અમારી આજ્ઞામાં રહો.

0
361
અમારી આજ્ઞામાં રહો
અમારી આજ્ઞામાં રહો

આવ બાઈ તું પણ મારા જેવી થા. કોઈ સધવા બાઈ અપતિવ્રતા બાઈ પાસે પતિવ્રતાના ધર્મનો પાઠ લેવા જાય તો તે પોતાના જેવી તેને બનાવવા પ્રયત્ન કરશે. અપતિવ્રતાને પતિવ્રતાના ધર્મ સંગાથે શું લાગે? એતો કોઈ પણ રીતે પોતાના જેવી થાય એમાં જ એને લાભ છે. ભગવા સ્વામિનારાયણ કહે છે કે જેવું પોતાને થવું હોય તેવી વ્યક્તિની શોધ કરી તેની પાસે જવું પણ જ્યાં ત્યાં ભટકાઈ જવું નહી.

કોઈ કારણોસર મોટી ભૂલ પોતાથી થઈ જાય તો બહુ દુ:ખી થવું નહી. તેવી ભૂલ પોતાથી થયા પછી બીજા કરે તો કાંઈ હરકત નહી, પણ જો પોતે ભૂલ ન કરી હોય અને કોઈ પોતાથી નાનો હોય તે તેવી ભૂલ કરી બેસે તો તેને પોતાના વર્ગથી બહિષ્કૃત કરવો અને બરાબરનો દંડ આપવો. એટલે સૌ કોઈ ભૂલો કરતા અટકે. જે આપણાથી ભૂલો થાય એનું પુનરાવર્તન કોઈ બીજા કરે તો ખાસ દીક્કત નહી. આવા જો કોઈ નઠારા હોય તો શું કરવું એને માટે કદાચ આ કથા યોગ્ય પાઠ આપશે.

જંગલમાં ખોરાકની શોધમાં ભટકતું શિયાળ કોઈ એક જાળમાં ફસાઈ ગયું. તેમાંથી હેમખેમ નીકળવા તેણે ખુબ પ્રયત્ન કર્યો. મહા યત્ને નીકળી તો શક્યું પણ તિક્ષ્ણ જાળમાં પૂછડી ફસાઈ જતા કપાઈ ગઈ.

ગુન્હો થઈ ગયો અને દંડમાં નાક કપાઈ ગયું. હવે બજારમાં મોઢું કેમ અને કોને દેખાડવું? સૌ કોઈ મશ્કરી કરે અને ઠેકડી ઉડાળે. તેણે મનમાં મરવાનું નક્કી કર્યું કે કોઈ કુવામાં જઈ આત્મઘાત કરી નાખું. કપાયેલા નાકે સમાજમાં જીવવું કેમ? કોઈ માણસો જીવવા દેશે નહી.

હોશિયાર અને ચતુર મનના માનવી ગમે તેમ કરીને પોતાની સુરક્ષા માટે કાંઇક તરકીબ શોધી કાઢે છે, તેમ આ શિયાળે મનોમન નુસખો અજમાવવાનું મક્કી કર્યું.

પોતાની સુરક્ષા ખાતર અને સ્વાર્થ માટે તેણે એક સભા બોલાવી. સભામાં દરેકને પૂછડી કપાવી નાખવી જોઈએ અને એમ કરવાથી શરીરની શોભા વધારે સારી લાગશે, પોતાનું એક અલગ અસ્તિત્વ અખંડ રહેશે અને પૂછડી કપાવાથી શરીરમાં થોડી શક્તિ અને બુદ્ધિ પણ વધશે, આમ તેણે દરેકને સમજાવવા ખુબ પરિશ્રમ કર્યો. લગભગ પોણા ભાગના સભાસદો કન્વીન્સ થઈ ગયા હતા, પણ વચ્ચમાં એક શિયાળ ઊભું થયું અને તેણે કહ્યું કે “Sir, if you had not lost your tail(seat),you would not have advised us what you did just now.” આ વાક્ય સાંભળતા જ સર્વે સભાસદો તાળીના ગડગડાટ સાથે તેને વધાવી લીધા અને પૂછડી કપાયેલાને ધિક્કારવા લાગ્યા. તેની મજાક ઉડાવતા હોય એમ હસતા હસતા સર્વે વિખેરાઈ ગયા અને સભા ત્યાં પૂરી થઈ ગઈ.

પોતે જે ભૂલો કરી કે થઈ ગઈ તે સમાજમાં ખરાબ ન લાગે તે માટે બધાને તેવા બનાવી દેવા કે જેથી આપણને કોઈ ઉણપ કે ખામી યુક્ત માને નહી કે કહે નહી. આવું ઘણી જગ્યાએ કહેવાતા મોટો વર્તન કરતા હોય છે. સજ્જનો! જેમ સભામાં એક સભાસદ બોલી શક્યું તેમ આપણે અન્યાય અને જુઠાણાની સામે બોલી શકીએ તો આપણા જીવનમાં સુગંધ મળશે, નહી તો સર્વત્ર ધોકા ખાવાના રહેશે અને જિંદગી આખી નઠારાની ગુલામી કરવી પડશે અને મર્યા પછી પણ કાંઈ ફાયદો મહી. તો થોડું ચિંતવન કરવું કે થોડો સ્વાધ્યાય કરવો કે જેથી આપણને અંતર વિવેક આવે.

શિયાળ જેવા લુચ્ચા સંચાલકો પોતે સતત ભૂલો કરતા રહે છે અને એ ભૂલો પોતાથી થઈ છે એવું પણ તે સ્વીકારવા તૈયાર હોતા નથી. એટલે જ કદાચ મહારાજે એમ કહ્યું હશે આવ બાઈ તું પણ મુંજ જેવી થા.

તેની ગુલામીમાં સ્વમાન નહી અને ખરી સુરક્ષા પણ નહી. એટલે ત્યાં તો સભામાં શિયાળની માફક પ્રત્યુતર આપવો એ જ યોગ્ય છે, છતાં જગત બહુરંગી છે કોઈ પોતાને ઓછા માનવા તૈયાર ન હોય.