ભારતીય પરંપરા મૂજબ વિશ્વના સર્વે પ્રદેશોમાં પ્રબોધિની એકાદશીના તુલસીના વિવાહ ધામધુમથી દર વર્ષે ઉજવવામાં આવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં આ પરંપરા સવિશેષ રીતે મનાવવામાં આવે છે. તુલસી વિવાહ ઉજવાયા પછી આપણા જીવન વ્યવહારમાં લગ્નમહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવે છે. તુલસીવિવાહ પહેલાં અર્થાત્ પ્રબોધિની એકાદશી પહેલાં સામાન્ય રીતે સંસ્કારી અને શીક્ષીત વર્ગ પોતાના પારિવારીક લગ્ન મહોત્સવ ઉજવતા નથી.
તુલસી વિવાહની કથા બહુ પ્રેરક અને જીવનમાં સદ્બોધ આપનારી કથા છે. વ્યક્તિ ભલે સાંદર્ય સંપન્ન હોય કે પિતા ભલે સામાર્થ્ય સંપન્ન હોય અને સત્તાધિસ હોય તો પણ દીકરીએ કેવા પુરુષને પોતાનો પ્રિયતમ પતિ તરીકે સ્વીકારવો, એમના માટે તુલસી વિવાહ કથા બહુ મહત્વ ધરાવે છે.
તુલસી પ્રથમ વૃંદા નામથી પ્રસિદ્ધ છે અને એ સમર્થ રાજાની રાજકુમારી છે. એમના લગ્ન એવા સમર્થ જાલંધર સાથે કરવામાં આવ્યાં કે જે ભગવાન ભોળાનાથને યુદ્ધમાં પડકાર આપી શકે. ભગવાન શંકર સાથે યુદ્ધમાં ઉતરેલો જાલંધર અટંટ હતો.
બીજી બાજુ વૃંદા પતિવ્રતા છે અને એને કારણે જાલંધર શંકર ભગવાન સાથે યુદ્ધમાં અડગ રહીને લડે છે. વૃંદાનું પતિવ્રત ભગવાને ભંગ કરાવ્યું અને જાલંધરનું મૃત્યુ થયું. આ કથા બતાવે છે કે પુરુષમાં શÂક્ત પત્નીના સમર્પણની હોય છે અને શિષ્યના સમર્પણથી ગુરુ દુનિયામાં રાજ કરે છે અને શિષ્ય એનેથી ગૌરવ માને છે.
જાલંધરના મૃત્યુ પછી વૃંદા તુલસી રૂપે થઈને જીવ પ્રણિમાત્રના નિયંતાની સાથે મનોમન વરણી કરી. ભગવાન પોતે શાલીગ્રામ થયા અને એમની સાથે પ્રબોધિની એકાદશીના દિવસે તુલસીએ લગ્ન કર્યાં. વૃંદાના અંતરમાં બોધ થયો અને વિશેષ પ્રબોધ થયો અને પ્રબોધમાં સ્વંય પરમાત્મા તેની સાધના અને તપને કારણે તેની સંગાથે રહ્યા.
વૃંદાને પ્રથમ પતિ ભલે જાલંધર મળ્યો પણ તપ, વ્રત, સાધના, સ્વાધ્યાય અને પતિ પરાયણતાને કારણે અંતરમાં પ્રબોધ થયો અને આખરે ભગવાન સાથે વિવાહ થયા અને અખંડ ભગવાન શ્રીમન્નારાયણણના ચરણ સાનિધ્યમાં રહેવા પરમ પદ મળ્યું.
દરેક સાધકને તુલસીના વિવાહમાંથી આવો પ્રબોધ થાય આવા શુભ આશયથી આ તુલસી વિવાહ મહોત્સવ દેવોના પાંચ દિવસ સુધી ઉજવાય છે. માનવ જીવનમાં સમય કાઢીને કાર્તિક માસના શુદ પક્ષની પ્રબોધિની એકાદશીથી પુનમ સુધી તુલસી વિવાહ કરવો જાઈએ, તો તેને સદ્ગુઓનું, પોતાના પરિવારનું અને ભગવાનનું બળ અને સામાર્થ્ય મળે છે. જીવનમાં અનેરો સમયે સમયે બોધ અને પ્રબોધ મળે છે.
તુલસીના વિવાહ ભગવાન સાથે કરાવીને ત્યાં વિરામ થતો નથી પરંતુ આપણા સમાજમાં એવી દીકરીના વિવાહ કરાવવામાં પોતાનો સહયોગ આપવો કે જેને કેવળ ભગવાન પર ભરોસો હોય અને પવિત્ર સજ્જન અને મહાપુરુષો પર વિશ્વાસ હોય.
।। અસ્તુ ।।
Shastri Surya Prakash Dashji