવણ તેડી ચાલીયો પછી પામ્યાં દુઃખ અપાર ।।

કોઈ ઉપર દયા કરવા જેવી નથી અને લાગણીને બધા સમજનારા નથી. પ્રેમના તાત્પર્યથી બધા દૂર છે અને રાગમાં બધા આસક્ત છે.

જીવન જો સુખે જીવવું હશે તો દરેકે પોતાની મુઠ્ઠીમાં કસ રાખવો પડશે. કસ અનેક પ્રકારનો હોય છે. વાણીનો કે હાથ કરામતનો અને બુદ્ધિનો કે વિદ્યાનો. આમાંથી કસ તમારે એક તો જરૂર રાખવો કે સંપાદન કરવો પડશે. જો કસ હસે તો, જો પાણી હશે તો, પક્ષી (સાચા માણસો) હજારો કી.મી.નું અંતર કાપી તમારે ત્યાં આવશે.

સમજુ માણસે ધન ભેગુ કરવાની જ ધગશ રાખવી જોઈએ. ધરમ કરવાની ઘણી વખત જરૂર દેખાશે નહિ. ઘણા ધનિકો ધનથી મોટા અધર્મી અને કુકર્મી હોવા છતાં ધર્મી અને સત્કર્મી બન્યા છે. જેમ રોગ માટે દવા અને ડાકટર મહત્વનો છે. શરીર ઉપર વારંવાર હાથ ફેરવવા જેમ નર્સની જરૂર છે તેમ બધુ લેવા પૈસે ભરેલી એક પર્સની જરૂર છે.

“શરીર ઉપર વારંવાર હાથ ફેરવવા જેમ નર્સની જરૂર છે

તેમ બધુ લેવા પૈસે ભરેલી એક પર્સની જરૂર છે.”

ધનિકો એમ કહે છે કે ધન હશે તો ધર્મ થસે માટે પહેલું ધન મેળવવા દો. જો ધન મેળવવામાં ધગશ નહિ હોય તો ધર્મ કરવામાં પણ ધગશ ધોવાઈ જાશે.

જેને જીભ, વર્તન  અને કામ વશમાં હશે તેને ધન સૌ પ્રથમ  મળશે અને જેને બીજાને રાજી કરતાં નહિ આવડે તેને કોઈને રાજી કરતાં પણ નહિ આવડે.

 

LEAVE A REPLY