અંતરમુખ

0
45
અંતરમુખ

સ્વામી રામતીર્થ જાપાન ગયા હતા ત્યારે એક વિશાળ હાલમાં તેમનું પ્રવચન રાખવામાં આવ્યું હતું. પ્રવચનની વચમાં ધરતીકંપ પ્રારંભ થયો. બધા શ્રોતા એક પળવારમાં વિખેરાઈ ગયા, પણ સ્વામીજી અંતરમુખ થઈ ગયા. પોતે પોતાની સર્વે વૃતિને એક સ્થાને કેન્દ્રિત કરી ત્યાંજ ધ્યનમાં બેસી ગયા.એમને ખબર હતી કે ભય તો સર્વત્ર છે. વ્યક્તિને નિર્ભતા જોઈતી હોય તો અંતરમુખ થવું પડશે.

સ્વામી રામતીર્થ જાપાન ગયા હતા ત્યારે એક વિશાળ હાલમાં તેમનું પ્રવચન રાખવામાં આવ્યું હતું. પ્રવચનની વચમાં ધરતીકંપ પ્રારંભ થયો. બધા શ્રોતા એક પળવારમાં વિખેરાઈ ગયા, પણ સ્વામીજી અંતરમુખ થઈ ગયા. પોતે પોતાની સર્વે વૃતિને એક સ્થાને કેન્દ્રિત કરી ત્યાંજ ધ્યનમાં બેસી ગયા.એમને ખબર હતી કે ભય તો સર્વત્ર છે. વ્યક્તિને નિર્ભતા જોઈતી હોય તો અંતરમુખ થવું પડશે.

નિર્ભયસ્થળ તો એક કેવળ આત્મામાં છે. જે સાધક સ્વસ્વરૂપમાં રાચી શકે એ કયારેય કોઈથી ડરી શકે નહીં. એમને કયાંય કોઈની બીક લાગે નહીં. એમને નથી કુદરતી પ્રકોપની બીક લાગતી કે નથી કોઈ દુર્જનથી કાંઈ બીક લાગતી.

જે સાધક પોતાના અંતર સન્મુખ દૃષ્ટિ કરી શકે અને અંતરનો આનંદ માણી શકે એ સાધક અત્યાચારી સામે ઝઝૂમવામાં કદી પણ  વામણો પડતો નથી. એ સાધક કોઈનો હઠાવ્યો હઠી શકતો નથી. એ સાધકને કોઈની કદી કાંઈ બીક પણ લાગતી નથી. અરે! તેને તો મૃત્યુથી પણ ડર લાગતો નથી!

ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્‌ગીતામાં કહે છે કે જે આત્માના સ્વરૂપને યથાર્થ જાણનારો તત્વજ્ઞાની છે તે કયારેય શરીરના ભાવથી કે શરીરના અભાવથી  દુઃખી સુખી થતો નથી.

ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્‌ગીતામાં કહે છે કે જે આત્માના સ્વરૂપને યથાર્થ જાણનારો તત્વજ્ઞાની છે તે કયારેય શરીરના ભાવથી કે શરીરના અભાવથી  દુઃખી સુખી થતો નથી.

હેનરી ફોસેટ પોતે સુરદાસ હોવા છતાં એમણે કાંઈક આંતરદૃષ્ટિ પ્રાપ્ત કરી હતી તેથી ૧૮૭૦માં એડીમ્બરોના ડયુક ભારતના પ્રવાસે આવ્યા ત્યારે તેણે દશ હજોર પાઉંડના ઈનામ વહેંચ્યાં હતાં.  એનો જે કાંઈ ખર્ચ થયેલો તે ભારતની તિજોરીમાં નાખવાનો ઠરાવ પાર્લામેન્ટ પાસ કરતી હતી તે સમયે હેનરી ફોસેટ પાર્લામેન્ટમાં ગાજી ઉઠ્યો! તેણે ભારતની પ્રજોને ચૂસવાની, આ પાર્લામેન્ટની નીચ વૃત્તિની ખૂબ ઝાટકણી કાઢી. તે વખતે ભારતનો મદદનીશ પ્રધાન પણ  હેનરી ફોસેટની દરખાસ્તથી વિરોધમાં હતો, છતાં પણ તે કાંઈ કરી શક્યો નહીં. હેનરી ફોસેટ પોતાની વાતમાં અડગ રહ્યો અને  પાર્લામેન્ટને તેના પર એક સમિતિ નીમવા મજબૂર કરવામાં સફળ થયો.

આવું આત્મબળ વ્યક્તિની આંતરદૃષ્ટિથી જ પાંગરે છે અને  મૂર્તિમંત થાય છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે ઈન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણભગવાન અને તેના પવિત્ર સત્યનિષ્ઠ ભક્તની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. અર્થાત્ જે વ્યક્તિ પોતાની વૃતિઓને પોતાની માતૃભૂમિની વિકાસશીલ પ્રવૃતિમાં અને માતૃભૂમિની રક્ષામાં સમર્પિત કરે છે એમને માટે પોતાની જાનની બાજી ખેલી દેશભક્તોની સેવામાં, દૃઢ મનોબળ સાથે પ્રવૃત્ત કરે છે તે વ્યક્તિનું અંતર શુદ્ધ થાય છે અને અંતર શુદ્ધ થતાં આપો આપ અંતરદૃષ્ટિનો  વિકાસ થાય છે.

એક કવિ એમ કહે છે કે ‘સાધ્યો નથી યોગ જેણે વિચારી, કરી નથી સાધના સ્વમન સુધારી । નિહાળી નથી રીત સંતોની ન્યારી, જોતી નથી અંતરે દૃષ્ટિ પ્યારી ।। જેણે પોતાના મનને શુદ્ધ કરવા  કોઈ પ્રકારનો યત્ન કર્યો નથી તેનાથી પોતાની દૃષ્ટિ અંતરમુખ થતી નથી.

‘સાધ્યો નથી યોગ જેણે વિચારી, કરી નથી સાધના સ્વમન સુધારી ।

નિહાળી નથી રીત સંતોની ન્યારી, જોતી નથી અંતરે દૃષ્ટિ પ્યારી ।।

ભગવાન મહાવીરની દૃષ્ટિ અંતરમુખ હતી તો તેમના કર્ણમાં  દુર્જને શૂળો ભોંકી તો પણ કાંઈ ક્રોધ આવ્યો નહીં.  ભગવાન બ્રહ્માનંદની દૃષ્ટિ અંતરમુખ થઈ હતી તો તેમના પર અનેક પ્રકારના ત્રાસ ગુજોરવામાં આવ્યા તો પણ પોતાના આંતરધ્યેયથી ચલિત થયા નહીં .

અંતરમુખ દૃષ્ટિ થતાં કોઈનો ત્રાસ મનમાં કયારેય લાગતો નથી. ભગવાન ઇસુને નિર્દયતાથી ક્રોસે ચઢાવવામાં આવ્યા છતાં તેમણે એમ કહ્યું કે એમનો વાંક નથી  પણ એમને ખબર નથી કે એ શું કરી રહ્યા છે કારણ કે એમણે હજો અંતરદૃષ્ટિ પ્રાપ્ત થઈ નથી.

વ્યક્તિ આવી અનેખી અંતરમુખ સ્થિતિ ત્યારે જ કેળવી શકે છે  કે જ્યારે તે વ્યક્તિ પોતાના અંતરમાં પોતાને જોવા પ્રયત્ન કરે અથવા મહાન સાધકના સાન્નિધ્યમાં અંતરથી રહેવાનું પસંદ કરે અને તેમની ભાવપૂર્વક અનુવૃતિ સાચવવા સાવધ બને.

LEAVE A REPLY